Gujarat: ગુજરાતમાં જળવાયુ પરિવર્તન ઝડપથી થઈ રહ્યું છે. ચોમાસામાં અને બીજી ઋતુઓ હવે પહેલા જેવી રહી નથી. ઋતુ પરિવર્તન ઝડપથી થઈ રહ્યું છે, એક સમયે જ્યાં કાયમ દુષ્કાળ રહેતો હતો એવા રાજકોટમાં બરફ પડી રહ્યો છે. ત્યારે, ખેતરના વાતાવણની શુધ્ધિ માટે અગ્નિહોત્ર હોમ ફાયદો કરતો હોવાનું કેટલાંક ખેડૂતો માને છે.
‘અગ્નિહોત્ર ખેતી‘ ગુજરાતમાં થઈ રહી છે. અમૂક ખેડૂતો જ આ રીતે ખેતી કરીને પોતાનું અને દેશનું આરોગ્ય સુધારી રહ્યાં છે. જે ખેડૂતો સાત્વિક ખેતી કરે છે તેમાંથી કેટલાંક ખેડૂતો અગ્નિહોત્ર દ્વારા ખેતર શુદ્ધીથી ખેતી કરે છે. તેનાથી ખેડૂતો સમૃદ્ધી મેળવશે એવું ખેડૂતો માને છે. યજ્ઞ અને હવન દ્વારા ખેતી થાય છે. ઝેરીલી ખેતીના બદલે અમૃત ખેતી બને છે. એવો દાવો અગ્નિહોત્રથી ખેતી કરતાં ખેડૂત કરી રહ્યાં છે. તેમાંના એક ખેડૂત, સોમનાથ જિલ્લાના ગીરગઢડાના થોરડી ગામમાં 64 વર્ષના ખેડૂત લાલજીભાઈ રવજીભાઈ બુહા 13 વર્ષથી અગ્નિહોત્રથી ખેતી કરે છે.
મોટાભાગના ખેડૂતો ઝેરીલા કેમિકલ પાક પર છાંટીને કરોડો જીવો અને લોકોના મોતનું કારણ બની રહ્યાં છે. પણ જાગૃત ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી માટે અગ્નિહોત્ર તરફ વળ્યા છે. યજ્ઞ અને હવન દ્વારા ખેતરનું વાતાવરણ શુદ્ધ કરવામાં આવે છે. ખેતરમાં સવાર -સાંજ યજ્ઞ કરી આહુતિ આપી વાતાવરણ શુદ્ધ કરવામાં આવે છે.
ભસ્મ
યજ્ઞની રાખને ગાયના છાણ અને ગૌમુત્ર સાથે તૈયાર કરવામાં આવે છે. જે ખેતરમાં નાખવામાં આવે છે. ભસ્મમાં 97% ફોસ્ફરસ પિન્ટો કસાઈડ, ર.રર પોટાશ અને .3 નાઈટ્રોજન હોય છે. જેથી પાકને પાણી આપ્યા પછી ભસ્મ નાંખવામાં આવે છે. શુદ્ધ પ્રાકૃતિક અને પ્રભાવશાળી ખાતર છે. આ ખાતર પાક ઉપર લાગતા કિટાણુઓને ખત્મ કરે છે. જમીન શુદ્ધ થાય છે. ઉપરાંત ખેતરમા પાક વધારવામાં પણ મદદરૂપ થાય છે. એવી માન્યતા ખેડૂતોમાં છે. જેના કોઈ વૈજ્ઞાનિક પ્રયોગો કે પુરાવા નથી. પણ ગુજરાત સરકારે અગ્નિહોત્રની ખેતી કરતાં ખેડૂતનું સન્માન અને પુરસ્કાર આપેલા છે. પાણીમાં ક્ષારનું પ્રમાણ ઘટાડવા માટે દરરોજ 2.5 –5.0 ગ્રામ અગ્નિહોત્ર ભસ્મને 1 લિટર પાણીમાં મિશ્રણ કરવામાં આવે છે. બીજનું અંકુરણ અને વૃદ્ધિ ઝડપી બને છે તથા ફળ બનવા માટે જરૂરી પરાગરજની ગુણવત્તા પણ સુધારે છે.
