વાપી GIDC માં આવેલી કંપનીમાં આજ રોજ ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ગાડીઓ ઘટના સ્ળેથ પહોંચી હતી. આશરે પાંચ જેટલી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોચી હતી. અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
રહેણાંક વિસ્તાર પાસે આવેલી હોવાના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આગ ક્યા કારણોસર લાગી હતી તે કારણ હજુ અંકબંધ છે. પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.