ગુજરાત વિધાનસભાએ પસાર કરેલા લવ જેહાદ સહીત કુલ 8 વિધેયકોને રાજ્યપાલે મંજૂરીની મહોર મારી છે. જે વિધેયકોને રાજ્યપાલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે તેમાં ગુજરાત વ્યવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ બાબત સુધારા વિધેયક, ગુજરાત પંચાયત સુધારા બિલ, ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરવા બાબત સુધારા વિધેયકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજીયન સુધારા વિધેયક એટલે કે લવ જેહાદ બાબતનું બિલ, ગુજરાત ખાનગી યુનિવર્સિટી વિધેયક, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિધેયક, ગુજરાત ક્લિનીકલ એસ્ટાબ્લીશમેંટસ વિધેયક અને ફોજદારી કાર્યરીતી વિધેયકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજીયન સુધારા વિધેયક એટલે કે લવ જેહાદ બાબતનું બિલ, ગુજરાત ખાનગી યુનિવર્સિટી વિધેયક, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિધેયક, ગુજરાત ક્લિનીકલ એસ્ટાબ્લીશમેંટસ વિધેયક અને ફોજદારી કાર્યરીતી વિધેયકનો સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભાના સત્રમાં 15 જેટલા વિધેયકો રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી વિધાનસભા સત્ર દરમ્યાન મંજૂર થયેલા 7 વિધેયકો પ્રસિદ્ધ થયા બાદ હવે બાકીના 8 વિધેયકોને રાજ્યપાલે મંજૂરી આપી છે. આથી આ તમામ વિધેયક હવે કાયદાનું સ્વરૂપ ધારણ કરશે.