અગ્નિહોત્ર ખેતી
અગ્નિહોત્ર ખેતી કરવા માટે એક ખેતર વચ્ચે યજ્ઞ વેદી તૈયાર કરી રોજ સવાર-સાંજ બે મિનિટ યજ્ઞ કરવામાં આવે છે. જેમાં ચોખા અને દેશી ગાયના ઘીની આહુતી આપવામાં આવે છે. તેમાંથી નિકળતી રાખને ગાયના છાણ અને ગોમૂત્ર સાથે ભેળવવામાં આવે છે. જેને ખેતરમાં પાક ઉપર નાખવામાં આવે છે.જેનાથી જમીન શુદ્ધિકરણ થાય છે, તેમજ રોજ યજ્ઞ કરવાથી વાતાવરણમાં પણ સાત્વિકતા આવે છે.
સોમનાથ જિલ્લાના ગીરગઢડાના થોરડી ગામમાં 64 વર્ષના ખેડૂત લાલજીભાઈ રવજીભાઈ બુહા 13 વર્ષથી અગ્નિહોત્રથી ખેતી કરે છે. તેમના ખેતરમાં આંબાના 1400 વૃક્ષો છે તેમાં ઉત્પાદન વધે છે એવો દાવો લાલજીભાઈનો છે. તેમની મીઠી મધ જેવે સુગંધીદાર કેસર કેરી ગુજરાતના 8 મોટા શહેરો અને દેશના 12 શહેરોમાં સામાન્ય ભાવથી વેચે છે. લાલજીભાઈ આ અંગે માર્ગદર્શન 927418451 આપે છે.
શાંગાવાડી નદીને કાંઠે આવેલાં થોરડી ગામ છે. જે ગીરના જંગલની બરાબર બાજુમાં છે. ગીર જંગલની પાસે આવેલાં ગીરગઢડા, સનવાવ, ઉમેદપરા, દ્રોણ, કોઠીયા, જરગલી, બાબરીયા, ભાખા, થોરડી ગામો ઈકો સેન્સેટીવ ઝોન પાસે છે.
થોરડી ગામના ખેડૂત લાલજીભાઈ 18 વર્ષથી સજીવ ખેતી કરે છે. 13 વર્ષથી પોતાના ખેતરમાં રોજ બે વખત કોઈ ચૂક વગર અગ્નિહોત્ર હોમ કરે છે. અમનો દાવો છે કે, રોગ જીવાતમાં રાહત રહે છે. તેમના ખેતરમાં આંબાના 1400 વૃક્ષો છે તેમાં ઉત્પાદન વધે છે એવો દાવો લાલજીભાઈનો છે.
યજુર્વેદમાં સ્ત્રોત નંબર 1 થી 29, પ્રકરણ 18માં યજ્ઞનું વર્ણન થયેલું છે. યજ્ઞને ખેતી, ભૌતિક, માનસિક, આધ્યાત્મિક અને બૌદ્ધિક પ્રગતિનો મૂળભૂત પાયાનો એકમ યજુર્વેદમાં ગણેલો છે. યજ્ઞ એ વનસ્પતિ સમુદાયમાં સમૃદ્ધિનો સ્ત્રોત છે. સારા સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણનો રક્ષક ગણવામાં આવે છે.
ચંન્દોગ્ય ઉપનિષદમાં સૂક્ષ્મ વાતાવરણ અને વાતાવરણીય પ્રદૂષણો દૂર કરવાનું વર્ણન કરેલું છે. યજ્ઞ બધી અશુદ્ધિઓ, પ્રદૂષણ દૂર કરી મહત્ત્વપૂર્ણ ઊર્જા વધારે છે.
વૈદિક કૃષિનો પાયાનો સિદ્ધાંત કુદરતી ચક્ર સાથે તાલમેલ અથવા સમતોલનનો છે. અનેક ખેતી પદ્ધતિનો સમાવેશ થાય છે એમાંથી સૌથી અગત્યની વૈદિક કૃષિ પદ્ધતિ છે અગ્નિહોત્ર ખેતી.
પ્રાચીન વિજ્ઞાનમાં યજ્ઞ દ્વારા વાતાવરણને શુદ્ધ અને સ્વસ્થ રાખવાની એક માત્ર પદ્ધતિ છે. જેનાથી વૈશ્વિક ઊર્જા એકત્રિત થઈ વાતાવરણમાં ઉત્સર્જન થાય છે.
