ગુજરાતમાં આજ રોજ રાત્રે 10-30 વાગ્યે ભુકંપનો આંચકો અનુભવાયો છે. અંબાજી, હિંમત નગર, અરવલ્લી, ખેડબહ્મા અને ઈડર સહિત રાજસ્થાન તેમજ માઉન્ટ આબુમા પણ આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્રબીંદું પાલનપુરથી 31 કિલોમિટર દુર નોંધાયુ છે. ગુજરાતમાં 4 ની તીવ્રતાના ભૂકંપે 10 સેકન્ડ સુધી ગુજરાતની ધરતીને ધ્રુજાવી દીધી. જો કે હાલ કોઈ જાનાહાની સર્જાઈ નથી. આ આંચકાની અસર અમદાવાદ તેમજ જુહાપુર જેવા વિસ્તારમાં વર્તાઈ છે.
