- સુદર્શન પુલમાં પારાવાર ભ્રષ્ટાચાર કેવો થયો તે જાણો
- બિહારમાં પુલો તુટી ગયા તે એસ.પી.સિંગલાએ પુલ બાંધ્યો
- આંગળી વડાપ્રધાન મોદી સામે ચીંધવામાં આવી રહી છે
દિલીપ પટેલ
અમદાવાદ, 26 જુલાઈ 2024
Sudarshan Bridge: રૂ. 1 હજાર કરોડના પ્રજાના નાણાંથી બનેલા દ્વારકાના સિગ્નેચર પુલમાં 5 મહિનામાં જ ગાબડા પડી ગયા છે. જેનું નામ સુદર્શન સેતુ રાખવામાં આવ્યું છે. પણ ભ્રષ્ટાચારનું સુદર્શન ચક્ર અહીં ફરી રહ્યું છે. થોડા દિવસ પહેલાં સુદર્શન સેતુ પુલની દીવાલ ધસી પડી હતી. ભગવાન દ્વારકાધીશના ધામમાં પુલ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપ લાગી રહ્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ફેબ્રુઆરી 2024માં ઉદ્ઘાટન કર્યું તેના 5 મહિનામાં જ Sudarshan Bridge માં ગાબડાં પડી ગયા છે. પુલમાં જે કંઈ થયું તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને જવાબદાર માનવામાં આવે છે.
ઓખા મેઇનલેન્ડ અને બેટ – દ્વારકા ટાપુને જોડતો આ પુલ જે સુદર્શન સેતુથી ઓળખાય છે. બ્રિજની ચમક હવે ક્યાંક ફીકી પડી ગઈ છે.
956 કરોડ રૂપિયાનો ખર્ચ દરિયાના પાણીમાં ડૂબી ગયા હોય એવું જ લાગી રહ્યું છે. 5 જ મહિનામાં પુલના સળિયા દેખાવા લાગ્યા છે. પુલ ઉપર પોપડા ઉખડવા લાગ્યા છે. પુલનું કામ હલકી ક્ક્ષાનું થયું છે. ભૂપેન્દ્ર સરકાર નહીં જાગે તો મોરબી ઝુલતા પુલ જેવી દુર્ઘટના થઈ શકે છે.
પુલના સાંધા ખુલી ગયા છે. કેવા પ્રકારનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અનેક પુલ બનાવવામાં આવ્યા છે તેની કામગીરીને લઈને સવાલો ઉભા થયા છે. કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં ભરવામાં આવશે ખરી ? ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં થયો હોય તેવું લાગી રહ્યું છે. તપાસ કરવાની માંગણી કોંગ્રેસે કરી છે.
2017-18થી ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ બન્યો હતો.
દ્વારકાથી 33 કિ.મી. દૂર બેટ દ્વારકા ભગવાન દ્વારકાધીશના રાણીવાસ માનવામાં આવે છે. બેટ દ્વારકા ટાપુનો વિસ્તાર 25-30 ચોરસ કિલોમીટર છે. વિશ્વ હિંદુ પરિષદના મંત્રી અને ઇતિહાસ વિદ્દ કે કા શાસ્ત્રીની 100 વર્ષની ઉંમર થઈ ત્યારે તેમણે અમદાવાદના ટાગોર હોલમાં જાહેરમાં દ્વારકામાં વિકાસ કરવા માટે 2002માં નરેન્દ્ર મોદીની સરકારને પ્લાન આપ્યો હતો. 20 વર્ષ સુધી કંઈ ન થયું. વડાપ્રધાને સપ્ટેમ્બર 2017માં ઓખાથી બેટ દ્વારકા સુધીનો સમુદ્રનો માર્ગ રસ્તા માર્ગે જોડવાની જાહેરાત કરી હતી.
દ્વારકા સિગ્નેચર પુલ, EPC મોડલ હેઠળ NHAI ખાનગી કંપનીઓને રસ્તા બનાવવા માટે ચૂકવણી કરે છે.
એન્જિનિયરિંગ, પ્રોક્યુરમેન્ટ અને કન્સ્ટ્રક્શન છે. રસ્તાની માલિકી, ટોલ વસૂલાત અથવા જાળવણી કંપની કરતી નથી. સોલાર પેનલ અને દોઢ મીટર ચાલવા માટે વ્યવસ્થા છે.