અગ્નિહોત્ર ફાર્મિગ પદ્ધતિમાં ખેતરમાં ખેડવું, રોપણી, કાપણી, ે નવા અનાજનો સંગ્રહ જેવા ખેતીકાર્યો યજ્ઞ અને મંત્રોના પઠન દ્વારા કરવામાં આવે છે.
અગ્નિહોત્રમાં મુખ્યત્વે બે શક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. અગ્નિ અને ધ્વની, અગ્નિહોત્ર કૃષિ એક માત્ર પદ્ધતિ છે કે જેમાં બંને શક્તિનો સમન્વય થાય છે. એટલે જ કુદરતી ખેતી સાથે મદદરૂપ એવી અગ્નિહોત્ર કૃષિ પદ્ધતિના ઉપયોગથી જે પરિણામ મળશે તે અનેક ઘણું વધારે છે, તેનો અનુભવ ઘણા ખેડૂતોને થયો છે.
રાસાયણિક ખેતી જેટલું એકદમ શુદ્ધ કેરીનું ઉત્પાદન મળે છે. ખેત પેદાશોથી માનવ આરોગ્યને નુકાસન નથી થતુ. વળી, આંબામાં 5થી 15 ટકા ઉત્પાદન વધારે આવે છે. એવો લાલજીભાઈનો દાવો છે.
આખા વર્ષમાં એક એકરે ખર્ચ માત્ર એક કિલો ઘીનું આવે છે. તેનાથી મંત્રો સાથે હોમ કરવાથી અગ્નિહોત્ર એક કિલોમીટરમાં અસર થાય છે. તેમની 80 વીઘા જમીન એક જ શેઢે છે. જે તમામમાં હવન અસર કરતો હોવાનો દાવો તેમનો છે.
વૈજ્ઞાનિક પ્રક્રિયા
વાતાવરણને શુદ્ધ અને સ્વસ્થ રાખવાની એક માત્ર પદ્ધતિ છે
અગ્નિહોત્ર પ્રક્રિયા દરમ્યાન કુંડમાં તાપમાન 250° થી 600° સે. અને જયોતનું તાપમાન 1200° થી 1300° સે. હોય છે.
છાણમાં રહેતા સેલ્યુલોઝ અને બીજા કાર્બોહાઈડ્રેટ પદાર્થોનું દહન થતા તેમાંથી પુષ્કળ પ્રમાણમાં થાયમોલ, યુજીનોલ, પાઈનેન, નોલા, એમોનિયા, ઈન્ડાલ, ફોર્મલીન તથા બધાના મિશ્રણથી નવા વાયુઓ ઉત્પન્ન થઈ આસપાસના વાતાવરણમાં પ્રસરે છે.
પોષણ તત્વોમાં નોંધપાત્ર વધારો થાય છે. અગ્નિહોત્ર દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં ધૂમાડો થતાં આસપાસના વાતાવરણમાં જીવાત દૂર ભાગે છે અને છોડ શુદ્ધ વાતાવરણમાં ઉછેરે છે.
ઘીનું અગ્નિહોત્રમાં દહન થતાં ગ્લિસરોલમાંથી એસીટોન, પાયરૂવેટઆલ્ડિહાઈડ અને ગ્લાયોકસાલ વગેરે છૂટા પડે છે.
ઘીમાં દહનથી મિથેનોલ, ઈથેનોલ, ફોર્માલ્ડિહાઈડ, એસીટાલ્ડીહાઈડ, ફોર્મિક એસિડ અને એસીટિક એસિડ વાયુઓ ઉત્પન્ન થાય છે. સ્વાશ્ય, શક્તિ, ખેતરના વાતાવરણને શુદ્ધ કરી પૌષ્ટિક તત્વો પૂરા પાડે છે.
સૂર્યની હાજરીમાં ફરીથી ફોટો રસાયણિક પ્રક્રિયા થતાં અસ્ટ્રાવાયોલેટ અને ટૂંકી તરંગલંબાઈવાળા તરંગોમાં ફેરફાર થાય છે. જમીન ઉપર આવે છે. વાતાવરણમાં કાર્બન ડાઓકસાઈડ (Co2) ઘટાડી શુદ્ધ ઓક્સિજન (92)નું પ્રમાણ વધારે છે.
