કોરોના વાયરસે હાલ સમગ્ર દેશમાં સનસની મચાવી દીધી છે, તે જોતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો નવા નવા વિચારો સાથે આ વાયરસને ફેલાતો કઈ રીતે રોકી શકાય તેના પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે હવે બાબતે લાગે છે કે, મહારાષ્ટ્ર સરકાર થોડી વધારે પડતી જ ગંભીર જણાતી હોય તેમ, નસેડીઓ માટે મોકળો માર્ગ કરી આપ્યો છે.
મહારાષ્ટ્રના પોલીસ અધિક ડાયરેક્ટર જનરલ વિનય કરગાંવકરે આ સંબંધિત એક સર્કુલર પણ જાહેર કર્યું છે. આ આદેશમાં જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના રસ્તાઓ પર ગાડી ચલાવતા લોકોને હવે દારૂની તપાસ કરતા બ્રેથ એનાલાઈઝર ટેસ્ટીંગ કરવું નહીં, આ નિર્ણય કોરોના વાયરસને ધ્યાને રાખી લેવામાં આવ્યો છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પરિસ્થિતી સામાન્ય થતાં ફરી પાછુ તપાસ શરૂ થઈ જશે.