અમદાવાદ, 21 ઓગસ્ટ 2024
Gujarat : ગુજરાતનાં 6 શહેરોના 2 લાખ મહિલાઓને રક્ષાબંધનના તહેવારોમાં મફત મુસાફરી કરી હતી.
Gujarat સરકાર હવે બીજા ધર્મોના તહેવારોમાં પણ આ રીતે મફત મુસાફરી કરવાની છૂટ આપે તો 4 લાખ મહિલાઓ મફત મુસાફરી કરી શકે તેમ છે. જોકે તેની સાથે એવી માંગ ઉઠી છે કે સિટી બસ અને રેલવેમાં વરિષ્ઠ નાગરિકોને 50 ટકા રાહત ટીકીટોમાં મળતી હતી તે મોદી સરકારે બંધ કરી દીધી છે તે ફરીથી ચાલું કરવામાં આવે.
અમદાવાદ શહેરી બસમાં 19 ઓગસ્ટ 2024માં રક્ષાબંધનના દિવસે રૂ. 12 લાખ 21 હજાર કંડકટર આવક થઈ હતી. રક્ષાબંધનના દિવસે 3 લાખ 4 હજાર પ્રવાસીઓએ અમદાવાદ શહેરી બસમાં મુલાફરી કરી હતી.
1 લાખ 2 હજાર 191 મહીલાઓએ વીના મુલ્યે મુસાફરી કરી હતી.
2024-25માં 7 ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસ દોડાવ્યા બાદ હવે વધુ 60 માર્ગો પર દોડશે. AMTSમાં 4.30 લાખ મુસાફરો પ્રવાસ કરે છે. જે વધીને 6 લાખ થવાની છે.
સુરત
સુરતમાં રક્ષાબંધનના દિવસે સુરત સિટી લીંક લી.ની BRTS બસ તેમજ સિટી બસમાં બહેનો તેમજ તેમના 15 વર્ષ સુધીનાં બાળકોને ફ્રીમાં મુસાફરી કરી હતી. કેટલા મહિલાઓએ મફત મુસાફરી કરી તેના આંકડા જાહેર કર્યા નથી.
સુરત શહેરમાં એક ટિકિટથી સિટી બસ અને BRTSમાં મુસાફરી કરી શકાય છે. હાલમાં BRTSના 13 રૂટ તેમજ સિટી બસના 45 રૂટ ઉપર સરેરાશ દૈનિક 2 લાખ મુસાફરો આવ જાવ કરે છે.
રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની રાજકોટ રાજપથ લિ. દ્વારા રક્ષાબંધનના દિવસે મફત મુસાફરી કરવાની મહિલાઓને છૂટ હતી. બી.આર.ટી.એસ. બસ તથા સિટી બસમાં પ્રવાસ કરાયો હતો.
રોજના 11 હજાર મુસાફરો મુસાફરી કરે છે. કેટલા મહિલાઓએ મફત મુસાફરી કરી તેના આંકડા જાહેર કર્યા નથી.
જામનગર
રક્ષાબંધનના અવસરે બહેનોને જામનગર સીટી બસમાં મફત મુસાફરી કરવાની છૂટ આપી હતી. કેટલા મહિલાઓએ મફત મુસાફરી કરી તેના આંકડા જાહેર કર્યા નથી.
ભાવનગર
ભાવનગરમાં 2 રૂટ પર જ સિટી બસ ચાલે છે. હવે 100 બસ લાવવાની વાતો કરે છે. કેટલા મહિલાઓએ મફત મુસાફરી કરી તેના આંકડા જાહેર કરાયા નથી.