બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીની 54 ફૂટની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. એપ્રિલ મહિનામાં હનુમાનજી જયંતિના દિવસે આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે. 210 ટનના બ્લેક ગ્રેનાઈટ પથ્થરમાંથી હનુમાનજીની મૂર્તિ બનાવવામાં આવશે. તેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે હનુમાન દાદાની બ્લેક ગ્રેનાઈટની મૂર્તિ બનાવવામાં આવી રહી છે. આ મૂર્તિનું અનાવરણ એપ્રિલ મહિનામાં હનુમાન જયંતિના દિવસે કરવામાં આવશે. ત્યારે આ મૂર્તિ માટે વપરાતો બ્લેક ગ્રેનાઈટનો 210 ટનનો પથ્થર રાજસ્થાનથી રવાના થઇ ચૂક્યો છે.
આ પ્રકારની વિશ્વની સર્વ પ્રથમ હનુમાન દાદાની બ્લેક ગ્રેનાઈટની મૂર્તિ સ્થાપીત થશે. દાદાની મૂર્તિનું સ્વરૂપ સાળંગપુર ધામને અનુરૂપ પ્રભાવશાળી અને શણગાર યુક્ત છે. ગ્રેનાઈટ પથ્થરની ખાસિય એ છે કે, ડેન્સીટી પ્રતિ ધન ફુટ 80 કિલોગ્રામની છે જે બહુ જ ઓછા પથ્થરમાં જોવા મળે છે.