કેટલાંય વર્ષો સુધી રાહ જોયા બાદ આખરે ભારતીય એરફોર્સના બેડામાં ચાર ચિનૂક હેલિકોપ્ટર્સ સામેલ થઇ ગયા છે. આજે ગુજરાતના મુન્દ્રા એરપોર્ટ પર પહેલાં બેચની અંતર્ગત 4 ચિનૂક હેલિકોપ્ટર પહોંચ્યા. સપ્ટેમ્બર 2015મા ભારતના બોઇંગ અને અમેરિકન સરકારની વચ્ચે 15 ચિનૂક હેલિકોપ્ટર્સ ખરીદવા માટે કરાર થયો હતો. ઓગસ્ટ 2017મા રક્ષા મંત્રાલયે મોટો નિર્ણય લેતા ભારતીય સેના માટે અમેરિકન કંપની બોઇંગ પાસેથી 4168 કરોડ રૂપિયાના ખર્ચે 6 અપાચે લડાકુ હેલિકોપ્ટર, 15 ચિનૂક ભારે માલવાહક હેલિકોપ્ટર અને બીજા હથિયાર ખરીદવા માટે મંજૂરી આપી હતી.
આ આઇકોનિક ટ્વિટન રોટોર ચોપર યુદ્ધમાં પોતાની જરૂરિયાતને ઘણી વખત સાબિત કરી ચૂકયા છે. ચિનૂક હેલિકોપ્ટર્સને વિયેતનામથી લઇ અફઘાનિસ્તાન અને ઇરાક સુધીના યુદ્ધમાં ઉપયોગ કરી ચૂકયા છે. સૌથી પહેલાં ચિનૂક હેલિકોપ્ટરને 1962મા ઉડાડાયું હતું અને ત્યારથી અત્યાર સુધી તેના મશીનમાં મોટા અપગ્રેડ થઇ ચૂકયા છે. હાલ આ દુનિયાના સૌથી ભારે લિફ્ટ ચોપરમાંથી એક છે.
આ વિશાળ હેલિકોપ્ટર 9.6 ટન કાર્ગો લઇ જઇ શકે છે. તેમાં ભારે મશીનરી, આર્ટિલરી બંદૂકો, અને બાઇ અલ્ટીટ્યૂડવાળા લાઇટ આર્મર્ડ વ્હિકલ્સ સામેલ છે. પહાડી ક્ષેત્રોમાં ઓપરેશન માટે તેનો ઉપયોગ કરી શકા છે. ચિનૂક ઘણી ગતિશીલ છે અને તેને ગાઢ ખીણમાં પણ સરળતાથી લાવી-લઇ જઇ શકાય છે. લશ્કરી જહાજોની અવરજવરને લઇ આ ડિઝાસ્ટ રિલીફ ઓપરેશન્સ જેવા મિશનમાં પણ પોતાનું કામ સારી રીતે કરે છે.
ચિનૂકને ભારતીય એરફોર્સમાં સામેલ કરવાથી માત્ર સેનાની ક્ષમતા વધશે નહીં પરંતુ કઠિન રસ્તો અને બોર્ડર પર ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટને બનાવામાં પણ તેનું અગત્યનું યોગદાન રહી શકે છે. નોર્થ ઇસ્ટમાં કેટલાંય રોડ પ્રોજેક્ટ વર્ષોથી અટકી પડ્યા છે અને તેને પૂરા કરવા માટે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન લાંબા સમયથી એખ હેવી લિફ્ટ ચોપરનો ઉપયોગ કરી રહ્યું છે. જ આ ગાઢ ખીણોમાં સામગ્રી અને જરૂરી મશીનોની સાથે અવરજવર કરી શકે