તાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સુત્રાપાડની કોર્ટે ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે તેમને રૂ. 2500નો દંડ પણ ફટાકાર્યો છે.
કોંગ્રેસના ધારાસભ્યને 1995ના વર્ષના સરકારી ગોચર જમીનમાંથી ખનીજની ચોરી કરવાના ગુનામાં સજા મળી છે. સુત્રાપાડાની ગૌચરની જમીનમાંથી વર્તમાન ધારાસભ્ય તરફથી 24 વર્ષ પૂર્વે ખનીજ ચોરી કરવામાં આવી હતી. આ મામલે તેમની સામે રૂ. 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો.
આ અંગોને કેસ સુત્રાપાડાની કોર્ટમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો. આ કેસમાં શુક્રવારે કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે તેમને ચોરીના ગુનામાં દોષિત જાહેર કરીને સજા ફટાકરી છે. પોતાના પ્રતિનિધિ એવા ધારાસભ્યને સજા ફટકારવામાં આવતા તાલાળા પંથકમાં ચકચાર મચી ગઈ છે.