રાજ્યમાં અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષાનાં પ્રશ્નપત્ર લીક થવાને કારણે સરકાર જાણે ઊંધમાંથી સફાળી જાગી ગઇ હોય તેમ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું મોનીટરિંગ પર પણ મુખ્યમંત્રી કાર્યાલય નજર રાખશે. આવી માહિતી અમને આધારભૂત સૂત્રો પાસેથી મળી છે. નોંધીનીય છે કે રાજ્યમાં આ વખતે માધ્યમિક શિક્ષક માટેની ટાટ પરીક્ષા અને તે પછી લોકરક્ષક દળની પરીક્ષાનનું પ્રશ્નપત્ર લીક થતાં ઘણો હોબાળો મચ્યો હતો. હાલ લોકરક્ષક દળની લીક પેપરની તપાસ ચાલી રહી છે.
બોર્ડની પરીક્ષામાં કોઇપણ લૂપ ન આવે તે માટે અત્યારથી જ તૈયારીઓ થઇ રહી છે. રોજેરોજ સીએમ કાર્યલયમાં રિપોર્ટ રજૂ કરવાનો હોય છે. જેના માટે દરરોજ રાજ્યના કુલ પાંચ ડીઈઓને ગાંધીનગર બોર્ડની કચેરી ખાતે રૂબરૂમાં બોલાવી બિલ્ડીંગ અને બ્લોક વાઈઝ એનાલીસીસ કરવામાં આવી રહ્યું છે.