ગુજરાતીઓએ ડરવાની બિલકુલ જરૂર નથી. ગતરોજ અમદાવાદ સિવિલમાં આવેલા ત્રણ દર્દીઓના રીપોર્ટ આવી ગયા છે. અને ત્રણેના રીપોર્ટ નોર્મલ છે. શંકાસ્પદ ત્રણેય દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ ત્રણ લોકો દિલ્હીમાં ઇટાલીના નાગરિકોને મળ્યા હતા. આ ત્રણ લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમાં 2 પુરૂષ અને 1 મહિલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસના 37 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેમાંથી 37 કેસમાંથી 33 કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. વધુ 4 કેસના રિપોર્ટ સાંજ સુધીમાં આવશે. 33 રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો.
કોરોના વાયરસના પગલે તંત્રની મહત્વની બેઠક મળી હતી. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાને રોકવા માટેની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. અત્યાર સુધી ગુજરાતમાં એક પણ દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો નથી. તેમજ કોરોના વાયરસને પહોંચી વળવા તંત્ર તરફથી ત