હાલમાં સોશિયલ મીડિયામાં(Social Media) એવી અફવાએ વેગ પકડયો છે કે શરદી ખાંસી કે ઉધરસ હોય તો મનપા કોરોના(Corona)માં ખપાવી દે છે. આ બાબતે મનપા(SMC) કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે લોકો આવી અફવા ફેલાવવાનું બંધ કરે. ખાસ કરીને કતારગામ અને વરાછા ઝોનમાં આવી અફવા સોશીયલ મીડીયામાં બહુ મોટાપાયે અફવાઓ ચાલી રહી છે. પરંતુ ખોટી રીતે કોઈને પણ હોસ્પિટલ(Hospital)માં ભરતી કરવામાં આવતા નથી. જેનો રિપોર્ટ પોઝિટિવ આવે તેને જ માત્ર ભરતી કરવામાં આવે છે. જે લોકો આવી અફવા ફેલાવે છે તેઓએ એ પણ આવી અફવા ફેલાવતા પહેલા વિચારવું જોઈએ. વધુમાં કહ્યું હતું કે હાલમાં શરદી ખાંસી કે તાવ ને નોર્મલ લેવાના બદલે ગંભીરતાથી લેવું જરૂરી છે. જે લોકોના રિપોર્ટ નેગેટિવ આવે છે તેને ગાઇડલાઇન મુજબ રાખવામાં આવે છે અને જો બાદમાં કોઈ લક્ષણ ન હોય તો રજા આપી દેવામાં આવે છે. લોકોને આવી અફવાઓથી દૂર રહેવા કમિશનરે અપીલ કરી હતી.
શહેરમાં હવે કતારગામ કોરોનાનું હબ બની ગયું છે. રોજ રોજ અન્ય ઝોનથી વધુ પોઝિટિવ કેસ કતારગામ ઝોનમાં નોંધાઇ રહયા છે. તેમાં પણ હવે ચાલુ થયેલા ડાયમંડ યુનિટોને કારણે રત્નકલાકારોને રોજગારી તો મળી છે. પરંતુ કોરોનાનું સંક્રમણ પણ રત્નકલાકારોમાં વધી રહયું છે. હાલમાં રોજ રોજ જે કેસ મળી કતારગામ ઝોનમાં મળી રહયા છે. તેમાં 50 ટકા કેસ તો રત્નકલાકારો જ કે પછી તેની સાથે સબંધિત લોકો જ હોય છે. રત્નકલાકારોના પરિવારજનોમાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે જે મોટી ચિંતાનો વિષય છે. ત્યારે મનપા કમિશનરે ડાયમડં યુનિટોના સંચાલકોને અપિલ કરી છે કે, મનપાના અધિકારીઓ તમામ ડાયમંડ યુનિટોની અંદર જઇ ચેકીંગ નહી કરી શકે, પરંતુ સંચાલકો સ્વંય નૈતિક જવાબદારી સ્વિકારીને રત્નકલાકારો કે અન્ય સ્ટાફમાં ચેપ ના ફેલાય તે માટે તમામ નિયમોનું ચુસ્ત પાલન કરે તે જરૂરી છે.