Ahemdabad: તૂટતું અમદાવાદ, ભાંગતો વારસો, ભાગ-3 અમદાવાદની 200 પોળ પર જોખમ ઊભું થયું છે
અમદાવાદની 200 પોળ પર જોખમ ઊભું થયું છે. તેને બચાવી લેવા માટે કોઈ પ્રયાસ થતો નથી.
પીતળીયાની પોળ
સારંગપુરમાં આવેલી પીતળીયાની પોળમાં હેરીટેજ રહેણાંક મકાનને જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યું હતું.
રાજા મહેતાની પોળ
Ahemdabad કાલુપુરમાં આવેલી રાજા મહેતાની પોળમાં હેરિટેજ વિભાગે હેરિટેજ રહેણાંક મકાન રીસ્ટોર કરવા મંજુરી આપી હતી. તેના સ્થાને વેપારી મકાન બની ગયું હતું. આજદિન સુધી કોઈ કાર્યવાહી કરાવી શકતા નથી.
હાજા પટેલની પોળ
હાજા પટેલની પોળ તૂટી રહી છે. જૂના મકાનો તોડીને શોપિંગ કોમ્પ્લેક્સો બનાવી રહ્યા છે. મૂળ નિવાસી સ્થાનિક અમદાવાદી ઝઝૂમી રહ્યો છે. હવે પોળમાં માત્ર તેવા લોકો જ રહી ગયા છે જેઓ પોળનું મકાન છોડીને બીજે પોતાનું ખરીદવાને સક્ષમ નથી.
ઘાંચીની પોળ
ઘાંચીની પોળમાં હેરિટેજ 3 મકાનો તોડી અને કોર્મશિયલ બિલ્ડીંગ બનાવી દેવાયા હતા.
મંજૂરીએ વિનાશ વેર્યો
શહેરના હેરિટેજ સ્મારકો અને ઇમારતોના સમારકામ અને રિસ્ટોરેશનની મંજૂરી માટે 3 વર્ષથી સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરી તેથી હાલત ખરાબ થઈ છે. તેના નિયમો હળવા કરી દીધા હતા.
માલિકીનાં પુરાવામાં ફેરફાર કરવા અને બાંહેધરી પત્ર માટે રૂ.300 ફી છે. પ્લાન પાસ કરવા માટે ઊંચી ફી માફ કરી દીધી હતી. અમદાવાદ વર્લ્ડ હેરિટેજ ટ્રસ્ટ દ્વારા 300 મકાનો રીસ્ટોર કરવા અંગે ડોક્યુમેન્ટેશનની કામગીરી અંતર્ગત જે નકશા તૈયાર કરવામા આવ્યા છે તે મફતમાં આપવામાં આવે છે. જેનો ઉપયોગ પ્લાન પાસિંગમાં કરાય છે.
ઉચ્ચ અધિકારીની રહેમનજર હેઠળ જ ઐતિહાસિક વારસો તૂટતો જાય છે. હેરિટેજ ખાનગી મિલકતોને ટેગ મારવામાં આવતી હતી. મોટાભાગની પોળોના હેરિટેજ મૂલ્યની ટેગ ધરાવતા મકાનો તૂટી ગયા છે. ટી ગર્ડર પર બની રહ્યા છે. ઐતિહાસિક વારસો તૂટતો જાય છે તેને બચાવવા જે તે વિસ્તારના TDO ઇન્સ્પેક્ટર સામે પગલાં ભરવા જોઈએ.
600 મકાન જોખમી
2019ના સર્વે પ્રમાણે 600થી વધુ હેરિટેજ ઇમારતો સામે જોખમ હતી. મકાનો મરામતના અભાવે જોખમી બની ગયા હતા. હવે તે વધીને 2025માં 1 હજારથી વધારે હોઈ શકે છે. કેટલીક પોળોમાં તો વેપારીઓના માલસામાન મૂકવામાં આવે છે. (ક્રમશઃ)