- ધર્મેન્દ્ર શાહની અધર્મી શાહુકારી
- સુરેન્દ્ર પટેલને ખતમ કરવા દિલ્હીના નેતાઓ ધર્મેન્દ્ર શાહને લાવ્યા હતા
- શાહે મેયરની કચેરીને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો હતો
અમદાવાદ, 9 ઓગસ્ટ 2024
Ahmedabad : અમદાવાદ મહાનગર પાલિકામાં ભાજપના પ્રભારી તથા પ્રદેશ સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહની બંને હોદ્દા પરથી હકાલપટ્ટી 20 જુલાઈ 2024માં કરી દેવામાં આવી હતી.
Ahmedabad: ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે અચાનક હોદ્દા પરથી દૂર કરી દીધા હતા. અમદાવાદ મહાનગર પાલિકાના નવા પ્રભારી તરીકે પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન અને પ્રદેશ મહામંત્રી રજની પટેલની નિમણૂંક કરી હતી.
તેમને હોદ્દા પરથી કેમ દૂર કર્યા તેની ઘણી વિગતો બહાર આવી રહી છે.
તેના રહસ્ય ખુલી રહ્યા છે. તેમાં સૌથી મોટું રહસ્ય તો એ બહાર આવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના ખાસ અને ભાજપના સહકોધાક્ષ્યક રહેલાં પરીંદુ ભગત ઉર્ફે કાકુભાઈની જગ્યાએ ધર્મેન્દ્ર શાહને નરેન્દ્ર મોદીની મંજૂરીથી લાવવામાં આવ્યા હતા. ગૃહ પ્રધાન અમિત શાહની પણ ભલામણ હતી. કારણ કે મોદી, અમિત શાહ અને કાકુભાઈ કોઈ પણ રીતે ભાજપના વફાદાર ખજાનચી સુરેન્દ્ર પટેલે ખતમ કરવા માટે ધર્મેન્દ્ર શાહને અગળ કરવામાં આવતા હતા. સુરેન્દ્ર પટેલ પહેલાં પ્રહલાદ પટેલ અને નટવરલાલા પટેલ ભાજપના ખજાનચી હતા. તેમાં સુરેન્દ્ર પટેલ એક સમયે ગુજરાતના મુખ્ય પ્રધાન બનાવવા માટે પક્ષ દ્વારા વિચારણા કરવામાં આવી હતી. વળી, નરેન્દ્ર મોદી પણ કચ્છના ભૂકંપ વખતે સુરેન્દ્ર કાકાની પાસેથી મદદ લઈ ગયા હતા.
2 ટકા કમિશન
આમ ધર્મેન્દ્ર શાહના ભ્રષ્ટાચારનો પરપોટો ફૂટી ગયો તેની સાથે દિલ્હી ભાજપના નેતાઓનો પણ પરપોટો ફૂટી ગયો છે. પક્ષના આંતરિક વર્તુળો આ ઘટનાને મૂલવે છે. ગુજરાતમાં કોઈ પણ સ્થળે ટેન્ડર પાસ કરાવવું હોય તો 2 ટકા કમિશન પ્રદેશ ભાજપને આપવું પડે છે. તેની ગાંધીનગરની કચેરીની જવાબદારી શાહને સોંપાઈ ત્યારે પણ તેની સામે જાહેરમાં આરોપ મૂકાયા હતા.
જલધારા વોટર પાર્ક
તેના પર શહેરના નાગરિકોની માલિકીનો જલધારા વોટર પાર્ક પધરાવી દેવાનો આરોપ છે. તેમના વિરુદ્ધ અનેક ફરિયાદ પક્ષના ટોચના નેતાઓને કરવામાં આવી હતી. ભ્રષ્ટાચાર પકડાઈ જતાં તેમની હકાલપટ્ટી કરાઈ છે.
