- બાયોડાયવર્સિટી –
દિલીપ પટેલ
અમદાવાદ, 20 ઓગસ્ટ 2024
Gujarat: ગુજરાતમાં સાસણ ગીરના સુમિત જારિયા અને સમસુદ્દીન જારિયા 20 વર્ષથી અલગ-અલગ પ્રકારની કેરીની જાત પર અભ્યાસ કરી રહ્યા છે.
Gujarat કુલ સાડા ચાર હજાર આંબા છે. જેમાં ત્રણસો પ્રકારની કેરીઓ થાય છે. છેલ્લાં 20 વર્ષથી આ આંબા છે. આ પ્રકારની કેરીઓ તેમના ફાર્મમાં ઉગાડી રહ્યા છે.
મેંગો મ્યુઝિયમ
મેંગો મ્યુઝિયમ બનાવવા પણ ઇચ્છે છે. બાયોડાયવર્સિટી કલેક્ટ કરીને તેમાંથી કલમ બનાવીને કેરી ઉગાડવાના શોખીન છે. તેની કલમ ખેડૂતોને આપે છે. કૃષિ પ્રવાસન વિકસાવવા ભવિષ્યમાં પોતાના ખેતરમાં કેરીનું મ્યુઝિયમ બનાવવાની ઇચ્છા ધરાવે છે. સરકાર કેરીની વિવિધતાનું પ્રદર્શન તેના ફાર્મમાં કરે છે. 230ની કેરીનો અનોખો બગીચો
ભાલચેલ ગામમાં ગીર ફોરેસ્ટ નેશનલ પાર્કથી માત્ર 3 કિલોમીટર દૂર હિરણ નદીના કિનારે ફાર્મ છે. દેશભરમાંથી કેરીની 200 થી વધુ જાતો ઉગાડે છે. ત્રણ દાયકામાં ઝરિયા પરિવાર દ્વારા એકત્રિત અને સાચવેલ કેરીના વિશાળ બગીચાને જોઈને આશ્ચર્યચકિત થઈ જશો. કેરીની 230 જાતો ઉગાડવામાં આવી છે. જેમાંથી કેટલીકમાં દક્ષિણ ભારતમાંથી ચિન્ના રસમ અને ચંદ્રમા અને ઉત્તરમાંથી ચૌંસા, લંગડો અને દશેરીનો સમાવેશ થાય છે. તેમની પાસે વામન કેરી અને સિંધુ-117 નામની બીજ વિનાની જાત પણ છે. કટિમોન, બજરંગ બારમાસી, બારમાસી વલસાડ અને અન્ય જાતોની કેરીઓ પણ છે જે દર ત્રણ મહિને કેરીઓ આપે છે. કેરીના 200 થી વધુ જાતોનો મધર પ્લાન્ટ છે. જેમાં વિદેશી, હાઇબ્રિડ, બારમાસી અને રજવાડી કેરીની જાતોનો સમાવેશ થાય છે. 80 જાતના કેરીના છોડ વેચે છે. કેરીના ફળોની લગભગ 60 જાતો જોઈ શકાય છે.
વિદેશી કેરી
જાપાનની મિયાઝાકી, કેળા જેવા આકારની બનાના મેંગો, થાઇલૅન્ડની સુપર ક્વીન, ઇઝરાયલની જાંબલી રંગની કેરી, ઑસ્ટ્રેલિયા, અમેરિકા, ઇજિપ્ત, ઇઝરાયેલ સાથે દેશની 300થી વધુ જાતની કેરી પેદા કરે છે. વિશ્વમાં સૌથી મોંઘી મનાતી જાપાનની કેરી ઇરવિન મિયાઝાકીના 50 ઝાડ છે. ખેડૂત સુમિત જારિયાએ પોતાના ખેતરમાં અમેરિકાની ટોમી, એટકિન્સ અને કીટ કેરી, જાપાનની ઓસ્ટીન અને મિયાઝાકી કેરી, થાઈલેન્ડની નામ ડોક માઈ કેરી, અને ઈઝરાયેલની માયા જેવી વિદેશી કેરીઓ ઉગાડી છે. આ વિદેશી કેરીઓ નારંગી, આછો પીળો, ઘેરો પીળો, લાલ અને લીલો જેવા વિવિધ સુંદર રંગોમાં છે.
