શિયાળો પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને ઉનાળાની શરૂઆત થવા લાગી છે ત્યારે રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો થઇ રહ્યો છે. પ્રવાસન હિલસ્ટેશન સાપુતારમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સાપુતારામાં ગાઢ ધુમ્મસ થવાયું છે તો શીત લહેર પણ રહી છે.
મળતી માહિતી પ્રમાણે સાપુતારામાં વાતાવરણમાં પલટો આવતા લોકો ઠંડીથી ઠુંઠવાયા હતા. સાથે સાથે ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને વાહન હંકારવા માટે તકલિફ પડી હતી.
વાહન ચાલકોને હેડ લાઇટ અને પાર્કિંગ લાઇટ ચાલું રાખીને વાહન ચલાવવાની ફરજ પડી રહી છેવાતાવરણમાં આવેલા પલટાના કારણે માવઠું થવાની શક્યતા પણ સેવાઇ રહી છે. જો માવઠું થાય તો ખેતીવાડીને અસર થવાની સંભાવના છે.