સૂત્ર
CO2 + H2O + 112,000 cal = HCHO = O2
અગ્નિહોત્ર આગ, ગરમી અને ચૂંબકીય તાકાતને જોડતી કડી છે જેના ઉંધા પીરામિડ આકારવાળા પાત્રમાં વૈશ્વિક ઊર્જા એકત્રિત થાય છે અને આસપાસના વાતાવરણમાં વિસર્જન પામે છે.
ઋતુપરિવર્તનમાં ફાયદો
એપ્રિલ 2023માં થોરડી, ભાખા, બાબરીયામાં ભારે પવન સાથે પોણો ઇંચ વરસાદ પડતાં કેરીનો ફાલ ખરી ગયો હતો. પણ આ બાગમાં કંઈ થયું ન હતું.
7 મહિના પહેલાં ગીરગઢડા નજીક આવેલા ગીર જંગલના થોરડી, ભાખા, જાખીયા ગામમાં તેમજ બાબરીયા વિસ્તારમાં ભારે પવન સાથે કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો. આ વિસ્તારના ખેડૂતોના પાક કેરી, તલ સહિતના પાકોને વ્યાપક પ્રમાણમાં નુક્સાન પહોંચ્યુ હતું. પણ લાલજીભાઈના ખેતરમાં સૌથી ઓછું નુકસાન થયું હતું.
આ અગાઉના વર્ષોમાં મગ જેવડી કેરી કરા પડેલાં ત્યારે તેની અસર ઓછી થઈ હતી. રાસાયણીક ખેતી કરતાં હતા તે ખરી ગઈ હતી. લાલજીભાઈની કેરીમાં ડાઘ કે ઘોબો રહી ગયા હતા પણ તે ખરી નહીં.
વાતાવરણ શુદ્ધીકરણ થાય છે.
અગ્નિહોત્ર – 12થી 13 વર્ષથી કરે છે. સૂર્ય ઉતે તેની સાથે જ એ જ સમયે કરવો જોઈએ. હોમ કરવું તે માત્ર બે મીનીટનું કામ છે. રોજ સવાર અને સાંજે કરવું પડે છે.
પીરામીડ આકારનું કોઈપણ ઘાતુનું પાત્ર લઈને તેમાં દેશી ગાયના છાણા, ચપટી અખંડ ચોખા, શુદ્ધ ગાયનું ઘી લઈને છાણા પ્રગટાવી ચોખા હથેળીમાં લઈને ઘી નાંખી વિધિ કરે છે. જેમાં મત્રોચ્ચાર સૂર્યાયનમઃ, પ્રજાપતિ કરાય છે. સાંજે અગ્નિય સ્વાઃ મત્ર બોલાય છે. જેની વિધિ શિખ્યા પછી જ કોઈ ખેડૂતોએ પ્રયોગો કરવા જોઈએ.
રોજ સવારે અને સાંજે કોઈ દિવસની ચૂક વગર નિયમિત કરવા પડે છે. જેથી એક સાયકલ રચાય છે. તેથી તેના ખેતરમાં ફાયદો થતો હોવાનો તેમનો દાવો છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સાથે એક વખત લાલજીભાઈએ વાત કરી હતી. એક વખત હોમ કરવાથી 12 કલાક અસર રહે છે. અગ્નિહોત્રનો સીધો ફાયદો એ છે કે, રોગજીવાત ઓછી આવે છે.
નવસારી
વલસાડના હાલર રોડ પર આવેલા ગાયત્રી ચેતના કેન્દ્ર અને અગ્નિહોત્ર કેન્દ્ર દ્વારા યજ્ઞ સાથે ખેતીનાં પ્રયોગો 2013માં દશ માસ થયા હતા. આ પ્રયોગોના પરિણામ સ્વરૂપે રાજ્યમાં અનેક ખેડૂતે ખેતીવાડી, બાગાયત ક્ષેત્રમાં અનેક સફળ પરિણામો મેળવ્યાં છે.
ખેતીને લગતી મોટા ભાગની સમસ્યાઓ માત્ર વાડી-ખેતરમાં યજ્ઞ કરવાથી જ દૂર થઇ જાય છે.