વિશ્વની મોંઘી કેરી
એક નંગ કેરીના 5થી 10 હજાર રૂપિયા જાપાનમાં છે. વિશ્વમાં સૌથી મોંઘી મનાતી જાપાનની કેરી ઇરવિન મિયાઝાકીના 50 ઝાડ છે. ભારતમાં કેસર કેરીનું બૉક્સ 13થી 15 હજારમાં વેયાય છે. તેની મળતી કિંમત સખાવતમાં વપરાતી હોય છે. જાપાનમાં પણ આ જ પ્રકારની પ્રથા છે. જ્યારે તેની પહેલી નીલામી થાય ત્યારે તેનો ભાવ ભારતીય ચલણમાં અઢી-ત્રણ લાખ સુધી પહોંચે છે. ત્યાર બાદ રિટેલમાં તેનો ભાવ જાપાની ચલણમાં દસ હજાર સુધીનો હોય છે. જાપાનમાં આ કેરી ગ્રીન હાઉસમાં પાકે છે. શિયાળામાં ત્યાં બરફ પડે છે. ખુલ્લામાં આંબો સુકાઈ જાય. ત્રણ-ચાર વર્ષમાં મિયાઝાકી કેરીનું વેચાણ થશે.
દેશી કેરીઓમાં ખાંડનું પ્રમાણ વધુ અને વિદેશી કેરીઓમાં ખાંડની માત્રા ઓછી હોય છે. આથી ડાયાબિટીસના દર્દીઓમાં તેની માંગ વધુ છે.
જાતો
સોનપરી, અરૂણિકા, અંબિકા, પુસા સુર્યા, પુસા પિતાંબર, ચૌસા, હાફુસ, કેસર, દસેરી, હિમસાગર, લંગડા, સફેદા, માલગોઆ, તોતાપુરી કેરીના ઝાડ છે. નીલગોઆ, વન લક્ષ્મી, ટોમી એટકિન્સ, પુસા અરુણિમા, શ્રાવણીયો, મલ્લિકા, ટોટા નાના લાલ, ઓસ્ટીન, દાડમ, કડો હાપુસ, દૂધ પેંડા, વસ્તારા, એપલ કેરી આફ્રિકા, જમ્બો, સરદાર, રત્ના, રાજાપુરી, રાખોડી, માયા, કેસર, કીટ, ચિન્ના રસમ, નીલફાન્સો, સિંધુ-117 (ટોગલી વિના), સોનપરી જાતો સુમિતના ખેતરમાં છે.
એક આંબામાં 35 જાત
સાસણના સમસુદીનભાઇના ફાર્મમાં વિજ્ઞાનીઓને પડકાર આપતા હોય એમ એક જ આંબા પર 35 જાતની કેરી પેદા કરે છે. દેશી કેરી, કીટ, માયા, 13-1, સેન્સેસન, 13-3, કોરી, દૂધપેંડો, બોમ્બે આફૂસ, ગીરીરાજ, ગાજરીયો, રત્ના, નીલેશ્વરી, હિંદ સાગર, ચોસા, હાફુસ કેરી, તોતા કેરી, લંગડો કેરી છે. જેમાં દેશ વિદેશની 35 જાતની કેરીઓ તો ઝુલી રહી છે. રંગ, આકાર, પાન, સ્વાદ બધી કેરીના અગલ છે.
એક જ આંબા પર 80 જાતની કેરી
હવે તેઓ 80 જાતની કેરીઓ બીજા આંબા પર તૈયાર કરી રહ્યાં છે. તેમના ખેતરનું બીજું એક અનોખું પાસું એ છે કે તેમની પાસે એક ઝાડ હતું તેના પર 80 જાતની કેરીઓ ઊગી હતી. પછી તે એક રોગથી સંક્રમિત થઈ ગયું. અંતે મૃત્યુ પામ્યું. અમે બીજા આવા વૃક્ષ બનાવી રહ્યા છે.
