કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેવામાં એક વખત ફરીથી ગુજરાતમાં કોરોના વધારે ભયંકર સ્વરૂપમાં સામે આવી શકે છે. બી.જે. મેડિકલે કરેલા રિસર્ચમાં સામે આવ્યું છે કે, કોરોના પોઝિટિવ દર્દીના બ્લડ સેમ્પલમાં કપ્પા અને ડેલ્ટા વાયરસ મળી આવ્યા છે. આ બંને વાયરસ ગુજરાત માટે ખતરારૂપ બની શકે છે.
બી.જે મેડિકલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં લેવામાં આવેલા કોરોના સેમ્પલ પૂનાની લેબમા મોકલવામાં આવ્યા હતા. જોકે સેમ્પલના રિપોર્ટ આવી ગયો છે. જેમા ખુલાસો થયો છે કે, જે કોરોના પોઝિટિવ લોકોના બ્લડનો સેમ્પલ લેવામાં આવ્યો હતો તેમાં ડેલ્ટા અને કપ્પા વાયરસ જોવા મળ્યા છે. તેથી તબીબોનું માનવું છે કે, વાયરસ વધારે ઘાતક બની શકે છે. જેથી લોકોએ વધારે સાવચેત રહેવાની જરૂર છે.
અમદાવાદ બી. જે. મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના હેડ ડોકટર કનુ પટેલ અનુસાર, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સેમ્પલ પુનાની લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં કપ્પા અને ડેલ્ટા વાયરસ હોવાનો ખુલાસો થયો છે. તેવામાં એક વખત ફરીથી કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે નવેમ્બર મહિના આવેલા પોઝિટિવ કેસના સેમ્પલ પુના મોકલવામાં આવશે.