સરકાર કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં ધોરણ 1 થી 5ની સ્કૂલો પણ પ્રત્યક્ષ રીતે શરૂ કરવા માટે સરકારે નિર્ણય કર્યો છે. હવે કાલે એટલે કે, 22 નવેમ્બરથી એસઓપી પ્રમાણે ધોરણ એકથી પાંચના વર્ગના ઓફલાઈન વર્ગો શરૂ થઈ જશે.
શિક્ષણ વિભાગ દ્વારા તબક્કાવાર શાળાઓ શરૂ કરવા અંગેની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. જેમાં આવતીકાલથી ધોરણ 1 થી 5 ના શિક્ષણ શરૂઆત કરવા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે. તેમાં ઓફલાઇન વર્ગો આવતીકાલથી શરૂ થશે. ઉલ્લેખનિય છે કે પ્રાથમિક શાળાના બાળકો છેલ્લા બે વર્ષથી ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યાં છે. તે હવે આલતીકાલથી શાળામાં અભ્યાસ કરી શકશે.
કોરોના સંક્રમણ ઓછું થતા હવે વાલીઓમાં પણ ડર પણ ઓછો થયો છે. સરકાર શિક્ષણને ધીરે ધીરે અનલોક કરી રહી છે. અગાઉ યુજી-પીજી છેલ્લા વર્ષ અને ધોરણ 10 અને 12ના વર્ગખંડ શરૂ કર્યા પછી ધોરણ નવ અને અગિયાર તેમજ ધોરણ છ થી આઠના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે તે માટે કોવિડ પ્રોટોકોલનું નિયમોનું પાલન કરીને એકથી પાંચ ધોરણના ઓફલાઈન વર્ગો આવતી કાલથી શરૂ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.