27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસમાં 59 કાર સેવકોને સળગાવવાના કેસમાં આરોપી યાકુબને સજા ફટકારાઇ છે. ટ્રેનના S6 કોચમાં આગ લગાવાઈ હતી. આ કેસમાં ગોધરા પોલીસે 16 વર્ષ બાદ નાસતા ફરતા આરોપીને ગોધરાના વચલા ઓઢા વિસ્તારમાંથી ઝડપ્યો હતો.
અગાઉ ગોધરાકાંડમાં 31 આરોપીઓને કોર્ટે આજીવન કેદની ફટકારી હતી. યાકુબ સાથે હવે સજા થયેલ કુલ આરોપીની સંખ્યા 32 એ પહોંચી છે. જ્યારે હાલ આરોપીની ઉંમર 62 વર્ષ છે.
27 ફેબ્રુઆરી, 2002ના રોજ અયોધ્યાથી અમદાવાદ આવી રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 કોચ પર ગોધરા રેલવે સ્ટેશન નજીક ટોળાંએ હુમલો કરી દીધો હતો. ટોળાએ જ્વલનશીલ પ્રવાહી છાંટીને ડબ્બાને સળગાવી દીધો હતો. જેમાં 59 કાર સેવકોનાં મોત થયા હતા. આ ઘટનાના રાજ્યભરમાં પડઘા પડ્યા હતા અને કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. રમખાણો દરમિયાન 1000થી વધારે લોકો માર્યા ગયા હોવાનો અંદાજ છે.