તાલાળામાં સતત ત્રીજી વખત ભૂકંપનો આંચકો અનુભવવાયો છે. ભૂકંપના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. સામાન્ય ધ્રુજારીથી લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ગઇકાલે પણ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આપ્યા હતા.
બે દિવસ અગાઉ પણ ગીર સોમનાથમાં આવેલા તાલાળામાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં હાહાકાર મચ્યો હતો. ગીર સોમનાથના તાલાળામાં મોડી રાતે અચાનક ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઉંઘમાંથી ઉઠ્યા હતા અને ઘરની બહાર નીકળ્યા હતા. ભૂંકપની જાણ સમગ્ર વિસ્તારમાં થતા ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો. લોકો ઘરમાંથી દોડીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. તો રિક્ટર સ્કેલ પર ભૂકંપનો આંચકાની તીવ્રતા 3.5 નોંધાઈ હતી. એટલું જ નહીં તાલાળાથી 16 કિલોમીટર દૂર ભૂકંપનું એપીસેન્ટર નોંધાયુ હતું.
મહત્વનું છે કે, છેલ્લા બે મહિનામાં આ પ્રકારના ભૂકંપના આંચકા અનેક વખત અનુભવાયા છે. જેને લઈને ક્યાંકને ક્યાંક લોકોમાં ભયનો માહોલ છે.