દ્વારકા સિગ્નેચર બ્રિજ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર SP સિંગલા કન્સ્ટ્રક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ હતી. હંગેરી, તાઇવાન અને ભારતના એન્જીનીયરો દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિઝાઇન છે. બનાવવા 600 મજૂરો અને 150 ઇજનેરી કર્મચારીઓ કામ કરતા રહ્યા હતા. બેટ દ્વારકા ટાપુ અને ઓખાને જોડતો રૂ. 962 કરોડનો ફોર-લેન કેબલ-સ્ટેડ સિગ્નેચર બ્રિજ છે. પુલમાં 15000 ટન સ્ટીલ, 19000 ટી એમ ટી અને લગભગ 43 હજાર ટન સિમેન્ટનો ઉપયોગ થયો છે.
બે વર્ષનો વિલંબ
આ પ્રોજેક્ટનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 7 ઓક્ટોબર 2017માં ગુજરાત રાજ્યની વિધાનસભા ચૂંટણી પહેલા કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકા મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ દ્વારકાના ક્રિકેટ મેદાનમાં જાહેર સભા સંબોધી. પુલનું ખાતમુહૂર્ત કર્યું. આ બ્રિજની કામગીરી 30 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય હતું. તે સપ્ટેમ્બર 2021 સુધીમાં પૂર્ણ થવાનો હતો. 53 મહિના પછી કામ પૂરું થયું હતું. પુલને બનાવતાં 6 વર્ષ અને 5 મહિના થયા હતા. ભારે વિલંબ થયો છે. માર્ચ 2018માં મુખ્ય કામ શરૂ થયું હતું. તે ઓક્ટોબર, 2021 સુધીમાં તૈયાર થવાની અપેક્ષા હતી. પણ તે ફેબ્રુઆરી 2024માં પૂરો થયો ન હતો. 6 વર્ષ પહેલા ઓખા-બેટ દ્વારકા વચ્ચે કેબલ સ્ટેઇડ ઝુલતા પુલને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકાર 962 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. વર્ષ 2017માં રૂ. 962 કરોડના કેબલ-સ્ટેડ સિગ્નેચર પુલ યોજનાને મંજૂરી આપી હતી.
કેન્દ્ર સરકારની સત્તાવાર વિગતો પ્રમાણે પ્રોજેક્ટ ખર્ચ રૂ. 962.43 કરોડ છે. 07 ઓક્ટોબર 2017 ના રોજ વડાપ્રધાન દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. કામ પરું થવાનું હતું 19 સપ્ટેમ્બર 2021ના રોજ. 4 વર્ષમાં પુલનું કામ પૂરું કરવાનું હતું. તેના બદલે પુલ શરૂ થયો ફેબ્રુઆરી 2024માં. અઢી વર્ષનો વિલંબ થયો છે.
કેવો છે પુલ
આ પુલ પર 38 થાંભલા, જેવા હોક ક્રેન્સનો ઉપયોગ કરીને સમુદ્રમાં ઉભા કરવામાં આવ્યા છે. પુલ 2320 મીટર લાંબો છે, જેમાંથી 900 મીટર કેબલ-સ્ટેડ ભાગ છે. 2452 મીટર લાંબો એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો છે. પુલનો મુખ્ય સ્પાન 500 મીટર લાંબો છે, જે ભારતમાં સૌથી લાંબો સ્પાન છે.
કંપની મુખ્ય ભૂમિ પર બેટ દ્વારકા ટાપુ અને ઓખાને જોડતો સમુદ્ર પર પુલ છે. તેના તોરણો 150 મીટરની ઊંચાઈ, 4 વાહનોની લેન અને વોકવે છે. આ પુલ નવા નેશનલ હાઈવે-51ના ભાગ રૂપે બનાવવામાં આવ્યો છે.
દેશનો સૌથી મોટો કેબલ પુલ છે. 3.75 કિ.મી. લાંબો પુલ 27.20 મીટર પહોળો ચાર માર્ગીય બન્યો હતો. 2.5 મીટરની પહોળી ફૂટપાથ પર સૂર્ય ઉર્જાની પેનલ છે. જેના પરથી પહેલા વર્ષે 20 લાખ લોકો પસાર થવાના હતા. જેમાં સ્થાનિક 8 હજાર લોકો દરિયો પાર કરીને રોજ જતા હતા. તારથી બાંધીને 150 મીટર ઊંચા બે ટાવર ( પાયલોન ) છે. બે પાયલોનની વચ્ચે અડધો કિમી. અંતર છે.
