ગીર સોમનાથના ઉનાના નવી વાજડી ગામમાં 5 વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યાની ઘટના બની હતી. જેના પગલે ઘાયલ બાળકીને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકી ઉપર દીપડાના હુમલાની ઘટનાએ ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવી વાજડી ગામાં લખાભાઇ ટાંકના ખેતરમાં પાંચ વર્ષની દીકરી રમી રહી હતી. ત્યારે દીપડાએ અચાનક તેના ઉપર હુમલો કર્યો હતો. અને જોકે લોકોએ તેને દીપડાના ચંગૂલમાંથી છોડાવી હતી.ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીને પ્રથમ સરકારી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.