વ્યક્તિ
સુમિત પુણે યુનિવર્સિટીમાંથી બાયોટેકમાં સ્નાતક થયા. ત્યારબાદ તેમણે આસામની તેજપુર સૅન્ટ્રલ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કર્યું. આફ્રિકાના અંગોલામાં ફુડ પ્રોસેસિંગ કંપનીમાં પણ કામ કર્યું. તેમની ત્રીજી પેઢી છે જેઓ કેરીની બાગાયતની ખેતી સાથે સંકળાયેલી છે. જાપાન, થાઇલૅન્ડ, ચીનનો પ્રવાસ કર્યો છે. કલમો ભારત લાવ્યા હતા. અનેક જાતની કેરીના આંબાનો ત્રણથી ચાર વર્ષ માટે વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કર્યો છે. ગુજરાતમાં હવામાનમાં કેરીના ઉત્પાદનનું કેવું પરિણામ મળે છે તે પણ ચકાસે છે. ખેડૂતોને મદદ કરે છે. કૃષી યુનિવર્સિટી, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના એવોર્ડ પણ મળ્યા છે. પિતા અને દાદા પણ ખેતીનો ધંધો કરતા હતા. તેમની ખેતીની પરંપરા આગળ વધારતા સુમતિ જારિયાએ પોતાની 12 હેક્ટર જમીનમાં દેશી કેરીઓ સાથે વિદેશી કેરીઓ પણ ઉગાડી છે. ખેડૂતોને મદદ કરે છે.
1985માં મારા દાદા નૂર અલી વીરા ઝરિયાએ પડોશના સાંગોદરા ગામમાંથી સ્થળાંતર કરીને કેરીનો બાગ ખરીદ્યો હતો. ખરાબ જમીન લીધી અને ખેતી માટે પૂરતી ફળદ્રુપ બનાવી. કેસરી કેરીની જાત ઉગાડવાનું શરૂ કર્યું. 1990માં નર્સરી શરૂ કરી. 1996ની આસપાસ કેરીની વિવિધ જાતો એકત્રિત કરવાનું શરૂ કર્યું. તેણે શરૂઆતમાં કેરીની 14 જાતો ખરીદી અને તેને તેના બગીચામાં ઉગાડ્યો હતો. તેમના દાદા અને પિતા બંનેએ કેરીની વિવિધ જાતો મેળવવા માટે દેશભરમાં પ્રવાસ કરવાનું શરૂ કર્યું. નિષ્ણાતો અને કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લીધી અને અનન્ય જાતો ઉગાડતા ખેડૂતોને મળ્યા હતા.
સમગ્ર ભારતમાં ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતી અનોખી કેરીઓ મળી હતી. અધિકૃતતાની ચકાસણી અત્યંત મહત્વની છે, અને આ પ્રક્રિયામાં ચાર વર્ષ જેટલો સમય લાગે છે. વાર્ષિક આશરે 2 લાખ કેરીના રોપાઓનું વેચાણ કરે છે. અનિલ એમના મોટાભાઈ છે. પરિવારની જેમ આખા વ્યવસાયની સંભાળ રાખે છે.
બાગાયતી પ્રવાસન
સુમિત અને સમસુદ્દીન હોર્ટિકલ્ચર ટૂરિઝમ કરે છે. સાસણ ગીર માટે સિંહદર્શન કરવા માટે આવતા લોકો અને ખેડૂતોને પોતાના ફાર્મમાં રાખે છે. 12 હેક્ટરની જમીનમાં જૈવિક રીતે કરે છે કેરીનું ઉત્પાદન કરે છે. પોતાના ખેતરમાં વિશાળ પાયે સ્વદેશી અને વિદેશી કેરીઓ ઉગાડે છે. રસાયણનો ઉપયોગ કર્યા વગર જૈવિક રીતે કેરીનું ઉત્પાદન કરે છે. ઉદ્યોગપતિઓ અને નાના ખેડૂતો તેમના ગ્રાહક છે. વિદેશી અને હાઇબ્રિડ જાતોનો સમાવેશ થાય છે. એક રિસોર્ટ છે જ્યાં પ્રવાસીઓ પ્રકૃતિના સાનિધ્યમાં માનસિક શાંતિનો અનુભવ કરે છે.