ઓખા અને બેટ દ્વારકાને જોડતો 3.73 કિમીનો ફોર-લેન 27.20 મીટર પહોળો કેબલ સ્ટેડ સિગ્નેચર પુલ બને છે. 2.5 મીટર ફૂટપાથ. 1 મેગાવોટ સોલાર પેનલ છે. ઓખા બાજુના આ પુલની લંબાઈ 209 મીટર, જ્યારે બેટ દ્વારકા બાજુ 1101 મીટરની છે. પુલની લંબાઈ 2.32 કિમી છે. ભારતમાં સૌથી મોટો પુલ છે. 150 મીટર ટોલ અને બે તોરણ હશે. બે બાજુ પરના અન્ય 13 સ્પાનની લંબાઈ 50 મીટર છે.
4 લેન સિગ્નેચર બ્રિજ નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. NH-51 પર બાંધકામ થયું છે.
ફૂટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલ થી 1 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે, જેનો ઉપયોગ બ્રિજ પરની લાઇટિંગ માટે કરવામાં આવશે. વધારાની વીજળી ઓખા ગામની જરૂરિયાત માટે આપવામાં આવશે. બ્રીજ પર કુલ 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુ ગેલેરી છે. સંલગ્ન ગ્રાહક MORTH હતો.
કેગનો અહેવાલ
29 માર્ચે ગુજરાત વિધાનસભામાં ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) એ જણાવ્યું હતું કે સિગ્નેચર બ્રિજ પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારમાં બાંધવામાં આવ્યો હોવા છતાં તેને પર્યાવરણીય મંજૂરી નથી.
6 જૂન 2023માં દ્વારકાના દરિયા પર ઓખા અને બેટ દ્વારકાને જોડતો કેબલ – સિગ્નેચર પુલ 2017થી બની રહ્યો છે. સંવેદનશીલ મરીન નેશનલ પાર્ક વિસ્તારમાં બની રહેલા આ પુલનો વિવાદ એટલે છે કે તેની પર્યાવરણીય મંજૂરી લેવામાં આવી નથી. મોદી સરકાર એવું માનતી હતી કે, કપાસિયે કોઠી ફાટી ન જાય.
બેટ દ્વારકાના પુલનું વગર મંજૂરીએ કામ શરૂ કરી દેવાયું હતું.
ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી અને સ્ટેટ એન્વાયર્નમેન્ટલ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટીની મંજુરી લેવામાં આવી ન હતી. સિગ્નેચર પ્રોજેક્ટ પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારની અંદર બનાવી દેવાયો હતો. ઈકોલોજિકલ સેન્સિટીવ વિસ્તાર જાહેર થયેલો છે. કમ્પોઝિટ ક્લિયરન્સ મંજૂરી મેળવી ન હતી. જામનગરના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પર્યાવરણીય મોનીટરીંગ અને મેનેજમેન્ટ માટે ક્વોલિફાઈડ અધિકારીનાં નેતૃત્વ હેઠળ એક સ્વતંત્ર પર્યાવરણીય મેનેજમેન્ટ સેલ રચવું ફરજિયાત હતું. સેલે બ્રિજ નિર્માણ દરમિયાન પર્યાવરણીય અસરોનો અભ્યાસ કરવાનો હોય છે. સેલની રચના કરવામાં આવી નથી. બ્રિજનું નિર્માણ જામનગરની માર્ગ અને મકાન કચેરી હસ્તક છે.
ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) એ અહેવાલ આપ્યો છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા અને ઓખા શહેર વચ્ચે નિર્માણાધીન “સિગ્નેચર બ્રિજ” ને પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારમાં બાંધવામાં આવ્યો હોવા છતાં પર્યાવરણીય મંજૂરી મેળવી નથી.
