દિલીપ પટેલ
અમદાવાદ
Gautam Adani: એક બિલિયન અમેરિકન ડોલર એટલે કે, રૂ. 83,92,21,50,000 (8392 કરોડ રૂપિયા) આવા $5.7 બિલિયન ડોલરનું અદાણીનું કૌભાંડ હોવાનું માનવામાં આવે છે.
Gautam Adani આ કૌભાંડ સૌથી પહેલાં ફાયનાન્સિયલ ટાઈમ્સ દ્વારા જાહેર કર્યું હતું.
અદાણી ગ્રુપે તાજેતરમાં યુ.કે. ભારત સ્થિત મીડિયા ફાઇનાન્શિયલ ટાઇમ્સ (FT) પર દુર્ભાવનાપૂર્ણ ઝુંબેશ ચલાવવાનો ઓક્ટોબર 2023માં આરોપ મૂકવામાં આવ્યો હતો. પોતાના હિત માટે ટાઈમ્સ આવું કરી રહ્યું હોવાનો આરોપ અદાણીનો હતો.
ફાઇનાન્સિયલ ટાઇમ્સના ડેન મેકક્રમ દ્વારા અદાણીનું કૌભાંડ જાહેર કર્યું હતું. OCCRP સાથે મળીને 31 ઓગસ્ટ 2023 ના રોજ અદાણી જૂથ વિરુદ્ધ ખોટી વાત શરૂ કરી હોવાનો અદાણીએ આરોપ મૂક્યો હતો.
OCCRP ને જ્યોર્જ સોરોસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.
ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP)ના સહયોગથી FTએ 31 ઓગસ્ટ, 2023ના રોજ એક લેખ પ્રકાશિત કર્યો હતો. જ્યોર્જ સોરોસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે, જેઓ અદાણી જૂથની ખુલ્લેઆમ ટીકા કરતા હતા.
એફટીનો બેશરમ એજન્ડા હતો.
અદાણી ગ્રૂપના મતે, આનાથી કોલસાની આયાતમાં ઓવરવેલ્યુએશનનો મુદ્દો સંપૂર્ણપણે ઉકેલાઈ ગયો.
અદાણી ગ્રૂપે OCCRP, વિદેશી મીડિયા અદાણી જૂથના બજાર મૂલ્યને નુકસાન પહોંચાડવાના પ્રાથમિક હેતુ સાથે શ્રેણીબદ્ધ હુમલાનું આયોજન કરે છે.
ફાઇનાન્સિયલ ટાઇમ્સે હિંડનબર્ગ પહેલાં અદાણીના સમાચાર છાપ્યા હતા કે, ડેટા દર્શાવે છે કે અદાણીનું સામ્રાજ્ય વિદેશી ભંડોળ પર આધારિત છે. ગૌતમ અદાણીના સમૂહનું લગભગ અડધું વિદેશી પ્રત્યક્ષ રોકાણ તેમના પરિવાર સાથે જોડાયેલી વિદેશી કંપનીઓમાંથી આવ્યું છે.
આ સમાચાર 22 માર્ચ 2023 ના રોજ પ્રકાશિત થયા હતા. અગાઉ અદાણી અંગેનું રાહુલ ગાંધીનું ભાષણ સંસદમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું. અદાણી પર બોલવા અંગે રાહુલ ગાંધીએ તેમનું સભ્યપદ ગુમાવ્યું, બંગલો ખાલી કરવાની નોટિસ આવી.
10 એપ્રિલ 2023માંના રોજ, અદાણી જૂથે ફાઇનાન્સિયલ ટાઇમ્સને તેનો અહેવાલ પાછો ખેંચવા જણાવ્યું હતું. તેની નકલ તમામ છાપા અને પત્રકારોને મોકલવામાં આવી હતી. સરકારનું સમર્થન કરતા પત્રકારો કહેવા લાગ્યા કે વિદેશી રોકાણના સમાચાર ખોટા છે.
પણ, ભારતમાં 2017 થી 2022 સુધીમાં 45.4 ટકા વિદેશી પ્રત્યક્ષ રોકાણ ચૂકવણી અદાણી સાથે સંકળાયેલી વિદેશી કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન એકત્ર કરવામાં આવેલી કુલ રકમ $5.7 બિલિયન હોવાનું કહેવાય છે.
આ આંકડો દર્શાવે છે કે અદાણીને તેના વિશાળ સમૂહના નિર્માણમાં કેવી મદદ મળી છે. કહેવાની જરૂર નથી કે આ મદદ અન્ય કોઈને મળી હોત તો પણ સવાલો ઉભા થયા હોત. અદાણી વડાપ્રધાનના મિત્ર છે. ફાઈનાન્સિયલ ટાઈમ્સે તેનો અહેવાલ હટાવવાનો ઈન્કાર કરી દીધો હતો.
જો મજબૂત જૂથ ટાઈમ્સ ન હોત તો અદાણીએ આ છાપુ પણ ખરીદી દીધું હોત.
હિંડનબર્ગ રિસર્ચનું અદાણી ગ્રૂપ પરનું રિસર્ચ બહાર પડ્યું ત્યારે દેશમાં હોબાળો મચી ગયો હતો.
https://hindenburgresearch.com/adani/
વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ કોર્પોરેટ ઈતિહાસનું સૌથી મોટું કૌભાંડ કેવી રીતે ચલાવી રહ્યું છે, તે અંગે
લગભગ બે વર્ષના સંશોધન બાદ વિશ્વને હચમચાવી નાખે એવી વિગતો બહાર આવી હતી.