વેપારી કેરી
બજારમાં ભાવ મળતો હોય તેવી જ જાતો ઉગાડવા કૃષિ વિભાગ ખેડૂતોને ભલામણ કરે છે. કોમર્સિયલ કેસર, હાફુસ અને સોનપરી જેવી કેરીની જાતો જ ચાલે છે. સોનપરી ગુજરાતની જ હાઇબ્રીડ કેરીની જાત છે અને ગુણધર્મો કેસર જેવા છે. કેસર કેરીનો બગીચામાં સોનપરીના ઝાડ હોય તો કેસરના ફલીનીકરણની પ્રક્રિયામાં પણ ફાયદો કરે છે. જેમાં એક નવી વેરાઇટી પણ મળે છે. 10 ટકા ક્રૉસ વેરાઇટીમાં ઘણી કેરીની જાતો પેદા કરે છે.
કેરીનું પોષક મૂલ્ય
કેરી એ ઘણાં બધાં મેક્રો અને માઇક્રો પોષકતત્વોનો સ્રોત છે. કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, એમીનો એસિડ, લિપિડ્સ, ફાઇબર હોય છે. કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન અને વિટામિન્સ A અને C છે. 100 ગ્રામ કેરીમાં 60-90 કેલરી મળે છે. કેરીમાં 75-85 ટકા પાણી છે. કાર્બોહાઇડ્રટેસ્- 14.98, પ્રોટીન- 0.82, ફાઇબર- 1.6, સુગર – 13.66 ગ્રામ અને વિટામિન C- 36.4 મિલિગ્રામ
ઉત્પાદન
ભારતમાં કેરીની ખેતી 2400 હજાર હેક્ટર વિસ્તારમાં થાય છે અને તેનું 21.79 મિલિયન મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. મુખ્ય કેરી ઉગાડતાં રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, બિહાર, ગુજરાત અને તેલંગાણા છે. ભારતમાં મોટા ભાગે મીઠી કેરીને પસંદ કરવામાં આવે છે. જ્યારે વિદેશમાં મોટા ભાગે ખાટી-મીઠી કેરીને પસંદ કરવામાં આવે છે. અલગ-અલગ પ્રકારની કેરીઓનો સ્વાદ માણે છે.
બે હજાર જાતો
કેરીની વિશ્વભરમાં બે હજારથી વધારે જાત છે. જેમાં એક હજાર જાતો ભારતમાં છે. જૂનાગઢનું વાતાવરણ કેસર માટે ખૂબ જ અનુકૂળ છે. તેથી બીજી કેરીની બીજી જાતો ઉગાડી શકાય છે. અહીં વાતાવરણ એવું છે જે વિશ્વભરની મોટા ભાગની કેરીની જાતોને ઉગાડવા માટે માફક આવે તેવું છે.
ગીર વિસ્તારમાં 8 હજાર પ્રકારના આંબા આજે હયાત છે. તેમાં અનેક એવી જાત છે કે જે કેસર કેરી કરતાં વધુ મીઠાશ, વધુ સ્વાદ, સુગંધ અને રંગ ધરાવે છે. તેની દાબામાં નાંખવાની ટકાઉ ક્ષમતા વધારે છે. તેમાંથી 200 જાતના આંબાની કલમ બનાવીને રાખવામાં આવી છે. ગીરમાં 150 વર્ષ જૂના આંબા આજે હયાત છે. જે વડ વૃક્ષ કરતાં પણ મોટા કદના છે. ભારતમાં 600-700 પ્રકારના આંબા હોવાનું કહેવામાં આવે છે.
ગુજરાતમાં 2022-23માં 40231 હેક્ટરમાં 2 લાખ 68 લાખ ટન કેરી પાકે છે. હેક્ટર દીઠ 6.67 ટન કેરી પાકે છે.
નર્મદા જિલ્લામાં હેક્ટરે 7.42 ટન અને ભાવનગરમાં 7.77 ટન, પોરબંદર 7.40 ટન હેક્ટરે ઉત્પાદકતા મળે છે.