મેયરની કચેરીમાં ભ્રષ્ટાચાર
અમદાવાદના મેયરની કચેરીને જ ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધી હતી. તેઓ મહાનગરપાલિકાના પ્રભારી હતા. શહેરના પ્રથમ નાગરિક મેયરની કચેરીની અંદરની ચેમ્બરને પોતાની વ્યક્તિગત ઓફિસ બનાવી દીધી હતી.
મેયરની કચેરીમાં ઠેકેદારોને બોલાવી મોટી રકમ પડાવતાં હતા. ગૂજરાત વિદ્યાપીઠના સાર્થ જોડણીકોશ પ્રમાણે ધર્મેન્દ્રનો અર્થ યમરાજ થાય છે. ધર્મેન્દ્ર ખરા અર્થમાં અમદાવાદ શહેરના યમરાજ બની ગયા હતા.
નબળા મેયર
અમદાવાદના સૌથી નબળા મેયર રહી ચૂકેલા કિરીટ પરમારની કચેરીનો કબજો શાહે લઈ લીધો હતો. અમદાવાદ શહેરના કામો માટે તેમણે ધંધો બનાવી દીધો હતો. રાજકારણને ધંધાની જેમ ચલાવ્યું. મેયરની કચેરી કમીશન લેવાની કચેરી બનાવી દીધી હતી. ઠેકેદાર સાથે અમપાને વેપારી પેઢીની જેમ કામ લેવામાં આવતું હતું.
કિંગ મેકર
મહાનગરપાલિકાની કોઈ બેઠકમાં તે હાજર રહી ન શકે છતાં હાજર રહેતા હતા. તે મ્યુનિસિપલ કમિશનર અને બીજા અધિકારીઓ પર પક્કડ જમાવવા રોફ છાંટતા હતા. અધિકારીઓ પાસે કાયદા વિરુદ્ધ કામ કરાવતાં હતા. તેઓ કિંગ મેકર બનવા તમામ પ્રયત્નો કરતાં હતા. બદલીમાં પણ સીધા આદેશ કરતા હતા. આંતરિક વિવાદ ચાલતો હતો.
કોર્પોરેટર
1995માં કાંકરિયા વોર્ડમાંથી કોર્પોરેટર બનેલા ધર્મેન્દ્ર શાહે તેમના કાર્યકાળ સમયે કાંકરિયા તળાવને રૂ. 89 લાખમાં ખર્ચથી ખોદાવી નાખવા દરખાસ્ત મંજૂર કરી હતી. તે સમયે આ મુદ્દો ખૂબ ચર્ચાસ્પદ બન્યો હતો.
ઔડા
વર્ષ 2010માં તેમને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્યારે પણ અનેક વિવાદાસ્પદ નિર્ણયો લીધા હતા.
પરેશ પટેલ
પ્રદેશ ભાજપના ગાંધીનગર કોબાના કાર્યાલય મંત્રી પરેશ પટેલ ઉર્ફે પરેશ મામાને બઢતીના નામે હટાવી દેવાયા હતા. પરેશ પટેલને કાર્યાલય મંત્રીથી પ્રદેશ મંત્રી બનાવાયા છે. શ્રીનાથ શાહ 25 વર્ષથી એલ. કે. અડવાણીના અંગત મદદનીશ હતા. શ્રીનાથ શાહ કાર્યાલય મંત્રી બનાવાયા છે. આ બનાવ ધર્મેન્દ્ર શાહને હાંકી કઢાયા ત્યારે તે બન્યો હતો. તો શું તેની સાથે પરેશને કોઈ સંબંધો હતા.
