લોકસભાની ચૂંટણીના વિવિધ ખાનગી એજન્સી દ્વારા એક્ઝિટ પોલ કરવામાં આવેછે. આ એક્ઝિટ પોલ કઈ રીતે કર્યા એની કોઈને ખબર નથી એક્ઝિટ પોલ માં એવું હોય છે કે જે તે એજન્સીના માણસો જુદા જુદા વિસ્તારમાં ફરતા હોય છે અને મતદાન કરનાર વ્યક્તિને મળે છે તેમજ આ વ્યક્તિએ કોને મત આપ્યો તેની જાણકારી મેળવે છે આ રીતે એક્ઝિટ પોલ થતો હોય છે.
પરંતુ ગુજરાતમાં કોઇ એજન્સીના માણસો કોઈ વિસ્તારમાં દેખાયા નથી આ માણસો એ ક્યાં જઈને સર્વે કર્યો કઈ વ્યક્તિને પૂછ્યું ક્યારે ગયા તેની કોઈને કશી ખબર નથી ગુજરાતમાંથી જે કોઈ લોકોને પૂછવામાં આવે છે કે તમારી પાસે સર્વે કરનાર એજન્સીના કોઈ માણસો આવ્યા હતા? જેના જવાબમાં તેઓ ના પાડે છે આનો અર્થ એવો પણ કરી શકાય કે સર્વે કરનાર માણસે જાતે જ જે તે પક્ષના ઉમેદવારને મત આપી દીધો હશે જો આવું જ દરેક જગ્યાએ થયું હશે અથવા તો 50% જગ્યાએ પણ જો એના માણસો ગયા નહીં હોય તો એક્ઝિટ પોલ કઈ રીતે સાચો પડી શકે છે?