- સેટેલાઈટના ઉપયોગથી અમદાવાદમાં મોતમાં ઘટાડો
દિલીપ પટેલ
અમદાવાદ, 9 ઓગસ્ટ 2024
Gujarat: ગુગલ અર્થની મદદથી ટ્રાફિક જંકશન પર ડિવાઈડર ઉભા કરીને અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવામાં સફળતા મળી છે. જંકશન પર ડીવાઈડર ન હતા ત્યાં મૂકવાના કારણે જીવલેણ અકસ્માત 23.90% ઘટી ગયા છે. 8 ટકા અકસ્માત ઘટી ગયા હતા.
Gujarat ગુજરાત સરકારની પોતાની બાયસેગ સંસ્થા કરોડો રૂપિયા ખર્ચીને બનાવી હતી.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતાં જ આ સંસ્થા કેન્દ્ર સરકારને સોંપી દીધી હતી. જો તેને આખા ગુજરાતના તમામ માર્ગોની ટ્રાફિક સમસ્યા હલ કરવાની જવાબદારી સોંપી હોત તો હજારો લોકોના જીવ બચાવી શકાય તેમ હતા. તેના બદલે બાયસેક સંસ્થાનો રાજકીય ઉપયોગ થઈ રહ્યો છે.
ગુજરાત સરકાર પાસે સેટેલાઈટ ડેટા આપતી સારી સંસ્થા ગાંધીનગરમાં હતી
તે કેન્દ્ર સરકારે આપી દીધી છે. ગુગલ કરતાં પણ ઈસરોના ઉપગ્રહની તસવિરોના આધારે આખા ગુજરાતમાં પ્લાન થાય તો હજારો લોકોના મોત અટકાવી શકાય તેમ છે.
ટ્રાફિક જંકશન પર ટ્રાફિક ઓછો થયો હતો. અકસ્માતના કેસમાં પણ ઓવરઓલ 8 ટકાનો ઘટાડો થયો હતો. જે બાબત દર્શાવે છે કે ગુગલ અર્થની ટેક્નોલોજીથી અમદાવાદ પૂર્વના ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે નોંધપાત્ર સફળતા મળી છે.
અમદાવાદ પૂર્વના ડીસીપી સફીન હસને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા મહત્ત્વના ટ્રાફિક જંક્શન પરની ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે ગુગલ અર્થ દ્વારા મળતી ઇમેજનો ઉપયોગ કરીને ટ્રાફિકની સમસ્યા નિવારી છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા જંકશન
ઠક્કરબાપા નગર, સીટીએમ, ડફનાળા, હરિદર્શન ક્રોસ રોડ, સુતરના કારખાના, નરોડા બેઠક, કૃષ્ણનગર, ખોડીયારનગર, હાટકેશ્વર, નરોડા મુક્તિ ધામ, રખિયાલ ચાર રસ્તા, ભુલાભાઇ ચાર રસ્તા, પીરાણા ચાર રસ્તાનો પ્રોજેક્ટ અમલી કર્યો હતો.
ગુગલ અર્થની મદદથી તમામ જંકશન પર લાઇવ ટ્રાફિક મુવમેન્ટને અલગ અલગ સમયે તપાસવામાં આવી હતી. જેમાં મોટાભાગના જંકશન પર ડિવાઇડર ન હોવાના કારણે વાહનચાલકો રસ્તો ક્રોસ કરતી વેળાએ વળાંક લેતા હતા. જેના કારણે અકસ્માત સર્જાતા હતા. ટ્રાફિક પણ થતો હતો.
તમામ જંક્શન પરના ટ્રાફિકના રિપોર્ટના આધારે મોટાભાગના ટ્રાફિક જંકશન પર ડિવાઇડર તૈયાર કરવામાં આવ્યા હતા, જેના કારણે આડેધડ વળતાં વાહન ચાલકોને થોડું ફરવું પડે તેમ હતું. આમ, તમામ જંકશન પર ડિવાઇડર લગાવવા સહિતની કામગીરી કરવાથી ધાર્યા કરતા સારું પરિણામ મળ્યું હતું.
