ગુજરાતમાં છેલ્લા બે દિવસથી જે રીતે ગુજરાત માં દારૂંબંધીના ચીથરા ઉડી રહ્યા છે તે અંગે ગુજરાત રાજ્ય કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ તીખી પ્રતિક્રિયા આપી હતી. ઉલ્લેખનીય છે કે ગતરોજ કચ્છ ખાતે લગ્ન પ્રસંગે દારૂની છોળો ઉડાડતો વાયરલ થયેલો વિડીયો અને પછી સુરત ખાતે લીપયર પાર્ટીમાં જે રીતે મહિલા અને પુરુષો દારૂ માણતા પકડાયા તે ખરેખર ગુજરાતમાં દારૂબંધીના સરેઆમ લીરા ઉડાવી રહ્યું છે.
કચ્છ અને સુરતની દારૂની ઘટના અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સરકારની દારૂ બંદીની વાતો માત્ર પોકળ છે. ગુજરાતમાં મોટા પાયે દારૂનો વેપલો થઈ રહ્યો છે. ગાંધીના ગુજરાતમાં કચ્છ અને સુરતની ઘટના ખૂબ જ શરમજનક છે. સરકાર જ પાછલે બારણે દારૂ લાવે છે. સરકાર યુવાધનને નષ્ટ કરી રહ્યું છે.