373 કરોડનું ટેન્ડર બહાર પાડીને ખર્ચ કરવામા આવ્યો. પરંતુ આજે પણ હાફેશ્વ્રર પાણી પુરવઠા યોજના માંથી એકપણ ટીપુ પાણી પ્રજા સુધી પહોચ્યુ નથી.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વ્રર પાણી પુરવઠા યોજના મા 2008 મા 132 ગામો ને નર્મદાનું પીવાનુ પાણી પુરુ પાડવા માટે 121 કરોડના ખર્ચે નર્મદા માથી પાણી લઈને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવાની હતી. જેમા ચોસઠ કરોડનો ખર્ચ કર્યા પછી આ યોજના આજે પણ અધૂરી છે જ્યારે નવુ ટેન્ડર 2016-17 મા તત્કાલીન મુખ્ય મંત્રી એ છોટાઉદેપુર ખાતે જાહેરાત કરતા 373 કરોડનું ટેન્ડર બહાર પાડીને ખર્ચ કરવામા આવ્યો. પરંતુ આજે પણ હાફેશ્વ્રર પાણી પુરવઠા યોજના માંથી એકપણ ટીપુ પાણી પ્રજા સુધી પહોચ્યુ નથી.
મોહનસિઁહ રાઠવા ધારાસભ્ય છોટાઉદેપુર ના જણાવ્યા મુજબ નવ વર્ષ થી હાફેશ્વર પાણી પુરવઠા યોજના નું ખાધ મુહૂર્ત કરાયું હતુઁ પ્રજાના ટેક્ષ ના નાંણા થી વિકાસના કામો કરતી સરકાર 2008 થી 2018 સુધી હાફેશ્વર પાણી પુરવઠા યોજનામા 121 કરોડ માથી 64 કરોડ ખર્ચીને કામ બંધ કરી દીધુ છે બબ્બેવાર પાઇપ લાઇન દાબીને ખેડૂતો ના પાક ને નુકસાન કર્યુ છે આજદિન સુધી પ્રજાને એકેય ટીપું પીવાનુ પાણી મળ્યુ નથી વિકાસશીલ ગુજરાત અને ડિજિટલ ઇન્ડિયા ની વાતો કરતી સરકાર પ્રજાને પાણી આપવામા નિષ્ફળ રહી છે સરકાર પ્રજા ના નાંણા વેડફી ને આદિવાસીઓને છેતરવા નું કામ કરી રહી છે નવું ટેન્ડર બહાર પાડી જૂના ટેન્ડર નું કામ અધુરુ મૂકી ભસ્ટ્રાચારી કોન્ટ્રાક્ટરો ને બચાવે છે
ફોટો લાઇન :- છોટાઉદેપુર થી કવાંટ ના રોડ પર કરોડો રૂપિયા ના ખર્ચે લીધેલી પાઇપો બિનવારસી પડી રહી છે પાણી પુરવઠા વિભાગ પાસે આનો હિસાબ પણ નથી તેની તસવીરો