ગુજરાતમાં વિધાનસભાનું સત્ર શરૂ થતા પૂર્વ કરવામાં આવેલા ટેસ્ટિંગમાં તેના છ વિધાનસભ્યો કોરોના ગ્રસ્ત નોંધાતા ફફડાટ મચી ગયોછે. આ પાંચ વિધાનસભ્યોમાં ચાર વિધાનસભ્ય કોંગ્રેસનાછે અને બે વિધાનસભ્ય ભાજપના છે. ઉલ્લેખનીય છે કે આજથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યુ છે ત્યારે બધા વિધાનસભ્યો માટે કોરોના ટેસ્ટિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
કોંગ્રેસના પુનાભાઈ ગામિત, નાથાભાઈ પટેલ, વીરજી ઠુમર અને જસુભાઈ પટલ કોરોના પોઝિટિવ (gujarat assembly-corona)જાહેર થયા હતા. તેની સામે ભાજપના કનુભાઈ પટેલ કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા. સ્વાભાવિક રીતે હવે તેઓએ 15 દિવસના આઇસોલેશનના (gujarat assembly-corona)નિયમનું ચુસ્તપણે પાલન કરવુ પડશે. આ ચારેય વિધાનસભ્યોએ અપીલ કરી છે કે છેલ્લા પખવાડિયા દરમિયાન તેમના સંપર્કમાં આવેલા બધા લોકો તેમનું પરીક્ષણ કરાવે.