લોકસભાની ચૂંટણી અંગેની તારીખોની જાહેરાત થઈ ગઈ છે ત્ત્યારે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે આગમી 23 એપ્રિલે મતદાન થવાનું છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની સામાન્ય ચૂંટણી માટે તથા વિધાનસભાની 4 બેઠકોની પેટાચૂંટણી માટે આજે ગુરુવારે જાહેરનામું બહાર પડશે અને એ સાથે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે.
મળતી માહિતી પ્રમાણે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડો. મુરલી ક્રિષ્નાએ જાહેર કર્યું છે કે, મંજૂરી વગર સરઘસાકારે ઉમેદવારી ફોર્મ ભરવા આવવાની મનાઇ છે. જે તે જિલ્લા તંત્ર પાસેથી આ અંગે મંજૂરી લેવાની રહેશે. ઉમેદવારીપત્ર ભરવા માટે ચૂંણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કરચેરીમાં ઉમેદવારી સહિત વધુમાં વધુ પાંચ વ્યક્તિઓથી વધારે લોકોના પ્રવેશ ઉપર પ્રતિંબંધ છે. તદુપરાંત ઉમેદવારીપત્ર ભરવાના સમયે ચૂંટણઈ અધિકારીની કચેરીના 100 મીટરના પરિઘમાં ઉમેદવાર સહિત તેના ટેકેદારોના વધુમાં વધુ ત્રણ વાહનો પાર્ક કરવા દેવાશે.