Gujarat Anganwadi Condition ગુજરાતમાં આંગણવાડી કેન્દ્રો પાયાની સુવિધાઓથી વંચિત, શું છે ગ્રાંટ કૌભાંડ?
અમદાવાદ, 7 એપ્રિલ 2025
Gujarat Anganwadi Condition પ્રાથમિક શિક્ષણ અગાઉ બાળકોનું ઘડતર થાય તેના માટે આંગણવાડી હોય છે. પરંતુ, શિક્ષાની પ્રથમ સીડીમાં જ પ્રાથમિક સુવિધાનો અભાવ છે. ગુજરાતમાં કુલ 53050 આંગણવાડી કેન્દ્રમાંથી 719માં પીવાના પાણીની વ્યવસ્થા નથી. તેમજ 1711 આંગણવાડીમાં શૌચાલયની સુવિધા નથી.
નાનાબાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત સંકલિત બાળવિકાસ યોજના આંગણવાડીના મહિલા કાર્યકરો દ્વારા ચલાવવામાં આવે છે. બાળકો માટેની યોજના ડામાડોળ થઈ છે.
કારણ
કેન્દ્રની ભાજપની મોદી સરકારે 90 ટકાની રકમ ઘટાડીને 60 ટકા કરી દીધી હતી.
આંગણવાડી બહેનો પોતાના પગારમાંથી ખર્ચ કરીને બાળકોને નાસ્તો આપતી રહી છે.
બિલો આઠ મહિનાથી ચુકવાયા ન હતા.
કામદારોને દૈનિક વેતન રૂા. 476 છે. પરંતુ આંગણવાડીની બહેનોને લઘુતમ વેતન પણ મળતુ નથી.
સુપરવાઈઝરની અનેક જગ્યાઓ ખાલી છે. અદાલતના આદેશ પછી પણ ગ્રેજયુઈટીની રકમ મળી નથી. સરકારી મોબાઈલ ફોન જૂના થઈ ગયા છે.
ગુજરાતમાં આવેલા આંગણવાડી કેન્દ્રમાંથી 4844માં પાણી માટે પાઇપનું જોડાણ, 4021માં કાર્યરત હોય તેવા રસોડા, 438માં કાયમી વીજ જોડાણ જ નથી.
ગુજરાતમાં આવેલી આંગણવાડીમાં પાયાની સુવિધાનો જ અભાવ છે. મા બાપ બાળકોને આંગણવાડીમાં ભણવા મૂકવાનું ટાળે છે. ખાનગરી નર્સરી-બાળમંદિરમાં મૂકવાનું વધુ પસંદ કરે છે.
ગુજરાતના 2254 આંગણવાડી કેન્દ્ર સૌર ઊર્જાથી ચાલે છે. બિહાર, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, મઘ્ય પ્રદેશ, ઓડિશા, ઉત્તર પ્રદેશની સ્થિતિ પણ ગુજરાત કરતાં ઘણી જ સારી છે. મહારાષ્ટ્રના 1.10 લાખ આંગણવાડી કેન્દ્રમાંથી 26840માં સૌર ઊર્જાની જોગવાઈ છે.
ગુજરાતના આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ
કુલ આંગણવાડી કેન્દ્ર 53,050
પાઇપ સાથે પાણીની સુવિધા 48,166
પીવાના પાણીની સુવિધા 52,331
કાર્યરત શૌચાલય 51,339
કાર્યરત રસોડા 49,029
કાયમી વીજ જોડાણ 52,612
સૌર ઉર્જાનું જોડાણ 2254
ગ્રાંટ કૌભાંડ
બનાસકાંઠા ની 2344 આંગણવાડી કેન્દ્રને 2 કરોડ રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. શાળા રીપેરીગ કરવા વાપરવાની હતી. પણ તેમ થયું નથી અને ભ્રષ્ટાચાર થયો હોવાવી ફરિયાદો થઈ છે.