એ જાણીતી હકીકત છે કે નાના અને મોટા ભારતીય ઉદ્યોગપતિઓ વિદેશમાં ખાતા ધરાવે છે. અદાણીની શેલ કંપનીઓ છે અને ત્યાંથી મની લોન્ડરિંગ થાય છે. કેન્દ્ર સરકારના ‘ખાસ’ ઉદ્યોગપતિઓ પાસેથી આની અપેક્ષા દેશના લોકોને નહોતી.
અદાણી ગ્રૂપ પહેલાથી જ 4 મોટી સરકારી છેતરપિંડીની તપાસમાં કેન્દ્ર રહ્યું છે,
જેમાં મની લોન્ડરિંગ, કરદાતાઓના ભંડોળની ચોરી અને ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જે કુલ અંદાજે યુ.એસ. $17 બિલિયન હોવાનો આરોપ હતો.
અદાણી પરિવારના સભ્યોએ કથિત રીતે મોરેશિયસ, યુએઈ અને કેરેબિયન ટાપુઓ જેવા ટેક્સ-હેવન અધિકારક્ષેત્રમાં ઓફશોર શેલ એન્ટિટી બનાવવા માટે સહયોગ કર્યો હતો, નકલી અથવા ગેરકાયદેસર ટર્નઓવર બનાવવા અને લિસ્ટેડ કંપનીઓમાંથી નાણાં બહાર કાઢવાના દેખીતી રીતે બનાવટી આયાત/નિકાસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા.
આટલા મોટા આક્ષેપો છતાં ભારતીય ટીવી ચેનલો ‘કંઈ થયું નથી’ એવો ઢોંગ કરી રહી હતી. ગુજરાતી અને દેશની હિંદી ટીવી ચેનલો વધુ હાસ્યાસ્પદ હતી.
આ આરોપો વિશે વાત કરવાને બદલે ‘હિંડનબર્ગ’ નામ કેવી રીતે પડ્યું તેની ચર્ચા ટીવી પત્રકારો કરતાં હતા. ગુજરાતના કહેવાતા અર્થશાસ્ત્રીઓ, લેખકો, પત્રકારો આર્થિક રીતે સમજદાર ગણવાનો ઢોંગ કરતા હતા. તેઓ મૌન હતા.
1 જુલાઈ, 1822ના દિવસે મુંબઈથી ‘શ્રી મુમબઈનાં શમાચાર’ (આજનું ‘મુંબઈ સમાચાર’) પ્રગટ થયું અને ગુજરાતી પત્રકારત્વનો પ્રારંભ થયો. એના સ્થાપક હતા ફરદૂનજી મર્ઝબાન. પ્રારંભમાં એ સાપ્તાહિક હતું. 1855માં દૈનિક બન્યું. હવે ગુજરાતી સમાચાર પત્રો અને ટેલિવિઝન ચેનલને માટે તે બહુ મહત્વનું નથી કે સત્ય પ્રકાશિત કરે.
ગુજરાતી ભાષામાં આજે 40થી વધુ દૈનિકો પ્રગટ થાય છે. ઉપરાંત ગુજરાતીમાં 175 સાપ્તાહિક, 90 પાક્ષિક અને 20 માસિકો નીકળે છે. ચિત્રલેખા, અભિયાન, ઇન્ડિયા ટુડે (ગુજરાતી આવૃત્તિ) ફેલાવા અને સામગ્રીની દૃષ્ટિએ નોંધપાત્ર છે. માસિકોમાં અખંડ આનંદ, નવનીત સમર્પણ, કુમાર, નવચેતન ઉલ્લેખનીય છે. ભૂમિપુત્ર, નિરીક્ષક, ઉદ્દેશ, પરબ, શબ્દસૃદૃષ્ટિ, કવિતા સાહિત્ય તથા પ્રજાજીવનના પ્રવાહો માટે લખતા રહે છે.
અદાણી જૂથ ગુજરાતના સૌથી જૂના ટ્રસ્ટ જન્મભૂમિ જૂથના ફૂલછાબ, કચ્છ અને મુંબઈમાં છાપા પર આધિપત્ય જમાવી રહ્યા છે. અદાણી હવે ગુજરાતીમાં તે ટેલિવિઝન ચેનલ લાવી રહ્યા હોવાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે.
પ્રજાવાણી અને ડેક્કન હેરલ્ડ લોકપ્રિય રહ્યા હતા. અમદાવાદનું પ્રજાબંધુ તથા ગુજરાત સમાચારના તંત્રી ઇન્દ્રવદન બળવંતરાય ઠાકોર જેવા સફળ પત્રકારો સરકાર કે ઉદ્યોગ સામે આંખ લાલ કરી શકતા હતા.
સ્વત્રંત્ર પત્રકારત્વના વિકાસમાં ખૂબ મોટો ફાળો આપ્યો હતો.
પણ રાજકીય સત્તા કે સંપત્તિની સત્તા ધરાવતા લોકોને તો આવા સમાચાર પત્રો કે સાચા પત્રકારો ખપતા નથી. તેમાં અદાણી અને તેમના સત્તા બંધુ મોદી-શાહ આ યુગમાં પહેલાં છે. (ક્રમશઃ)