ગુજરાત એટીએસએ મુંબઈ એરપોર્ટ પરથી 1500 કરોડના ડ્રગ્સના આરોપીની ધરપકડ કરી હતી. આરોપી મુનાફ હલારી મુસાને પાકિસ્તાની પાસપોર્ટ સાથે ઝડપી પાડી અમદવાદ ખાતે લાવવામાં આવ્યો છે.
એટીએસને મોટી સફળતા હાથ લાગી છે. આ બનાવમાં આરોપી અને સૌથી મોટો ડ્રગ્સ માફિયા મુનાફ હલારી મુસાને મુંબઈ એરપોર્ટ પર પાકિસ્તાની પાસપોર્ટ સાથે ઝડપી પાડ્યો હતો. આ આરોપી ગત વર્ષે ઓગસ્ટમાં 1500 કરોડના ડ્રગ્સનો મુખ્ય સંદિગ્ધ છે અને તે 1993માં મુંબઈમાં કરવામાં આવેલા બ્લાસ્ટમાં પણ તેનો નામ ચર્ચામાં હતો. આ ભારત દેશમાં પાકિસ્તાની પાસપોર્ટ પર મુસાફરી કરતો હતો.
આ મામલે ગુજરાત એટીએસ વધારે માહિતી 3 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સમાં આપશે.