ગુજરાત સરકારના 33 ટકા મહિલા અનામતનો વિવાદ માથુ ઉચકી રહ્યો છે. આ મુદ્દે નીતિન ભાઈ પટેલે કોન્ફ્રન્સ પણ કરી છે પરંતુ મુદ્દાથી ભટકીને કોંગ્રેસ પર વરસી પડ્યા હતા. આને લઈને સરકાર તરફથી ડે. સીએમ નીતિન પટેલ અને રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ગુરૂવારે સાંજે પાટીદાર, બ્રાહ્મણ અને ક્ષત્રિય સહિતના 12થી વધારે આગેવાનો મહિલા ઉમેદવારો અને સરકાર વચ્ચે સચિવાયલમાં બેઠક મળી હતી.
આ બેઠક અઢી કલાક સુધી ચાલી હતી. જોકે, બેઠકમાં કોઈ જ નિષ્કર્ષ નિકળ્યો ન હોવાથી સત્યાગ્રહ છાવણીમાં આંદોલન યથાવત રહેવાની જાહેરાત થઈ હતી. આ બાબતે આજે એટલે કે, શુક્રવારે એક વખત ફરીથી નીતિન ભાઈ પટેલ મીડિયા સામે આવ્યા. બિનઅનામત સમાજના ગંભીર મુદ્દા વિશેની બધી જ જવાબદારી તેમને સીધે-સીધી મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપર નાખી દીધી હતી. મીડિયાને નીતિન પટેલે કહ્યું કે, “અમે મુખ્યમંત્રીને આ બાબતે રજૂઆતો પહોંચાડીશું. આ મુદ્દા ખુબ જ ગંભીર છે પરંતુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી યોગ્ય નિર્ણય લેશે.”
પ્રેસ કોન્ફ્રન્સમાં પણ તેમને પોતાના હાથ ઉંચા કરી દીધા હતા અને અનામત અને બિન અનામતના મુદ્દાને લઈને ફાઈનલ નિર્ણયને લટકતો રાખ્યો હતો. LRDની ભરતીમાં અનામત મુદ્દો સરકારના ગળામાં હાડકાની જેમ ફસાઈ ગઈ છે. અનામત અને બિન અનામત વર્ગના ઉમેદવારોએ ગાંધીનગરમાં સામ-સામે આંદોલન છેડ્યું છે. તેવામાં હવે મામલો એવો તો ઉંચવાયો છે કે, સરકારે સુધારા સાથે પરિપત્ર કરવાનું ટાળ્યું છે.