પોલીસના ડિજિટલ ડેટા
ગાંધીનગરમાં પોલીસ અધિકારી તરીકે કામ કરતાં એચ કે જોષીએ ગુજરાતના ઘણા શહેરોના પોલીસ વિસ્તારમાં ડીજીટલાઈઝડ કર્યું છે. તેમણે પોલીસ સ્ટેશનની હદ, માર્ગ, ક્રોસીંગ, વળાંકો વગેરે ડીઝીટલ નકશા તૈયાર કર્યા છે. સીઈપીટીના ડેટાના આધારે તેમણે કરવું પડ્યું છે.
ખરેખર તો બાયસેક દ્વારા તે થવું જોઈતું હતું. પણ બાયસેગનો ઉપયોગ તો રાજકીય વધારે થઈ રહ્યો છે.
ઈસરો
અમદાવાદ પોલીસે જો અમદાવાદ ઈસરોને વિનંતી કરી હોય તો તે આખા શહેરના ટ્રાફિક જંકશનો તૈયાર કરી આપી શકે તેમ છે. તેઓ સેટેલાઈટ ફોટોના આધારે 1 મીટરનું માપ કરી આપે છે.
BISAG-N
BISAG-N નકશા-આધારિત ભૌગોલિક માહિતી આપે છે. GIS સિસ્ટમના ડેટાબેઝ ડિઝાઇન અને વિકાસ, નકશો બનાવટ, અપડેટિંગ અને રિફાઇનમેન્ટ, સોફ્ટવેર ડેવલપમેન્ટ અને કસ્ટમાઇઝેશન, સિસ્ટમ બનાવી આપે છે.
BISAG-N સંપૂર્ણ GIS સોલ્યુશન્સ પણ આપે છે, જે GIS સિસ્ટમ ડેવલપમેન્ટ સેવાઓ સાથે હાર્ડવેર અને સોફ્ટવેર આપે છે. ઓર્થો-ફોટો જનરેશનને આવરી લેતા મોટા પાયે મેપિંગમાં જીઓ-સ્પેશિયલ છે.
ગુજરાત સરકારે એક ટ્રસ્ટ બાનવીને ગાંધીનગરમાં સેટેલાઈટ ડેટાનો ઉપયોગ કરવા માટે ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જીઓ-ઇન્ફોર્મેટિક્સ સોસાયટી બનાવી હતી. જેની પાછળ ગુજરાત સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. તેના ડેટાના આધારે ગુજરાત સરકાર 250 શહેરો અને ધોરીમાર્ગોના ટ્રાફિક મેનેજમેન્ટ કરી શકે તેમ હતી. પણ આ સંસ્થા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા કેન્દ્ર સરકારને સોંપી દેવામાં આવી છે.
બાયસેક-એન સંસ્થા દ્વારા ગુજરાતમાં અનેક રોડ મેપિંગના કામો થયેલા છે.
ગોટાળા
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટનો નકશો તૈયાર કર્યો હતો. તેનો રનવે દરિયામાં નાખી દીધો હતો. છતાં તે પ્લાન પાસ થઈ ગયો હતો. ડાયરેક્ટર ટીપી સીંગે પછી ફેરફાર કરી દીધો હતો. જોકે તેઓ ડાયરેક્ટર છે પણ બાયસેક દ્વારા તૈયાર કરેલાં નકસાઓ પર તેઓ ક્યારેય સહી કરતા નથી. જે વિભાગે કામ સોંપ્યું હોય તે વિભાગને સહી કરવાની ફરજ પાડે છે.
જમીન રી સર્વે
જમીન રી સરવેમાં જે ગોટાળા થયા તે માટે બાયસેક જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ગ્રાઉન્ડ પર રહીને જીપીએસ લઈને મેજરમેન્ટ કર્યું ન હતું. આઈટીઆઈ છોકરાઓ રાખે છે. વિરોધ કરે તેને કાઢી મૂકે છે. તેની સામે બોલનારાને હાંકી કાઢે છે. સી એમ મોદીનું નામ આપીને જ કામ કરે છે. હંગામી કર્મચારી રાખે છે.