સુરેન્દ્ર પટેલ
ભાજપના ખજાનચી સુરેન્દ્ર પટેલ કાકા દાયકાઓથી નાણાકીય વહીવટ કરે છે. 86 વર્ષની ઉંમર થઈ છે. 4 વર્ષ પહેલાં પાર્ટી સુરેન્દ્ર કાકાનો વિકલ્પ ઊભો કરવા ધર્મેન્દ્ર શાહને પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. સાથોસાથ અમદાવાદ મહાનગરના પ્રભારી બનાવ્યા હતા. સુરેન્દ્ર પટેલ ભાજપનું અબજો રૂપિયાનું ભંડોળ એકઠું કર્યું છે. તેમની સામે અમદાવાદની સરદાર પટેલ રીંગ રોડ બન્યો તેમાં ટોલ વેરો લેવાનો ઠેકો આપવાના કૌભાંડમાં તેનું નામ ઉછળ્યું હતું. એકનો અમદાવાદ શહેરમાં અને બીજાનો કચેરીમાં અસહ્ય ત્રાસ હતો.
ટક્કર
અમપામાં વઘારે પડતી દખલગિરી કરવાની શરૂઆત કરતા હતા. ગૃહ પ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના ખાસ ગણાતા હિતેશ બારોટ સાથે શાહને અણબનાવ થયો હતો.
ધર્મેન્દ્ર શાહ પોતે સુરેન્દ્ર પટેલને પૂછ્યા વગર એજન્ડા પરના કામો ફંડ લઈને કરવા લાગ્યા હતા. જેમાં હિતેશ બારોટ અને ધર્મેન્દ્ર શાહ વચ્ચે 2 વર્ષ સુધી ભૂગર્ભ લડાઈ ચાલી હતી.
ધારાસભ્ય બનવું હતું
ધર્મેન્દ્ર શાહને ધારાસભ્ય બનવું હતું. 2014, 2017, 2022ની ચૂંટણીમાં તેમણે નરેન્દ્ર મોદીની બેઠક મણિનગરની ટિકિટ માંગી હતી. જેમાં શાહ અને અમુલ ભટ્ટ સામે આવી ગયા હતા. અમુલ ભટ્ટને ટિકિટ આપવામાં આવી હતી.
અમિત શાહ સામે
અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને એલિસબ્રીજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અમિત શાહ સામે ધર્મેન્દ્ર શાહે કાવાદાવા શરૂ કર્યા હતા. તે અમિત શાહને દુશ્મન બનાવી બેઠા હતા.
ખાડિયા-જમાલપુરમાં પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટને પરેશાન કરવા માટે ઓવેસી પક્ષના સાબીર કાબલીવાલા સાથે મેળાપીપણા કર્યા હતા.
અમિત શાહનો અંધ પ્રેમ
ધર્મેન્દ્ર શાહને ગૃહ પ્રધાન અમિત શાહ ગાઢ પ્રેમ કરતા હતા. ધર્મેન્દ્ર શાહ વધારે ધ્યાન ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આપતા હતા. તેને લઈને ફરિયાદ થઈ હતી. તો સંગઠનલક્ષી કામગીરીમાં પણ તેમની દખલગીરી વધારે હોવાની ફરિયાદ થઈ હતી.
આનંદ ડાગાનો ડાઘ
જૂના ભાગીદાર અને ભાજપના પૂર્વ કોર્પોરેટર આનંદ ડાગા સાથે ગાઢ સંબંધો રહ્યાં હતા. આનંદ ડાગાના પત્ની અને અમપાના કોર્પોરેટર શીતલ ડાગાને દંડક બનાવી દીધા હતા. આનંદ ડાગા સાથે કામોમાં ભાગીદારી કરી હતી.
ગટરનો ગોટાળો
પીરાણામાં બનનારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ બધાના ધ્યાનમાં આવ્યું હતું. જેમાં અમપાની જમીનમાં કરોડો રૂપિયાના ગોટાળા કર્યા હતા. કર્ણાવતી ટેક્સટાઇલ એસોસિએશનને અપાયેલી જમીનમાં નિયમનો ભંગ કરીને જમીન આપી હતી. અમદાવાદ ટેક્સટાઇલ એન્ડ સ્ક્રીન એસોસિએશનને દાણીલીમડાની જમીનની સામે પીરાણામાં જમીન આપી હતી. તે જમીનના ભાવ ફેરના રૂ.10 કરોડ લેવાના થતાં હતા. જે નિયમ કર્ણાવતી એસોસિએશન માટે થતો હતો.
