મોરબી પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેમાં મોરબી હળવદ વાંકાનેર ટંકારા માળીયા મળી કુલ 1750 થી વધુ પોલીસ જવાનો ફરજ નિભાવી રહ્યા છે અને લોકડાઉન જાળવવા માટે અને લોકો ને ઘર બહાર ન નીકળવા પણ અપીલ કરવામાં આવે છે. મોરબીના લોકો કોરોનાવાયરસ ના કહેર થી બચે એ માટે એક પિતા અને પુત્રી પણ પરિવાર ને છોડી ફરજ પર છે ત્યારે મોરબી એસપી અને ડીવાયએસપી દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરી લોકોને ઘર ની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે. મોરબી માં પોલીસ દ્વારા પરિવાર ને છોડી ને ફરજ પર છે ત્યારે મોરબીમાં પિતા અને પુત્રી પણ એક સાથે લોકડાઉનમાં ફરજ બજાવી રહ્યા છે.જેમાં મોરબી સિટી બી ડિવિઝનમાં ફરજ બજાવતા મહિલા પી.એસ.આઈ.રાધિકા રામાનુજ અને તેના પિતા ચંદ્રકાન્ત રામાનુજ એક સાથે ફરજ બજાવી રહ્યા છે.આવી કપરી પરિસ્થિતિમાં એક પિતા અને પુત્રી ફરજ નિભાવી રહ્યા છે ત્યારે પરિવાર ના સભ્યો ના ચહેરા પર એક ગંભીરતા જોવા મળે છે.
Thursday, May 2