કોંગ્રેસને ટેકો આપવા મહેસાણાની દૂધસાગર ડેરીના સત્તાધીશો ખુલીને બહાર આવ્યા છે. દૂધસાગર ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર કોંગ્રેસમાં જોડાયા છે. દૂધ ઉત્પાદકોએ વિસનગરમાં કોંગ્રેસને ટેકો આપ્યો છે. દૂધસાગર ડેરીએ વિસનગરમાં દૂધ ઉત્પાદકોને કોંગ્રેસ તરફી મતદાન કરવા આહ્વાન કર્યું છે. દૂધસાગર ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર અને મોંઘજી ચૌધરી સહિત દૂધ ઉત્પાદકો મોટી સંખ્યામાં પાટીદાર વાડીમાં હાજર રહ્યા.
જ્યાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ સહિત કોંગ્રેસના હોદ્દેદારોએ હાજરી આપી હતી. રાજીવ સાતવે આક્ષેપ કર્યો કે બે મહિના બાદ વિજય રૂપાણી ગુજરાતના સીએમ નહીં રહે. જ્યારે કે બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે દાવો કર્યો છે કે નારાજ અલ્પેશ ઠાકોરને મનાવી લેવામાં આવશે. કોંગ્રેસ મોવડી મંડળ અલ્પેશને મનાવી લેશે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં છે અને રહેશે. તેઓ મતદારોને દગો નહિ આપે.