રાજ્યના કાયદાના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા મોકૂફ કરવા હાઈકોર્ટમાં પિટીશન કરાઈ હતી. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત કરાઈ હતી, જે મુજબ રાજ્યમાં હાલ કોરોનાકાળમાં પરીક્ષા લેવી યોગ્ય નહીં હોવાની રજૂઆત કરાઈ હતી.ગુજરાતમાં હજુ યુવાનોમાં રસીકરણ નથી થયાની તેમજ પરીક્ષાને લીધે વધુ વિદ્યાર્થીઓ ચેપગ્રસ્ત થવાની રજૂઆત કરાઈ હતી. આ મુદ્દે હાઈકોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા તેમજ ગુજરાત યુનિવર્સિટીને નોટિસ પાઠવી હતી. કેસની વધુ સુનાવણી સાતમી જૂને હાથ ધરાશે.