પ્રદૂષિત પાણી
બહેરામપુરામાં કાપડ એકમો માટે એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ખાસ વ્યક્તિને લાભ કરાવવા અમપાને રૂ.100 કરોડ નુકશાન થયું છે.
શાહની શાક બજાર
2000થી 2005માં ધર્મેન્દ્ર શાહ અમપાના વિપક્ષી નેતા હતા.
ધર્મેન્દ્ર શાહની મહેરબાનીથી કાલુપુર ચોખા બજારની નજીક આવેલા કાલુપુર શાક બજાર પાસેના અમપાની માલિકીના પ્લોટમાં કાલુપુર એકતા શાક માર્કેટ બની ગઈ હતી. લઘુમતી કોમના એક વગદાર વ્યક્તિ સાથેની મિલીભગતથી કાલુપુર એકતા શાકમાર્કેટ ઉભી કરવા મદદ અને ભાગીદારી કરી હતી.
TP -14, FP – 1, 2, 3, 4, 5માં મોતીલાલ હીરા મિલ નજીક આવેલા 5 હજાર ચો.મી.ના પ્લોટમાં 20 વર્ષથી ગેરકાયદે કબજો જમાવીને એકતા શાક બજાર ઊભું છે. ભૂતકાળમાં કાલુપુર શાક માર્કેટ અને એકતા શાક માર્કેટ વચ્ચે આવેલા રસ્તા પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી ધર્મેન્દ્ર શાહે અટકાવી દીધી હતી. એકતા શાકમાર્કેટમાં શાકભાજી, ફળના હોલસેલ અને છૂટક વેપારી ધંધો કરી રહ્યા છે. શાકભાજીના 500 વેપારીઓના થડા છે.
ઘમંડી સ્વભાવ
શાહ દરેક સાથે ઉદ્ધત વર્તન કરતા હતા. જે ભાજપના 90 ટકા ટોચના નેતાની ખામી પણ છે. તોછડો સ્વભાવ લોકોને પસંદ ન આવ્યો. તેઓ સતત વિવાદમાં રહેતા હતા. ધર્મેન્દ્ર શાહે ચારેબાજુ વિરોધીઓ ઊભા કરી દીધા હતા.
નીતિ બની અનીતિ
ધર્મેન્દ્ર શાહને પાટીલ અને મોદીએ પ્રભારી બનાવ્યા બાદ ટેન્ડર આપવામાં ફરેફર કર્યો હતો. કંપનીઓને ટેન્ડર સોંપાયા બાદ તેમાં ખડી સમિતિના એજન્ડામાં નોંધ રહેતી હતી કે જો કંપનીની કામગીરી યોગ્ય હશે તો ફરી એક વર્ષ માટે ટેન્ડર ચાલુ રાખવામાં આવશે. પણ હવે તેમ થતું ન હતું.
વિપક્ષ
વિપક્ષે આરોપ લગાવ્યા હતા કે, ધર્મેન્દ્ર શાહના શાસનમાં મેયરની એન્ટિ ચેમ્બરમાં બેસીને રૂ. 500 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. કમિશનર અને મેયર કરતાં વધારે સત્તા ભોગવતા હોય તે પ્રકારે કોઇ પણ કોન્ટ્રાક્ટ કમિશન વિના પાસ થતો ન હતો.
કામોની તપાસ કરો
ધર્મેન્દ્ર શાહના શાસનમાં મંજુર થયેલા તમામ કામોની નિષ્પક્ષ તપાસ કરાવવાની વિપક્ષના નેતાઓએ માગણી કરી છે. ધર્મેન્દ્ર શાહના સત્તા કાળમાં કચરો ઉપાડવા, બસ, માર્ગ, પુલના ઠેકામાં ભ્રષ્ટાચારની પદ્ધતિ ઉભી થઈ હતી. ઠેકેદારો પાસેથી પાસેથી પક્ષના ભંડોળ માટે 10 ટકા રકમ લેવામાં આવતું હતું.