ખાડી દ્વારકા – અરબી સમુદ્રમાં ઓખા કિનારે ત્રણ કિલોમીટર દૂર આવેલું એક ટાપુ – ભગવાન કૃષ્ણનું નિવાસસ્થાન માનવામાં આવે છે. હાલમાં, મુખ્ય ભૂમિથી ફેરી બોટ દ્વારા જઈ શકાય છે. જૂન 2017માં CRZ ક્લિયરન્સ માટે અરજી કરી હતી અને તેને ઓગસ્ટ 2017માં મંજૂર કરવામાં આવી હતી.
રાજ્ય સરકારે પ્રોજેક્ટની તપાસ કરતી વખતે પ્રોજેક્ટના ESA સ્ટેટસ પર ભાર મૂક્યો ન હતો.
CAG એ જણાવ્યું હતું કે EC ખૂટે છે તે ઉપરાંત, પ્રોજેક્ટને CRZ ક્લિયરન્સની શરતોનું પણ પાલન કરવામાં આવતું નથી. પ્રોજેક્ટના બાંધકામ અને કામગીરીના તબક્કા દરમિયાન પર્યાવરણની દેખરેખ અને સંચાલન કરવા માટે એક અલગ પર્યાવરણ વ્યવસ્થાપન સેલની સ્થાપના કરવામાં આવી ન હતી, જે CRZ ની શરત 55નું ઉલ્લંઘન હતું.
ખેતીની જમીન પર બાંધકામ કેમ્પ લગાવવામાં આવ્યા હતા. જમીનના બિનખેતી ઉપયોગ માટે પરવાનગી લેવામાં આવી ન હતી. આ બાંધકામ શિબિર માત્ર CRZ વિસ્તારની અંદર જ નહોતું, તેમાં દરિયાઈ પાણી અને કોરિડોરની સાથેના અન્ય સપાટીના જળાશયોમાં બળતણ અને અન્ય દૂષણોમાંથી સપાટી પરના વહેણના પ્રવેશને રોકવા માટે સ્થાયી તળાવો અને તેલ રીસેપ્ટર્સ પણ નહોતા. પ્રોજેક્ટ સાઇટ પર વપરાયેલ તેલ રજિસ્ટર્ડ રિસાય કલર્સને બદલે સ્થાનિક વિક્રેતાઓને વેચવામાં આવી રહ્યું હતું જે મંજૂર કરાયેલા CRZ ક્લિયરન્સમાં ઉલ્લેખિત શરતોનું ઉલ્લંઘન હતું.
ઘટના બને છે ત્યારે કેટલાક લોકોના જીવ જોખમમાં મુકાય છે. તેની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. કામગીરીની તટસ્થ રીતે તપાસ કરવામાં આવે ગુજરાતમાં આ કંપનીની કામગીરી ચાલી રહી છે. તો તેનું માલ સામાન ચેક થવું જોઈએ ક્યાંય ભ્રષ્ટાચાર થયો છે કે નહીં તેનું પણ ધ્યાન લેવું જોઈએ.
દરિયાઈ કરંટ અને વાવાઝોડું તેમજ દરિયાઈ તોફાન જેવી સ્થિતિ વખતે
આ પુલની હાલત શું થશે ?! એ પ્રશ્ન હવે ચર્ચામાં છે કેમ કે, આ પુલનું બાંધકામ કરી રહેલી કંપની સારી છાપ ધરાવતી નથી.
10 જાન્યુઆરી 2024માં પુલનું 48 હેવી ટ્રક સાથે લોડ ટેસ્ટિંગ કરાયું હતું. હેવી લોડેડ ટ્રકોને બ્રિજ ઉપર એક દિવસ ઉભી રાખવામાં આવી હતી. જ્યારે ટ્રક પુલ પર મૂકવામાં આવી ત્યારે તેમાં 44,700 કિલોનો ભાર હતો.
બાયત દ્વારકાની મુલાકાત ઉપરાંત, પ્રવાસીઓ દ્વારકા, શિવરાજપુર, પોશિત્રા મરીન અભયારણ્ય, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ચરકલા પક્ષી અભયારણ્ય અને ગોપી તળાવ તીર્થમની પણ મુલાકાત લઈ શકે છે.
બીપરજોય વાવાઝોડું
મીઠાપુરના આરંભડા ગામમાં એસ.પી. સિંગલા કંપનીની સાઈટ પર બિંબ ઉચકવા માટેના લોખંડના 77 નંગ સ્ક્રુજેક રૂપિયા 75,000 જેટલી કિંમતના આશરે 1400 કિલો ચોરી કરીને લઈ ગયા હતા. રજનીશ કુમાર વિશ્વામિત્ર શર્માએ મીઠાપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી હતી.
