દહેજ-ઘોઘા રો-રો ફરી સર્વિસના 400 મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા છે. ફેરી સર્વિસના જહાજનું એન્જિન મધ દરિયે ફેઈલ થવાના કારણે તંત્રવાહકોની દોડધામ વધી જવા પામી હતી. 400 મુસાફરો સાથેનું જહાજ દરિયાની વચ્ચે ફસાઈ જવાના કારણે એક તબક્કે સ્થિતિ નાજુક બની જવા પામી હતી.
દહેજ ઘોઘા રોપેક્ષ ફેરી સર્વિસનું જહાજ ટેક્નિકલ ખામીને કારણે મધદરિયે ફસાયું છે. જહાજ ઘોઘાથી 3 નોટિકલ માઇલ મધદરિયે ફસાયું છે, જહાજમાં હાર 461 મુસાફરો સવાર છે, જો કે અધિકારીઓ દ્વારા તાત્કાલિક ટગ બોટ મગાવી જહાજને ઘોઘા બંદરે લઇ જવાના પ્રયાસો શરૂ કરાયા હતા અને મુસાફરોને સલામત રીતે કિનારે લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
તાત્કાલિક સેઈફ બોટની મદદ લેવામાં આવી હતી અને દરિયામાં ફસાયેલા મુસાફરોને બહાર લાવવામાં આવી રહ્યા છે. અચાનક બંધ થઈ ગયેલા એન્જિનના કારણે મુસાફરોને એક તબક્કે મોત સામે ભમતું દેખાયું હતું.
એન્જિન ક્યા કારણોસર ફેઈલ થયું તે હજુ સુધી જાણી શકાયું નથી. એન્જિનમાં ટેક્નિકલ ખામી હતી તો તેના તરફ જહાજના ક્રુ મેમ્બરોનું ધ્યાન હતું કે કેમ તે અંગે તપાસ કરવાની રહે છે. આમ ઘોઘાના દરિયામાં એક મોટી હોનારત થતાં રહી ગઈ છે.