દ્રશ્યમ ફિલ્મમાંથી પ્રેરણા લઈને યુવતીની હત્યા કરનારા ભાજપના નેતા સહિત પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. ઈંદોરમાં બે વર્ષ પહેલા ટ્વિન્કલ ડાગેર નામની 22 વર્ષની યુવતીની ભાજપના નેતા જગદીશ કરોતિયા ઉર્ફે કલ્લુ પહેલવાન અને તેના ત્રણ પુત્રો અજય, વિજય અને વિનય અને તેમના સાથીદાર નીલેશ કશ્યપે હત્યા કરી હતી. તેમણે પહેલા તો યુવતીનુ ગળુ દબાવીને મારી નાંખી હતી.એ પછી તેના મૃતદેહને સળગાવી દીધો હતો. પોલીસે આ જગ્યાએથી ટ્વિન્કલનુ બ્રેસલેટ મેળવ્યું છે.
પોલીસના કહેવા પ્રમાણે દ્રશ્યમ ફિલ્મ જોઈને આરોપીઓએ એક જગ્યાએ કુતરાના મૃતદેહને દાટી દીધો હતો. એ પછી જાણીજોઈને વાત ફેલાવાઈ હતી કે તેમણે ખાડામાં કોઈના મૃતદેહને દાટી દીધો છે.પોલીસને ખોદકામ કરતા કુતરાના મૃતદેહના અવશેષો મળ્યા હહતા.એ પછી પોલીસ તપાસ થોડા સમય માટે બીજા પાટે ચઢી ગઈ હતી.
પોલીસે આરોપીઓનો ગુજરાતની લેબોરેટરીમાં બ્રેન ઈલેક્ટ્રિકલ આસલેશન સિગ્નેચર ટેસ્ટ કરાવ્યો હતો. ટ્વિકન્લના પરિવારજનોએ તે સમયના ધારાસભ્ય સુદર્શન ગુપ્તા પર આરોપીઓને બચાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.