21 જૂન 2023માં બીપરજોય વાવાઝોડાના પવનમાં ગુમ થયેલ બાર્જ ક્રિષ્ના પાંચ દિવસ બાદ પણ લાપતા હતું. બેટ દ્વારકાના સિગ્નેચર બ્રિજ માટે કામ કરતી લોર્ડ્સ ઓફ શોર સર્વિસ નામની કંપનીનું બાર્જ ક્રિષ્ના તથા એસ.પી.સિંગલાના ત્રણ મળી કુલ ચાર બાર્જ તણાઈ ગયા હતા.
બિહાર પછી તપાસ
બિહારમાં આ કંપનીનો પુલ ગંગા નદી પર તૂટી પડતાં દ્વારકા પુલનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. 7 સ્પેક્ટ્રમને તપાસવામાં આવ્યા હતા. ત્રણ ટ્રાયલ કરવામાં આવશે. ત્યારબાદ જ વડાપ્રધાન મોદી દ્વારા 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ બ્રિજનું ઉદ્ઘાટન થાય તેવી સંભાવના છે.
ગુજરાતમાં બનનારા સિગ્નેચર બ્રિજ લઇને સરકાર સ્પષ્ટ રીતે માની રહી છે કે તેમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ નથી. બ્રિજનું મોનિટરિંગ સતત અધિકારીઓ દ્વારા મંત્રી દ્વારા કરવામાં આવી રહ્યુ છે. જેથી આ કામગીરી પર કોઈ પણ પ્રકારની રોક લગાવવાની કોઈ પણ તૈયારી નથી. જો કે કામગીરીનું નિરીક્ષણ સતત વધારવામાં આવશે.
ભાજપાની બંને કેન્દ્રીય અને રાજ્ય ગવર્નમેન્ટ તેને ગુજરાતમાં ઘણાં કામ આપેલા છે. પરબત્તા ધારાસભ્ય ડોક્ટર સંજીવ કુમારે પુલની ગુણવત્તા અંગે બિહાર વિધાનસભામાં સવાલો ઉઠાવ્યા હતા. પણ ગુજરાતમાં ધારાસભ્યો મૌન છે. ભાજપની ગુજરાત સરકારે સ્પષ્ટ કર્યું કે, ઓખા સિગ્નેચર પુલના કામ અંગે પુન: ક્વોલિટી ચકાસણી કરાઇ છે અને કામ સંતોષકારક જણાયું છે.
બુલડોઝર
સીગ્નેચર પુલ બની જતાં અહીં જમીનોના ભાવો આસમાને પહોંચી ગયા હતા. કારણ કે અહીં પ્રવાસન ધામ બનાવવામાં આવી રહ્યું છે, નહીં કે ધાર્મિક ધામ. ટાપુ પર ત્રણ ગામ આવેલાં છે. બેટ દ્વારકામાં 7,600 મુસ્લિમ અને 1350 હિંદુઓ રહે છે. બેટ દ્વારકામાં 22 દિવસ સુધી 10 લાખ ચોરસ ફૂટમા ઉભા કરાયેલા 520 ગેરકાયદેસર બાંધકામને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યાં હતાં. 10 લાખ ફૂટ જમીન ખાલી કરી હતી. પ્રથમ દિવસે 2 ડઝન જેટલા કોમર્શિયલ સહિતના બાંધકામ હટાવી અને આશરે 80 હજાર ફૂટથી વધુ જમીન ખુલ્લી કરી હતી. ફેરી બોટ સર્વિસ બંધ રાખવામાં આવી હતી.
છઠ્ઠા દિવસે બુલડોઝરથી રૂ.7 કરોડની જમીન પર 2 લાખ 40 હજાર ફૂટ ગામતળ, ગોચર અને મરીન વિસ્તારની જમીન પરના ગેરકાયદેસરના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. ત્રણ જિલ્લાની 1000 પોલીસ સ્ટાફને અશ્રુ સેલ, હથિયાર તથા લાકડી સાથે સુરક્ષા બંદોબસ્ત પર ગોઠવી દેવામાં આવ્યા હતા. કામગીરી અતિ ગુપ્તતા તેમજ સાવચેતીપૂર્વક હાથ ધરવામાં આવી હતી. 10 લાખ સ્કવેર ફૂટમાં ફેલાયેલા ગેરકાયદેસર બાંધકામ હોવાનો દાવો કર્યો હતો.
