તામિલનાડુના નવા બનેલા મુખ્યમંત્રી એમ. કે.સ્ટાલિને પદ સંભાળતાની સાથે જ મોટી જાહેરાત કરી છે. સ્ટાલિને રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમિત લોકોની સારવારનો તમામ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણય તેમના ઉપર પણ લાગુ પડશે. જેઓની સારવાર ખાનગી હોસ્પિટલોમાં પણ ચાલી રહી છે. રાજ્યમાં ખૂબજ ઝડપથી વધી રહેલા કેસ વચ્ચે મુખ્યમંત્રીએ આ જાહેરાત કરતાં લોકોને ખૂબજ મોટી રાહત મળી છે. રાજ્ય સરકારનું કહેવું છેકે કોરોનાની સારવાર કરાવવા ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલા લોકોનો ખર્ચ પણ સરકારની હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કિમ હેઠળ ઉઠાવવામાં આવશે.સીએમ બનતાંની સાથે જ સ્ટાલીને 5 મોટા નિર્ણયો લીધા છે. જેમાંનો એક આદેશ આ છે કે આ ઉપરાંત રાજ્યમાં 2 કરોડથી વધુ રાશનકાર્ડ ધારકો માટે 4 હજાર રૂપિયાની મદદની જાહેરાત કરી હતી. સરકારી આદેશમાં કહેવાયું છે કે આ સ્કિમનો પહેલો હપતા હેઠળ 4153.69 કરોડ રૂપિયાની રકમ જારી કરવામાં આવશે. સીએમ તરફથી આ આદેશ ઉપર હસ્તાક્ષર પણ કરી દેવામાં આવ્યા છે. લાભાર્થીઓને મે મહિનાની રકમ ટૂંક સમયમાં જ મળી જશે. લાભાર્થીઓને પહેલા હપતામાં 2 હજાર રૂપિયા મળશે. જે સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર થશે.કામકાજ – નોકરી કરતી મહિલાઓ અને ઉચ્ચ શિક્ષણ મેળવતી વિદ્યાર્થીનીઓ માટે સરકારી બસોમાં મફત મુસાફરીની સુવિધા આપવાનો નિર્ણય લીધો છે. આની અમલવારી 8 મે એટલે કે આવતી કાલથી જ લાગુ કરી દેવામાં આવી છે. આ સબસિડીની ચલતાં સરકારના રોડવેઝ વિભાગને 1,200 કરોડ રૂપિયાનું નુકસાન થશે. જેની ભરપાઈ સરકારના ખાતામાંથી કરવામાં આવશે.
