બલદાણામાં એક પરિવારે કૂવામાં ઝંપલાવી આપઘાત કરતા ચકચાર મચી ગયો છે. કૂવામાંથી પતિ પત્ની સહિત બે વર્ષનાં બોળક સાથે બાંધેલી હાલતમાં મળી આવ્યાં છે. વઢવાણ પોલીસ ઘટના સ્થળે દોડી જઇને તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે ગોધરાનો આદિવાસી પરિવાર સુરેન્દ્રનગરનાં બલદાણામાં ખેતરમાં મજૂરી કરવા આવ્યાં હતાં. પ્રાથમિક પૂછપરછમાં તપાસ કરતાં ખુલાસો થયો છે કે આર્થિક સંકડામણમાં આપઘાત કર્યો છે.
હાલ પોલીસે આ મૃતદેહોને પીએમ માટે રાજકોટની હોસ્પિટલમાં મોકલી દીધા છે. પોલીસ આ પરિવાર અંગે ગામ લોકોને પૂછી રહી છે.