ભાજપના નિષ્ફળ વહિવટનો નમૂનો બેટ દ્વારકા છે.
હિન્દુ મરાઠા ગાયકવાડ દ્વારા આઝાદી પહેલાં વાઘેરો દ્વારા સંચાલન થયું હતું. મરાઠા હિંદુ રાજાએ અહીં મસ્જિદ બનાવવાની મંજૂરી 1945માં આપી હતી. ગાયકવાડ સમયે 2030માં 500 મતદારો મુસ્લિમ અને 2786 મતદારો હિન્દુ હોવાનો દાવો હતો. 1996થી અહીં ભાજપનું રાજ છે અને ધર્મ પ્રમાણે હિંદુ લઘુમતીમાં અને મુસ્લિમ વધારે છે.
ભાજપના રાજમાં જખૌ નજીક નારાયણ કોટેશ્વર પાસે પકડાયેલા 1500 કરોડના ડ્રગ્સનો મુખ્ય આરોપી રમજાન પલાણી બેટ દ્વારકાનો છે. ગાંજો અને ચરસનો ધંધો તાલબ જાડેજા કરે છે. રમજાન પલાણી બેટ દ્વારકાનો છે.11 વર્ષ પહેલાં મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે ગેરકાયદે તોડેલા તે ફરી ગૌચરની જમીન પર બની ગયા હતા. આ બધું ભાજપના રાજમાં બનેલું હતું. ખારા ચુસણા અને મીઠા ચુસણા ટાપુ પર દરગાહ 10 વર્ષમાં બનાવવામાં આવેલી છે અને ગેરકાયદે રીતે જેટી પણ બનાવેલી છે. પાકિસ્તાન સાથેના સંબંધો છે.
મુસ્લિમ અને હિંદુ વચ્ચે 5 વર્ષમાં 20 ફોજદારી ફરિયાદ નોંધાયેલી છે. ઓખાથી બેટ જવા માટે 90 ટકા બોટો મુસ્લિમ સમુદાયની છે. સેટેલાઈટ મેપ પ્રમાણે 2005માં 6 દરગાહ 2022માં વધીને 78 થઈ ગઈ હોવાનો દાવો કરાય છે. આ બધું થયું ભાજપના રાજમાં.
વિશ્વ હિંદુ પરિષદના સ્થાપક નેતા અને ઇતિહાસ વિદ કેકા શાસ્ત્રીએ અમદાવાદ ટાગોર હોલમાં નરેન્દ્ર મોદીની સંબોધીને કહ્યું હતું કે, બેટ દ્વારકામાં લશ્કરી થણું નાંખો અને વસતી વધારો મોદીએ 20 વર્ષ સુધી કંઈ ન કર્યું. જે થતું હતું તેની સામે આંખ આડા હાથ કરી દીધા હતા.
ટ્વીટમાં પ્રવાસન પ્રધાન પૂર્ણેશ મોદી લખ્યું હતું કે, “બેટ દ્વારકાના મોટા ભાગના મુસ્લિમ પરિવારોના સંબંધ પાકિસ્તાન સાથે છે. મોટા ભાગના પરિવારોની દીકરીઓ પાકિસ્તાનમાં સાસરે છે. તથા પાકિસ્તાનના મુસ્લિમોની અનેક દીકરીઓનું સાસરું બેટ દ્વારકામાં છે. 6 દરગાહ 78 થઈ ગઈ.”
પુલ બનવાની સાથે બેટ દ્વારકામાં જમીનના ભાવ એક એકરના 4 લાખ રૂપિયા હતો તે હવે એક કરોડ થઈ ગયો છે. હવે ટેન્ટ સાઇટ થઈ છે. હોટેલો થશે. હવે લોકો પોતાના વાહનો લઈને બેટ દ્વારકા પહોંચી શકશે. બેટ દ્વારકાને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. ત્યાં રહેણાંક માટે પ્લોટિંગ અને હોટલ તથા અન્ય પ્રવાસન સુવિધા થશે. અહીં જમીનોના સોદો કોણે અને કોના નામે થયાં છે તેની તપાસ દ્વારકા કલેક્ટરે કરવા જોઈએ. 5 વર્ષથી બેટમાં મોટા પ્રમાણમાં રહેણાંક, વાણિજ્ય અને ધાર્મિક બાંધકામો મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે.
