GTU : GTUનો મોટો નિર્ણય: ગુજરાતી એન્જિનિયરિંગ કોર્સને લાગ્યો બ્રેક!
GTU : ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU)એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને તેણે શૈક્ષણિક સત્ર 2025 થી ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગ કોર્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય એવો છે કે છેલ્લા ત્રણ વર્ષથી આ કોર્સમાં એક પણ વિદ્યાર્થીએ એડમિશન નથી લીધું.
આ કોર્સ મહેસાણાની જીપેરી કોલેજમાં શરૂ કરવામાં આવ્યો હતો, જ્યાં ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાનો મોકો આપવામાં આવ્યો હતો. એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ગુજરાતીમાં અભ્યાસ કરવાની એક નવી તક ઉભી કરવામાં આવી હતી, સાથે સાથે ટોપર વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપના પણ અનુકૂળ પ્રસ્તાવ આવ્યા હતા.
કોર્સ શરૂ કરવાનું મુખ્ય કારણ એ હતું કે ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતીમાં એન્જિનિયરિંગ અભ્યાસ કરવાની તક આપવામાં આવે, પરંતુ નોકરીના અવસરોથી ડર થતા ઘણા વિદ્યાર્થીઓએ આ કોર્સમાં એડમિશન લેવું ટાળી દીધું. મલ્ટીનેશનલ કંપનીઓમાં અંગ્રેજી ભાષાનું મહત્વ હોવાથી,… ઘણા વિદ્યાર્થીઓને ડર હતો કે ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગ અભ્યાસ કર્યા પછી તેમને નોકરી મળવા માટે પરેશાની આવશે….
આ દ્રષ્ટિએ, GTU દ્વારા ત્રણ વર્ષ બાદ કોર્સને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે, આગામી શૈક્ષણિક સત્રથી આ કોર્સમાં પ્રવેશ માટે કોઈ મોકો ઉપલબ્ધ નહીં રહે,…