દાહોદમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી છે. અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી છે પિતા, પુત્ર સહિત ત્રણ લોકોએ આત્મહત્યા કરી છે. આ ઘટના વાયુવેગે ફેલાતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરિવારના ત્રણેય સભ્યો પરથી ટ્રેન પસાર થઈ જતા શરીરના કટકે કટકા થઈ ગયા હતા. ત્યારે આ પરિવારે કયા કારણસર આત્મહત્યા કરી તે અંગેની તપાસ દાહોદ રેલવે પોલીસ તેમજ ટાઉન પોલીસે હાથ ધરી છે.