દ્વારકામાં જમીનના ભાવ ચોરસ ફૂટના રૂ. 2 હજાર હતા ત્યાં, અત્યારે 4000 થયા છે. 1થી 15 એપ્રિલ 2023માં રૂ. 27.31 કરોડના 333 દસ્તાવેજો નોંધાયા હતા. જે અગાઉના વર્ષ કરતાં બે ગણા હતા.
યાત્રાધામ માટેનો પુલ, પ્રવાસન ધામ માટે થયો
યાત્રાધામ બેટ દ્વારકાને પ્રવાસન ધામ બનાવવા સરકાર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ તબક્કામાં સરકારી અને ખાનગી માલિકીની મળી 100થી વધુ મિલકતોનો સરવે પ્રવાસન વિભાગે કર્યો હતો. યાત્રાધામ બેટ દ્વારકાના વિકાસ માટે ટુરિઝમ વિભાગ દ્વારા જમીન સંપાદનની કાર્યવાહી શરું કરવામાં આવી છે. આથી ટુરીઝમની કપાતમાં આવતી મિલકતના વેચાણ માટે પ્રયાસો થયા હતા. દ્વારકામાં 125 હોટેલ, ગેસ્ટહાઉસ, ધર્મશાળા, રીસોર્ટ આવેલા છે. હવે બેટ પર થશે. અહીં બ્લુ સમુદ્રની મજા માણશે. રૂ.100 કરોડના કામો 2011થી અહીં થયા છે. 2011માં દ્વારકામાં 50 લાખ દર્શનાર્થીઓ આવતા હતા. 75 હજાર વિદેશી પ્રવાસીઓ અહીં આવે છે. શાળાના વેકેશનમાં અહીં રોજના એક લાખ દર્શનાર્થીઓ આવે છે. જે પુલ બની જતાં આખું વર્ષ સરેરાશ રોજના 1 લાખ લોકો દર્શન અને પ્રવાસન માટે આવે એવી શક્યયા છે.
પુલ માટે સમુદ્ર જોખમી
બેટ દ્વારકાનો કિનારો સમુદ્રના કારણે ધોવાઈ રહ્યો છે. અહીં દરિયો ઊંચો આવી રહ્યો છે અને વિસ્તાર ડૂબી રહ્યાં છે. ગુજરાતના જાણીતા ઇતિહાસ વિદ કેકા શાસ્ત્રીએ અમદાવાદના ટાઉનહોલમાં કહ્યું હતું કે, ઓટ વખતે અમે ચાલીને બેટ દ્વારકા જતા હતા. 100 વર્ષમાં અહીં સમુદ્ર ઘણો પુરાઈ ગયો છે.
હવે, બેટ દ્વારકામાં સમુદ્ર આગળ વધી રહ્યો છે. બેટના પદ્મ તીર્થ પાસે 20 વર્ષ પહેલા કિનારે રહેલા પાંચ કૂવા આજે સમુદ્રમાં ગરકાવ થઇ ગયા છે. સમુદ્રની રેતી ચોરી થઈ રહી છે.
બેટ-દ્વારકાની ઉત્તર દિશા અને ઈશાન કોણ તરફથી સમુદ્ર જમીનને ગળી રહ્યો છે. રેતાળ કાંઠા પર ગાંડા બાવળના તળીયે સમુદ્ર પાણી ફરી વળતા બાવળોના થળ દેખાઈ રહી છે. સમુદ્રને જમીન તરફ આગળ વધતો અટકાવવા કિનારે સંરક્ષણ દિવાલ બનાવવી પડશે.
બેટ દ્રારકામાં હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજજીનું મંદિર છે. ભારતમાં પિતા અને પુત્રનું મંદિર બીજે ક્યાંય નથી. બેટની પશ્ચિમ દિશાએ શ્રી દ્વારકાધીશ મંદિર છે અને પૂર્વેમાં આ પિતા-પુત્રનું મંદિર છે. હનુમાન દાંડી વચ્ચે સમુદ્રી પાણી ફરી વળશે. આવું ચાલશે તો પુલ સામે જોખમ ઊભું થઈ શકે છે.