અમદાવાદ મહાનગર પાલિકાના ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર શાહે મેયરની ઓફિસમાં એન્ટી ચેમ્બરમાં બેસી 500 કરોડથી વધારેનો ભ્રષ્ટાચાર આચર્યાનો કોંગ્રેસે આક્ષેપો લગાવ્યા હતા.
મ્યુનિસિપલ કમિશનર અને મેયર કરતાં વધારે પાવર હોવાથી કચરોનો કોન્ટ્રાક્ટ હોય, બસનો કોન્ટ્રાક્ટ, રોડ-બ્રિજના કોન્ટ્રાક્ટ સહિતના કોઈપણ કોન્ટ્રાક્ટ હોય, કમિશન વિના કોન્ટ્રાક્ટ પાસ થતો ન હતો.
મોદીનું નામ લીધા વગર કહ્યું હતું કે, દિલ્હીના સીધા આશીવાદ હોવાથી સુનિયોજિત રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરમાં કોન્ટ્રાક્ટની કટકીને લીધે ખરાબ માર્ગો વારંવાર તૂટી જાય છે. તે માટે મોટા પાયે કટકી-ભ્રષ્ટાચાર જવાબદાર છે.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહે આક્ષેપ કર્યો હતો કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા અમદાવાદના વિકાસ માટે 5000 કરોડ રૂપિયા આપ્યા હતા. જેમાંથી 900 કરોડ રૂપિયા તો માત્ર વરસાદી પાણી અને ડ્રેનેજ માટે વપરાયા હતા. 900 કરોડ રૂપિયા ક્યાં ગયા?
સેવાસદન – મેવાસદન
રાજ્યમાં 30 વર્ષથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મનપામાં ભાજપનું રાજ છે. ભાજપ રાજમાં જાણે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે. ગુજરાતના સેવાસદન આજે ભાજપ માટે સેવાસદન બન્યા છે.
ભ્રષ્ટાચારનો પુલ
હાટકેશ્વર પુલ હલકી ગુણવત્તાના કારણે ત્રણ વર્ષથી ઉપયોગમાં લેવાતો નથી. તોડવો પડે તેમ છે. પ્રજાના વેરાના નાણાં વેડફાયા છે. હાટકેશ્વર પુલ ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયો છે.
50 લાખની લાંચ
અમપામાં રૂ. 50 લાખની લાંચ માંગવામાં આવી હતી. રૂ. 20 લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયેલા હર્ષદ ભોજક સાથે સાંઠગાંઠ ધરાવનારાઓને શોધી કાઢવા ચાલુ ન્યાયમૂર્તિ દ્વારા તપાસ કરાવવા માગણી કરવામાં આવી હતી.
તપાસ કરો
કોન્ટ્રાક્ટરો દ્વારા ભાજપના કયા નેતાના ખાતામાં કેટલા રૂપિયા જમા કરાવ્યા હતા તે તપાસ કરાવડાવો. આવકવેરા વિભાગ દ્વારા આવકની તપાસ કરાવો. ભાજપ સાગઠીયા અને ભોજકને પકડે છે. એનાકોન્ડા, વ્હેલ માછલી, સફેદ હાથી, ગેંડા પકડવામાં આવતા નથી.
ટાઉનપ્લાન કૌભાંડ
પ્લાન પાસ કરાવવા એ અભિમન્યુના કોઠા જેવું બની ગયું છે. બાંધકામ થયા પછી BU પરમીશન માટે ફ્લેટ દીઠ રૂપિયા ચુકવવા પડે છે.
બસના ઠેકા
શહેરી બસ અને બીઆરટીમાં ઉંચા ભાવે ઠેકો આપીને અમપાને કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે.