અંકલેશ્વર નજીક હાઇવે પાસે આવેલી અંકલેશ્વરની ન્યૂ ન્યુ ઇન્ડિયા માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં અચાનક કોઈક કારણોસર આગ લાગવા પામી છે. આગ કયા કારણોસર લાગી તે હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબુમાં મેળવવાના પ્રયત્નો કરી રહી છે.
આગના પગલે આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી જવા પામી છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યાં છે. પોલીસને પણ ઘટનાની જાણ થતા આવી પહોંચી હતી અને પરિસ્થિતિને લોકોના ટોળાને વિખેરવાના પ્રયત્નો કર્યા હતા.