Dudhsagar: દૂધસાગર ડેરી દ્વારા બનાવવામાં આવેલા 620 મેટ્રિક ટન ઘીમાં પામ ઓઇલની ભેળસેળ કરવામાં આવી હતી. આરોપીઓ છૂટા ફરી રહ્યાં છે. નમૂનામાં Acetylated mono અને Diglycerideની ભેળસેળ મળી આવી હતી.
દિલીપ પટેલ દ્વારા
એસીટીલેટેડ મોનોગ્લિસરાઈડ એ ચરબી અને તેલમાંથી બનેલા મોનોગ્લિસરાઈડ્સનું એસિટિક એસિડ એસ્ટર છે. ઉત્પાદન પારદર્શક છે, જેમાં આછો પીળો તેલયુક્ત રંગ છે. તે સામાન્ય રીતે ઠંડા અને ગરમ પાણીમાં અદ્રાવ્ય અને ખાદ્ય તેલ અને ચરબીમાં દ્રાવ્ય હોય છે.
Diglyceride અથવા diacylglycerol બે ફેટી એસિડ સાંકળોનો બનેલો ગ્લિસરાઈડ છે. ડીએજી સર્ફેક્ટન્ટ તરીકે કાર્ય કરી શકે છે અને સામાન્ય રીતે પ્રોસેસ્ડ ફૂડ્સમાં ઇમલ્સિફાયર તરીકે ઉપયોગમાં લેવાય છે. તેલની ચરબીના અવેજી તરીકે વાપરે છે. તેમની શરીરમાં ચરબીના સંચયને દબાવવાની ક્ષમતા છે. જાપાનમાં મોટાપ્રમાણમાં વેચાય છે. જે બીજ તેલમાં 1થી 6% સુધી હોય છે. કપાસિયા તેલમાં 10% સુધી હોય છે. આ માટેનો કાચો માલ વનસ્પતિ તેલ અથવા પશુ ચરબીમાંથી મેળવાય છે. બેકરી ઉત્પાદનો, પીણા, આઈસ્ક્રીમ, પીનટ બટર, ચ્યુઈંગ ગમ, શોર્ટનિંગ, વ્હીપ્ડ ટોપિંગ, માર્જરિન, કન્ફેક્શન્સ અને કેટલાક નાસ્તામાં વપરાય છે. પણ મહેસાણામાં ઘીમાં તે નાંખવામાં આવતું હતું.
મોનોગ્લિસરાઈડ્સ શું છે અને શું તે સુરક્ષિત છે?
મોનોગ્લિસરાઈડ્સ કેટલાક ખોરાકમાં કુદરતી રીતે જોવા મળે છે અને ટેક્સચર, ગુણવત્તા અને શેલ્ફ લાઇફને સુધારવા માટે અન્યમાં ઉમેરવામાં આવે છે. ફૂડ એડિટિવ તરીકે, મોનોગ્લિસરાઈડ્સ સલામત માનવામાં આવે છે. ગ્લિસરોલ અને ફેટી એસિડ સાંકળથી બનેલા છે. ચરબીનો એક પ્રકાર છે. મોનોગ્લિસરાઈડ્સમાં ઓછી માત્રામાં ટ્રાન્સ ચરબી છે.
છોડ, પ્રાણીની ચરબી અને તેલમાંથી કાઢવામાં આવે છે અને તેનો ઉપયોગ ખોરાકના ઉમેરણો તરીકે થાય છે. મોનોગ્લિસરાઈડ્સ અને ડિગ્લિસરાઈડ્સ પાણી અને તેલને અલગ થતા અટકાવે છે. 2017 સુધીમાં, યુનાઇટેડ સ્ટેટ્સમાં ખાદ્ય ઉદ્યોગ દ્વારા ઉપયોગમાં લેવાતા લગભગ 70 ટકા ઇમલ્સિફાયર મોનોગ્લિસેરાઇડ્સ અને ડિગ્લિસરાઇડ્સ છે.
ઉત્પાદકો પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ફૂડમાં ઇમલ્સિફાયર ઉમેરે છે.
ખોરાકને જાકરવા, કણક મજબૂત કરવા, ખોરાકને સ્વાદ આપવવા, ખોરાકનો સ્વાદ વધારવા, ભેજવાળા ખોરાક અને કેન્ડીમાં સ્ટીકીનેસ ઘટાડવામાં મદદ કરે છે. બ્રેડ, નકલી માખણ, નકલી ઘી, કોફી ક્રીમર, વ્હાઇટનર, કૂકીઝ, કેક, બિસ્કિટ, ક્રોસન્ટ્સ, પાઈ, મેયોનેઝ, અખરોટનું માખણ, કેન્ડી અને ચ્યુઇંગ ગમ, આઈસ્ક્રીમ, ઠરી ગયેલો ખોરાક, માંસ અવેજી, કેટલાક પ્રોસેસ્ડ મીટ, ખાસ કરીને સોસેજ અને મીટલોફમાં વપરાય છે.