વૃક્ષ અને વનસ્પતિ પોતાનો 90 ટકા ખોરાક વાતાવરણમાંથી જ મેળવે છે. યજ્ઞ દ્વારા ઉત્પન્ન થતાં ઔષધીય વાયુઓ એથેલીન, પ્રોપેલીન ઓક્સાઇડ, બીટા પ્રોપિયોલેહરોન, ફાર્માલ્ડીહાઇડ તથા દિવ્ય અજ્ઞાત વાયુઓ દ્વારા વનસ્પતિ અને વૃક્ષના વૃદ્ધિ અને વિકાસને કોઇ અટકાવી શકતું નથી. હાનિકારક જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે.
ગુંદલાવ ગામના મહેન્દ્ર દેસાઇ તેમના આંબાના બગીચામાં પ્રભાવિત પરિણામ મેળવેલા હતા.
કલાવડ ગામના ખેડૂત બાલુ ગોપાલ પટેલ દ્વારા નિયમિત અગ્નિહોત્ર યજ્ઞના પ્રયોગો સાથે રીંગણ, મરચીમાં પ્રયોગો કર્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર 9 જાન્યુઆરી 2014ના રોજ એક સાથ બે અગ્નિહોત્ર ફાર્મની સ્થાપના કરવામાં આવી હતી. ગુંદલાવ તથા કલવાડા ગામમાં કરવામાં આવી હતી.
વનસ્પતી સજીવ છે. એ સિધ્ધાંત પર કામ કરે છે.
અગ્નિહોત્ર ખેતીમાં સ્વામી સમર્થ અક્કલકોટ દ્વારા નોંધણી થયેલી છે.
નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના કુકર્ણી દર વર્ષે આવે છે. ખેડૂતો નવસારી ખુશરૂ 9898533031 જાણી શકે છે. અગ્નિહોત્ર ફાર્મિંગ ઇન ગુજરાત સર્ચ કરી માહિતી મેળવી શકાય છે.

અગ્નિહોત્રનું મહત્ત્વ
અગ્નિહોત્રમાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ, રજ-તમ કણોનું વિઘટન કરે છે. વાયુમંડળમાં લાંબા સમય સુધી ટકી રહે છે. ચારે બાજુ ફરતું સુરક્ષાકવચ બને છે. સૂક્ષ્મમાંથી આ કવચ રતાશ પડતું દેખાય છે. તે ખેતરના છોડ કે વૃક્ષો શોષિ લે છે. ખારબ હવા કે કિરણો તેને અસર કરતા નથી. પ્રદૂષણના સંકટથી મુક્ત રહે છે.
અગ્નિહોત્રના લાભ
વાતાવરણ ચૈતન્યદાયી થાય છે. વધારે સક્કર અને સ્વાદિષ્ટ અન્નધાન, ફળ, ફૂલ ને શાકભાજી ઊગે છે.
અગ્નિહોત્રના ભસ્મનો ખેતી અને વનસ્પતિના ઉછેર પર ઉત્તમ પરિણામ થાય છે.
હોમ થેરપી પણ કહે છે. છોડ પરનો તણાવ દૂર કરે છે.
જ્વલનમાંથી નીકળતા ધુમાડા વૃક્ષો અને છોડ પર પ્રભાવી પરિણામ આપે છે.
અગ્નિહોત્રના ઔષધીયુક્ત વાતાવરણને લીધે રોગકારક જીવજંતુઓની વૃદ્ધિ થતી નથી.
ઊર્જા
સૂય ઊર્જાનો ઉપયોગ એટલે અગ્નિહોત્ર. જનિત્ર (જનરેટર) છે. અગ્નિની ઝાળ એટલે યંત્ર (ટર્બાઇન) છે. ગાયના છાણા, ગાયનું ઘી અને અક્ષત ચોખા આ ઘટકોનો અગ્નિના માધ્યમ દ્વારા પરસ્પર સંયોગ થાય છે. જેનાથી એવું કાંઈક સિદ્ધ થાય છે કે, તે આજુબાજુની વસ્તુઓ સાથે જોડાઈને ફાલાય છે. ઘાતક ઊર્જાને નિષ્ક્રીય કરે છે. તેથી પોષક વાતાવરણ બનતા સેંદ્રિય (જૈવિક) દ્રવ્યો ઉત્પન્ન થવા, ઉછરવા અને વિસ્તાર થવા માટે પોષણ કરે છે.
અગ્નિહોત્ર પ્રક્રિયા વાયુમંડળની હાનિકારક તત્વો દૂર કરે છે.
