રાજ્યમાં કોરોના વાયરસના ખૂબ ઘાતક માનવામાં આવતા ઓમિક્રોન વેરિઅન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાથી આવેલા જામનગરના 72 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ વૃદ્ધાના રિપોર્ટમાં ઓમિક્રોનની હાજરી હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. હાલ જામનગરની ગુરુ ગોવિંદસિંહ હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકાનો ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા જામનગરના મોરકડા ગામના 72 વર્ષીય વૃદ્ધે ગળામાં ખરોચની ફરિયાદ કરી હતી. જે બાદમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
વૃદ્ધ હાઈસિસ્કવાળા દેશમાંથી આવ્યા હોવાથી તેમનું સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે પુણે મોકલવામાં આવ્યું હતું. તે સમયે વૃદ્ધને સારવાર માટે જી.જી.હૉસ્પિટલના અલગ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે વૃદ્ધનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતા જામનગરમાં ડરનો માહોલ ઉભો થયો છે.