સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કરાર આધારિત કર્મચારીનાં મહેનતાણામાં સાત ટકાનો વધારે કરવામાં આવ્યો છે. આ લાભ વર્ષ 2012થી 2018 સુધી નિમણૂક થયેલા કર્મચારીઓને 1 જાન્યુઆરી 2019ની અસરથી મળશે.
આ વઘારા પ્રમાણે સર્વ શિક્ષા કરાર આધારિત જગ્યાઓ ઉપર કામ કરતાં તમામ કર્મચારીઓ કરારનાં ધોરણે નિમણૂંક થયા છે. આ તમામ કરાર આધારિત કર્મચારીઓનાં કરાર હાલ તા.1-1-2019થી 31-12-2019 સુધીનાં સમયગાળા માટે કરવામાં આવેલા છે. તેવા તમામ કર્મચારીઓને આ આદેશ પછી મહેનતાણાનાં દરમાં 1-1-2019ની અસરથી હાલ જે મહેનતાણું મેળવે છે તેમાં 7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.