રાજ્ય સરકારે ડાંગ જિલ્લાને ઓર્ગેનિક જિલ્લો (Organic District) જાહેર કર્યો છે. જેમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજનાએ નવો પ્રાણ પૂર્યો છે. રાજ્ય સરકાર દ્વારા તમામ ખેડૂત ભાઈ – બહેનોને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી (Subhash Palekar Organic Farming) કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેના કારણે ડાંગ જિલ્લાના ખેડૂતો માટે આ પ્રાકૃતિક ખેતીમાં જોડાવવા માટેની ઉત્તમ તક ઊભી થઇ છે.
ચાલુ વર્ષની ખરીફ પાક (Monsoon crop) સિઝન 2020 દરમ્યાન ડાંગ જિલ્લામાં અંદાજીત 7031 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે આત્મા ડાંગ, ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, પશુપાલન વિભાગ તથા કે.વી.કે વઘઇ દ્વારા ખેડૂતોને તાલિમ પણ આપવામાં આવે છે. જેમાં ખેડૂતોને પ્રત્યક્ષ નિદર્શનથી બીજામૃત, જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અજ્ઞાસ્ત્ર, દશપર્ણ અર્ક વગેરે બનાવવાનું ખેડૂતોને શીખવવામાં આવે છે. આ પદ્ધતિથી ખેડૂતોને ખેતીના ખર્ચમાં અંદાજીત 35 થી 50 % ટકા જેટલો ઘટાડો થશે અને ખેતપેદાશોના ઉત્પાદનથી ખેડૂતોની તંદુરસ્તી જાળવી રાખવા પણ મદદરૂપ થશે. સાથે સાથે ઝેરી જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતર (Chemical Fertilizers) નો વપરાશ ઓછો થવાથી પર્યાવરણની જાળવણી થશે. પ્રાકૃત્તિક ખેતીને વેગ મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા દેશી ગાય ઉછેર તથા કિટ વસાવવા સહાય યોજનાઓ પણ જાહેર કરવામાં આવી છે.
ડાંગ જિલ્લાના અંતરીયાળ વિસ્તારના માનમોડી (Manmodi) ગામના કાંચનપાડા (Kanchanpada) ફળિયા થી મહારાષ્ટ્ર સરહદ (Maharastra Border) ને જોડતો ટૂંકો માર્ગ ગ્રામજનો દ્વારા અનેક રજુઆત બાદ પણ તંત્રએ માર્ગ બનાવવા તસ્દી ન લેતા ગ્રામજનોએ આત્મનિર્ભર બની માર્ગ બનાવવાની કામગીરી હાથ ધરતા વહીવટી તંત્રની બેદરકારી છતી થવા પામી છે. મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલ માનમોડી ગામના કાંચનપાડા ફળિયા થી મહારાષ્ટ્રની સરહદને જોડ્તો ત્રણ કિમિ નો માર્ગ ગ્રામજનો દ્વારા અવારનવાર તંત્રના ધ્યાને લાવવા સાથે ગ્રામસભામાં ઠરાવ પસાર કરવા છતાં વહીવટી તંત્રએ માર્ગ બનાવવા તસ્દી ન લેતા કાંચનપાડા ગામના ગ્રામજનો દ્વારા સ્વેચ્છાએ ભેગા મળીને આત્મ નિર્ભર બની માર્ગ બનાવવાની કામગિરી હાથ ધરતા વહીવટી તંત્રની બેદરકારી બહાર આવવા પામી હતી.
કાંચનપાડા ફળિયાના લોકોને બિમારી કે જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા મહારાષ્ટ્ર ના સુરગાણા ગામ નજીક હોય સરળતા રહે છે. તેમજ માનમોડી થી માંળુંગા થઈ સુરગાણા જવા 12 કિમીનો ચકરાવો લેવા પડતા લોકોને વાહન નો ખર્ચ સાથે સમયનો બગાડ પણ ભોગવવો પડે છે.માનમોડી ગામના સરપચ અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ પણ માનમોડી ગામના જ હોવા છતાં કાંચનપાડા ફળિયાનો માર્ગ ન બનતા લોકોએ પોતે આત્મ નિર્ભર બની માર્ગ ની કામગીરી હાથ ધરતા વહીવટી તંત્રની પોલ ઉઘાડી પાડી હતી.