રાજયના ૯૨ લાખ વીજ ગ્રાહકોને લોકડાઉનના સમય ગાળા દરમિયાન ૧૦૦ યુનિટનાં વીજ વપરાશમાં માફી આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યા બાદ આજસુધી પરીપત્ર જાહેર કરવામાં નહી આવતા દક્ષિણ ગુજરાતના વીજ ગ્રાહકોની એક સાથે ચાર મહિનાના બિલ ફટકારવામાં આવતા ભારે ઉહાપોહ મચી ગયો હતો.
દરમિયાન આજે ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ દ્વારા રહેણાંક વિસ્તારનાં 32 લાખ વીજ ગ્રાહકોને વીજ બિલમાં રાહત આપવાનો પરીપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. અલબત હજુ વાણિજય વીજ જોડાણો માટે આપવાની રાહતનો કોઈ પરીપત્ર જાહેર થયો નથી.
કેવી રીતે વીજબિલમાં રાહત મળશે
રાજયનાં લોકડાઉનના સમયગાળા ગુજરાત આત્મનિર્ભર પેકેજ હેઠળ રહેણાંક વિસ્તારના વીજ જોડાણ ધરાવતા જે ગ્રાહકોનો માસિક વપરાશ ૨૦૦ યુનિટ કરતા ઓછો હોય તેઓને ૧૦૦ યુનિટ વીજવપરાશમાં માફી આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જે અંગે આજ રોજ રાજયનાં ઉર્જા અને પેટ્રોલિયમ નિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી જણાવવામાં આવ્યું હતું કે, રહેણાંકના વીજ ગ્રાહકોનાં લોકડાઉન પહેલાનું છેલ્લુ રીડિંગ અને ત્યારબાદ પ્રથમ મીટર રીડીંગના તફાવતને પ્રતિદિન વીજ વપરાશમાં ગણતરી કરીને ૩૦ દિવસથી ગુણીને જો વીજવપરાશના ૨૦૦ યુનિટ અથવા તો તેનાથી ઓછો હોય તો તે વીજ ગ્રાહક એક વખતની રાહતની પાત્રતા આપવામાં તેમ સમજીને મહત્તમ ૧૦૦ યુનિટ તથા એક માસના ફિકસ્ડ ચાર્જની માફી મળવાપાત્ર થશે. જેનો લાભ ગ્રાહકોને હવે પછીના બિલમાં મળશે.
કોમર્શિયલ વીજ જોડાણ ધરાવનાર માટે કોઈ રાહતની જાહેરાત કરવામાં આવી નથી.
રહેણાંકના વીજ ગ્રાહકોને આગામી બિલમાં મળવાપાત્ર રાહતનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ હજુ કોમર્શિયલ વીજ જોડાણ ધરાવનારને ઈલેકટ્રિક ડયુટીમાં જે રાહત આપવાની વિગતો જાહેર કરવામાં આવી આવી છે તે અંગે સરકારે હજુ પરિપત્ર જાહેર કર્યો નહી હોવાથી તેનો લાભ સંબંધિત ગ્રાહકોને કયારે મળશે? તે બાબત અનિર્ણીત બની રહી છે.