ગુજરાતમાં કોરોના વાઈરસના પોઝિટીવ કેસની સંખ્યામાં વધીારો થઈ રહ્યો છે, જેમાં આજ સુધીમાં કુલ ૩૦ કેસ નોંધાયા છે. તે પૈકી ૨૨ વ્યક્તિ એવા છે કે જેઓ વિદેશ પ્રવાસથી પરત ફર્યા હતા અને તેમનામાં કોરોનાના લક્ષણ જણાતા રિપોર્ટ બાદ પોઝિટીવ જાહેર થયા હતા.
પરંતુ તે સિવાય ૭ વ્યક્તિ એવા છે કે તેઓ વિદેશ કે અન્ય રાજ્યમાં ગયા જ નથી. ગુજરાતમાં જ રહ્યાં હતા. લોકલ ટ્રાન્સમિશનથી તેઓ કોરોના પોઝિટીવ થયા છે. તેનો મતલબ રાજ્યમાં હવે લોકલ ટ્રાન્સમિશનથી કોરોના વધુ પ્રસરવાનું જોખમ સર્જાયું છે.આગામી સમયમાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યામાં મોટો વધારો થાય તેવી શક્યતા છે.
૧-સુરતના ૬૭ વર્ષીય પુરુષ દિલ્હી-જયપુરથી પરત આવ્યા
૨-ગાંધીનગરના ૮૦ વર્ષીય મહિલા લોકલ ટ્રાન્સમિશનથી સંક્રમિત
૩-સુરતના ૪૫ વર્ષીય પુરુષ લોકલ ટ્રાન્સમિશનથી સંક્રમિત
૪-વડોદરાની ૨૭ વર્ષીય સ્ત્રી લોકલ ટ્રાન્સમિશનથી સંક્રમિત
૫-વડોદરાની ૨૯ વર્ષીય સ્ત્રી લોકલ ટ્રાન્સમિશનથી સંક્રમિત
૬-અમદાવાદનો ૩૩ વર્ષીય પુરુષ લોકલ ટ્રાન્સમિશનથી સંક્રમિત
૭-ગાંધીનગરનો ૪૯ વર્ષીય પુરુષ લોકલ ટ્રાન્સમિશનથી સંક્રમિત