હવનપાત્ર
પિરામિડ પાત્ર સવારના અગ્નિહોત્ર સમયે બધી જ પ્રકારની ઉર્જા, વિદ્યુત, ઈથર દ્રવ્ય વગેરે પિરામિડ આકારના પાત્ર તરફ આકર્ષિત થાય છે. સૂર્યાસ્ત સમયે આ ઉર્જા પિરામિડ આકારના પાત્રમાંથી ફરીપાછી વેગે બહાર ફેંકાઈ જાય છે.
હવનદ્રવ્યો
હવન કરતી સમયે ગાયના અડાયા છાણાં, ગાયનું ઘી અને તૂટેલા ન હોય અને પોલીશ કરેલા ન હોય એવા ચોખા અગ્નિના સંયોગથી સૂક્ષ્મ વાયુની નિર્મિતિ કરે છે. ચોખાના બે ચપટીભર દાણા હાથેળીમાં ધરીને અથવા તાંબાની નાની થાળીમાં લઈને તેના પર ગાયનું ઘી થોડુક અમસ્તુ મૂકવું.
અગ્નિહોત્રના મંત્ર
સૂર્યોદય સમયે
1 – સૂર્યાય સ્વાહા સૂર્યાય ઈદમ્ ન મમ
2 – પ્રજાપતયે સ્વાહા પ્રજાપતય ઈદમ્ ન મમ
સૂર્યાસ્ત સમયે
1 – અગ્નયે સ્વાહા અગ્નયે ઈદમ્ ન મમ
2 – પ્રજાપતયે સ્વાહા પ્રજાપતય ઈદમ્ ન મમ
બન્ને મંત્રો ધારદાર સ્વરોમાં સારાભાવથી બોલતી વેળાએ એક વાર સ્વાઃની આહુતિ આપવી.
મંત્રનો અર્થ
મંત્રમાં રહેલા સૂર્ય, અગ્નિ, પ્રજાપતિ આ શબ્દો ઈશ્વરવાચક છે. સૂર્ય, અગ્નિ, પ્રજાપતિના અંતર્યામી વાસ કરનારી પરમાત્મશક્તિને હું આ આહુતિ અર્પણ કરું છું, આ મારું નથી , એવો આ મંત્રનો અર્થ છે. સમગ્ર સૃષ્ટિને નિર્માણ કરનારી, તેનું ધારણ-પોષણ કરનારી જે પરમાત્મશક્તિ છે, તેના વિશે શરણાગત ભાવ હોવાનું આ મંત્ર દ્વારા કથન કરવામાં આવ્યું છે.
પ્રજાપતિ દેવતાને પ્રાર્થના કરીને શરૂઆત અને તેમનાં જ ચરણોમાં કૃતજ્ઞતા વ્યક્ત કરીને હવનની પૂર્ણાહુતિ કરવી.
અનેક દિવસ હવન કરવાથી અભેદ્ય એવું સંરક્ષણકવચ થઈ શકે છે. દિવસના બે પ્રમાણે, ચાર દિવસો માટેનો ફાયદો, એટલે જ એક મહિનો હવન કરવાથી ચાર મહિનાઓ માટેનું સંરક્ષણ પૂરું પાડી શકે છે. એક મહિનો હવન કરવાથી લગગ આઠ મહિના સંરક્ષણ થઈ શકે છે. ભસ્મ વનસ્પતિ માટે ખાતર તરીકે અને ઔષધ બનાવવા માટે ઉપયોગ કરી શકાય છે.
લાલજીભાઈએ જ્યારે અગ્નિહોત્રની શરૂઆત કરી ત્યારે તેમને શરૂઆતમાં બધા ગાંડા માણસ ગણતાં હતા. પણ આમ કરવાથી તેમને ફાયદો મળી રહ્યો હોવાનું તેઓ માને છે. જોકે તે વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ શકે તેમ છે. તેથી તે અંગે કૃષિ યુનિવર્સિટીએ પ્રયોગો કરવા જોઈએ એવું લાલજીભાઈ માને છે. જોકે, લાલજીભાઈ કહે છે કે બહુ ઓછા ખેડૂતો આવી મહેનત કરીને ખેતી કરે છે. મારા ખેતરમાં ફાયદો થતો હોવા છતાં શેઢાના ખેડૂતો પણ તેનો પ્રયોગ કરવા તૈયાર નથી. કરે તો ફાયદો છે જ.