ભાગ 1 અમદાવાદ, 2 સપ્ટેમ્બર 2023
દિલીપ પટેલ દ્વારા
Dudh Sagar Dairy દૂધ સાગર ડેરી કે જેનું દૂધ સમગ્ર દેશમાં ચાહના ધરાવે છે. પણ રાજકારણમાં ડેરી દેશભરમાં વગોવાઈ ગઈ છે. મહેસાણાના ભાજપના નેતાઓએ વિપુલ ચૌધરીને ખતમ કરવા અને મહેસાણાનો રાજકીય સંપૂર્ણ કબજો કરવા માટે ડેરીને ખતમ કરી રહ્યાં છે. સફેદ દૂધના ધંધાને કાળા કામોમાં ભાજપના નેતાઓએ ફેરવી નાંખ્યો છે.
દૂધસાગર ડેરી દ્વારા બનાવવામાં આવેલા 620 મેટ્રિક ટન ઘીમાં પામ ઓઇલની ભેળસેળ કરવામાં આવી હતી. દૂધસાગર ડેરી દ્વારા કરવામાં આવેલા 118ની બેચમાં 16% પામે ઓઇલ ભેળવવામાં આવ્યું હતું. બીજું 522 મેટ્રિક ટન ઘી ડેરીના ગોડાઉનમાં હતું. દૂકાનોમાં આનાથી વધારે જથ્થો હતો તે પરત ખેંચવામાં આવ્યો ન હતો.
આમ મહેસાણા અને ગુજરાતની પ્રજા 2 હજાર ટન 20 લાખ કિલો ઘી ખાઈ ગયા હતા. લોકો આજે પણ એ દિવસો યાદ કરે છે. કારણ કે બનાવટી ઘી પશુચારા તરીકે વેચવામાં આવ્યું હતું. પણ તે ઘી તો મીઠાઈના વેપારીઓ એક કિલોના રૂ.225ના ભાવે લઈ ગયા હતા. બે વર્ષ પહેલાં ભેળસેળ વાળી ઘીની મીઠાઈ બનાવીને લોકો ખાઈ ગયા હતા.
ગુજરાતની પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરવાનો આ સૌથી મોટો ગુનો હતો. સત્તાળાઓની બેદરકારી હતી. ગુજરાતના ખોરાક અને ઔષધ કમિશિનર એચ. જી. કોશિયા તેના માટે સૌથી વધારે જવાબદાર છે. તેઓ નિવૃત્ત થઈ ગયા હોવા છતાં ભાજપના કારણે નોકરી આજે પણ ચાલુ છે.
બીજા કોઈ જવાબદાર હોય તો તે વિપુલ ચૌધરી અને પૂર્વ આરોગ્ય પ્રધાન નિતિન પટેલ છે.
ભાજપના ભ્રષ્ટાચાર એટલા છે કે કોંગ્રેસને પાછળ રાખી દીધી છે.
Dudh Sagar Dairy વિપુલ ચૌધરી અને તેની ટોળીને ખસેડવા માટે અશોક ચૌધરીનું પ્યાદું ઊભું કરાયું હતું. સારા વહીવટ માટે અશોક ચૌધરીએ સત્તા કબજે કરી હતી. હવે તેઓ અને ભૂપેન્દ્ર પટેલ પોતે ડેરીને ખાડે નાંખી રહ્યાં છે.2023માં સ્થિતી એવી આવીને ઊભી છે કે, ડેરીનું તંત્ર ખાડે ગયું છે. તેના ચેરમેનની મુદત પૂરી થઈ હોવા છતાં બે મહિનાથી ભૂપેન્દ્ર પટેલની સરકાર ચેરમેનની નિયુક્તિ માટે ચૂંટણી જાહેર કરતાં નથી.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. Satyadaynews
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube