Gujarat : દિલીપ પટેલ દ્વારા :- આણંદના પેટલાદના બોરિયા ગામમાં ખેડૂત કેતનભાઈ જશભાઈ પટેલ 9429034710 કેળના થડનો ઉપયોગ ખેતરમાં તો ઉત્પાદન વધારવા અને ખાતરની બચત કરવામાં કરે છે. જો કેતનભાઈની કેળાંના થડની તકનીક ગુજરાતના ખેડૂતો અપનાવે તો 30 કરોડ કિલો રાસાયણિક ખાતરની બચત થઈ શકે તેમ છે. તે માટે ગુજરાત સરકાર કંઈ કરવા આજ સુધી તૈયાર થઈ નથી.
હવે તેઓ કેળના થડનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવા માંગે છે. જે અગાઉ થડને કાઢીને ખેતર બહાર ફેંકી દેતા હતા. હવે તેનું ખાતર બનાવીને ઉત્પાદન અને રોગને અંકુશમાં રાખે છે. થડના ટ્રાટલ કરેલા હતા. નવસારી કૃષિ વિશ્વ વિઘાયે કેટલાંક સંશોધનો કર્યા છે.
તેમના ખેતરના કેળનો બગીચો જોવા વર્ષે 20થી 25 હજાર લોકો આવે છે. જેમાં વિજ્ઞાનીઓ, વિદ્યાર્થીઓ અને ખેડૂતો છે. વિદેશના અનેક પ્રતિનિધિઓ તેમના ખેતરમાં કેળાં જોવા આવે છે. કેતનભાઇ પોતાની 25 એકર જમીનમાંથી દર વર્ષે લગભગ 120થી 121ટન કેળાંનું ઉત્પાદન મેળવે છે. કેળાંની ખેતીમાં 1એકરમાં 4થી સાડા ચાર લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવે છે.
પોટાશ ફેક્ટરી
કેળના થડમાં અટલા બધા ન્યુટ્રિયન્સ છે કે જે બીજા કોઈ ખેતી પાકમાં નથી. જેમાં સૌથી વધારે પોટાશ આવે છે. પોટાશનું પ્રામાણ ટેસ્ટ કરાવેલા હતા. કેતનભાઈ જશભાઈ પટેલ પોતાની 40 વીઘા ઉપરાંત બીજાની ભાડેથી લીધેલી જમીન મળીને કુલ 107 વીઘા જમીન પર કેળાં, બટાકા અને બીજા પાકની ખેતી કરે છે. હેક્ટર દીઠ 80 મેટ્રિક ટનના કેળાંની લણણી કર્યા પછી, કેળાંની બહારની ડાળીને બહાર ફેંકી દેવામાં આવે છે. પણ કેતનભાઈ એવું કરતાં નથી. તેમાંથી પોટાશ માટે ખેતરમાં નાંખે છે.
થડને જમીનમાં નાંખે
કેળના થડને ફેંકી દેવામાં આવે છે પણ, કેતનભાઈ પટેલ કેળના થડને કાપી ક્રસ કરીને જમીનની અંદર નાંખી દે છે. વેસ્ટમાંથી બેસ્ટ ખાતર બને છે. લુમ ઉતારીને તેને ટુકડા કરી રોટાવેટર મારી દઈએ અને તેના પર જમીનમાં રહેતાં કોહવાઈને કંપોસ્ટ ખાતર બની જાય છે. તેનાથી બટાકાનું ઉત્પાદન અને ચમક વધે છે. તેથી વેપારીઓમાં તેના બટાકાની ભારે માંગ છે.
કેળના કારણે બટાકાનો શ્રેષ્ઠ પાક
બટાકાને સૌથી વધારે પોટાશની જરૂર પડે છે. જે કેળના પાણીમાંથી સૌથી વધારે પોટાશ નિકળે છે. જે બધો જ જમીનને ખાતર રૂપે આપી દે છે. કેતનભાઈ પટેલ 50 વીઘામાં કુફરી પોખરાજ અને લોકર બટાકાની ખેતી કરી છે. જેમાં કેળનું ખાતર નાંખે છે. હવે બટાકાના પાકમાં રાસાયણિક ખાતર નાંખવાના બદલે માત્ર કેળાંના થડનો કૂચો નાંખે છે.
ગુજરાત અને દેશના વિજ્ઞાનીઓએ કેળાંના થડના અનેક સંશોધન કર્યા છે. જે હવે ખેડૂતો તેનો ઉપયોગ કરી રહ્યાં છે. પણ કેતનભાઈ પટેલનું ખેતર તો કૃષિ વિજ્ઞાનીઓ માટે પ્રયોગશાળા છે.
હેક્ટરે 10 હજાર લિટર રસ
એક હેક્ટર કેળાંના વાવેતરમાંથી સરેરાશ 7,000 થી 10,000 લીટર રસ હોય છે. એક દિવસમાં લગભગ 250 થી 300 લિટર સત્વ ફાઇબર એક્સ્ટ્રક્શન મશીનમાંથી કાઢી શકાય છે. જેનો ઉપયોગ ખેતી અને માનવ આરોગ્ય માટે થાય છે. ગુજરાતમાં 2022-23માં 60 હજાર 603 હેક્ટર ખેતરમાં 40 લાખ ટન કેળાં પાક્યા હતા. એક હેક્ટર દીઠ 10 હજાર લિટર પાણી પ્રમાણે 60 કરોડ લિટર પાણી કાઢી શકાય છે. તેમાંથી મોટા પ્રમાણમાં આવક મળી શકે છે.
કેતનભાઈ પટેલના 50 એકર એટલે કે, 20 હેક્ટર કેળ છે. જેમાં તેઓ 2 લાખ કિલો રસ પેદા કરીને તેઓ ખેતરમાં થડ સાથે નાંખે છે.
ગુજરાતમાં 2022-23માં 60 હજાર 603 હેક્ટર ખેતરમાં 40 લાખ ટન કેળાં પાક્યા હતા.
કેળ થડનું પાણી
થડથી પાણી બહાર નીકળ્યા પછી રસ રંગહીન હોય છે, સમય વીતવા સાથે, તેમાં હાજર ફિનોલિક્સના ઓક્સિડેશનને કારણે તે ધીમે ધીમે હળવા ખાકી રંગમાં ફેરવાય છે.
કેળના પાણીનું સત્વ
સત્વમાં સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા ખનિજો હોય છે. જેમાંથી એનર્જી ડ્રીંક બૂસ્ટર બને છે. સત્વનો ઉપયોગ કુદરતી રંગો, મોર્ડન્ટ્સ, યુવી પ્રોટેક્ટિવ અને ફ્લેમ રિટાડન્ટ ફોર્મ્યુલેશન માટે સક્રિય ઘટક તરીકે થઈ શકે છે. રસનો ઉપયોગ બ્લડ પ્રેશર ઘટાડવા, ડાયાબિટીસ, સંધિવા, ત્વચા પોષણ અને ડંખ અથવા કરડવાની સારવાર માટે પણ વપરાય છે. ફાઇબર કાઢતી વખતે રસને મેન્યુઅલ સ્ક્વિઝિંગ દ્વારા અલગ કરવામાં આવે છે.
પ્રવાહી ખાતર
સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના ભૂમિ વૈજ્ઞાનિક ડો. શંકર ઝા દ્વારા સત્વનું રાસાયણિક વિશ્લેષણ દર્શાવે છે કે રસનો પ્રવાહી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. કેળના રસમાં એન, પી, કે, સૂક્ષ્મ પોષકતત્ત્વો તેમજ સાયટોકિનિન અને ગીબેરેલિક જેવા છોડના જરૂરી પોષક તત્વો હોય છે. તે એસિડ જેવા હોર્મોન્સનો ખૂબ જ સારો સ્ત્રોત છે. તેનો પ્રવાહી ખાતર તરીકે ઉપયોગ ટપક પદ્ધતિ દ્વારા કેળાંમાં અથવા શેરડી, પપૈયા, ડુંગળી, પાંદડાવાળા શાકભાજી જેવા પાકોમાં કરી શકાય છે. તેના ઉપયોગથી ઉપજમાં 10-15 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. આ સાથે રાસાણિક ખાતરની માત્રામાં પણ 20 થી 40 ટકાનો ઘટાડો કરી શકાય છે. કેળાંમાંથી મેળવેલા આ પ્રવાહીનો સજીવ ખેતીમાં ઉપયોગ કરીને છોડને મુખ્ય તત્વો તેમજ સૂક્ષ્મ તત્વો પૂરા પાડવામાં આવે છે. સંપૂર્ણપણે કુદરતી ઉત્પાદન હોવાથી, તે પર્યાવરણ માટે જોખમી નથી.
કેળાં ફળની ખેતી
ગુજરાતમાં
ગુજરાતમાં 2022-23માં 60 હજાર 603 હેક્ટર ખેતરમાં 40 લાખ ટન કેળાં પાક્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં 27 હજાર હેક્ટરમાં 19 લાખ ટન કેળાં પેદા થાય છે. હેક્ટર દીઠ 69 ટન હેક્ટર દીઠ કેળાં પાકે છે.
મધ્ય ગુજરાતમાં 28 હજાર હેક્ટરમાં 18.66 લાખ ટન કેળાં થયાં હતા. ઉત્પાદકતા 66 કિલોની છે.
ઉત્તર ગુજરાતમાં 2700 હેક્ટરમાં 1.50 લાખ ટન કેળાં થયા હતા. ઉત્પાદકતા 53.69 કિલોની છે.
સૌરાષ્ટ્રમાં 2400 હેક્ટરમાં 1 લાખ ટન કેળાં પાક્યા હતા. ઉત્પાદકતા 44 કિલોની આવે છે.
દેશમાં સૌથી વધું કેળાં ગુજરાતમાં
વર્ષ 2008-09માં, ખેડૂતોએ 35.72 લાખ ટન કેળાંનું ઉત્પાદન કર્યું હતું, જે 2018-19માં 10 વર્ષમાં વધીને 46 લાખ ટન થયું છે. આ સીધો 1 મિલિયન ટનનો વધારો છે. આશરે 65.63 ટન કેળાં પ્રતિ હેક્ટર પાક થાય છે.
કેળના બગીચા
2008 માં 61 હજાર હેક્ટરમાં કેળાં ઉગાડવામાં આવી હતી જે 10 વર્ષ પછી 2018-19માં વધીને 70 હજાર હેક્ટરમાં પહોંચી છે. ભારતમાં 8.58 લાખ હેક્ટરમાં કેળાંના બગીચા છે.
કેળાંની ખેતીનો વિસ્તાર
2018-19માં નર્મદા, ભરૂચ, આણંદ, સુરત, વડોદરા, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં 7 જિલ્લામાં કુલ 38 લાખ ટન કેળાં હતા. આ 7 જિલ્લાઓમાં 90% કેળાં ઉગાડવામાં આવે છે.
કેળ થડમાં તત્વો
પાંદડા, દાંડી અને મૂળના પણ ઘણા ફાયદા છે. દાંડામાં પોટેશિયમ, B6, વિટામિન B6 હોય છે, તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. પોટેશિયમ પાસને મજબૂત બનાવે છે. ઝેરી તત્વો નીકળી જાય છે. કેળાંના મૂળમાં વિટામીન A, B અને C, સેરોટોનિન, ટેનીન, ડોપામાઇન વગેરે જેવા તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. મૂળને અનેક રોગોની સારવારમાં ફાયદાકારક માનવામાં આવે છે.
બાયોમાસ
એક અંદાજ મુજબ, ગુજરાતમાં દર વર્ષે કેળાંના વર્ચ્યુઅલ સ્ટેમમાંથી લગભગ 25 લાખ મેટ્રિક ટન બાયોમાસ ઉત્પન્ન થાય છે. બાયોમાસને મૂલ્યવર્ધિત ઉત્પાદનોમાં રૂપાંતરિત કરી શકાય છે. બાયોમાસમાંથી ફાઇબર, સત્વ અને અન્ય ઉત્પાદનો કાઢવામાં આવે છે. કચરાને ખાતરમાં રૂપાંતરિત કરવામાં આવે છે.
થડનું સંશોધન
સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. આર.સી. શ્રીવાસ્તવે સંશોધનો કર્યા છે. કેળાંનું વર્ચ્યુઅલ સ્ટેમ સોનાની ખાણ છે. કેળાંના રસમાં પાકની વૃદ્ધિ માટે અત્યંત મૂલ્યવાન પોષક તત્વો હોય છે. કેળાંના દાંડીને ખેતર બહાર કાઢવું કપરું તેમજ ખૂબ ખર્ચાળ છે.
ખાતર
વર્ચ્યુઅલ સ્ટેમ, જૈવિક પ્રવાહી ખાતર અને વર્મીકમ્પોસ્ટ બને છે. રાસાયણિક ખાતરો પર ખર્ચ ઘટે છે. જમીનની ફળદ્રુપતા વધારી શકાય છે. ફાઇબર કાઢવા તે વધુ યોગ્ય છે.
કેળની દાંડીમાંથી જૈવિક ખાતર બનાવવામાં આવે છે. છોડના નકામ થડને ફેંકી દેવાના બદલે તેનું ખાતર બને છે. કમાણી પણ કરી શકાય છે. ખાડામાં કેળાંના ઝાડમાં ગાયનું છાણ ઉમેરવામાં આવે છે. ડીકોમ્પોઝરનો છંટકાવ કરી શકાય છે. થોડા દિવસોમાં છોડ ખાતર બની જાય છે.
35 ટકા છાણ
કેળના થડના રસમાં કે થડના કૂચામાં 35 ટકા ગાયનું છાણ ઉમેરીને ખાતર તૈયાર કરાય છે. જેમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને ઝીંક વગેરે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. પહેલા વર્ષે રાસાયણિક ખાતરોનો ઉપયોગ 50 ટકા ઘટી જાય છે. બે કે ત્રણ વર્ષ પછી ખેડૂતોએ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો નથી પડતો.
જીવાતોનો ઉપદ્રવ નહીં
કેળાંના દાંડીમાંથી બનાવેલ ખાતરનો ઉપયોગ કર્યા પછી, પાકમાં લગભગ કોઈ જીવાતોનો ઉપદ્રવ થતો નથી. કેળાંના અવશેષોમાંથી જૈવિક ખાતર બનાવી રહ્યા છે. એક હેક્ટર કેળાંના થડમાંથી 10 હજાર લિટર રસ કાઢી શકાય છે. તેનો પ્રવાહી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે.
કેળના પાનમાં તત્વો
કેળના પાન સૌથી શુદ્ધ માનવામાં આવે છે. પોલીફેનોલ્સ નામના એન્ટી-ઓક્સિડન્ટ્સ છે. શરીરમાં હાજર ફ્રી રેડિકલ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા પોષક તત્વો ખાદ્ય પદાર્થોમાં સરળતાથી મળી જાય છે. બેક્ટેરિયા વિરોધી ગુણધર્મો બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. રોગની શક્યતા ઘટાડી દે છે. ખાદ્ય મીણનું પાતળું પડ સ્વાદ વધારે છે. કેળના પાનમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ હોતું નથી. કેળના પાન ખાવામાં લોકો વાપરે છે. વળી તેના પર ભોજપ પીરસવામાં આવતાં તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
પાંદડાનું વ્યવસાયિક ઉત્પાદન થતું નથી. પેકેજિંગ તરીકે ઉપયોગ થાય છે અથવા પ્રવાહી માટે કપ જેવા કન્ટેનરમાં પેક કરવામાં આવે છે. સૂક્ષ્મ સ્વાદ અને સુગંધ આપવા માટે ખોરાકને લપેટવા માટે કેળાંના પાંદડાઓનો ઉપયોગ કરવામાં આવે છે, અને સાંસ્કૃતિક રીતે, મોટા પાંદડાઓ એક વખત લેખન સપાટી તરીકે ઉપયોગમાં લેવાતા હતા, તેમના તંતુઓમાંથી છીનવાઈ ગયા હતા. અને વણાયેલા હતા, છત્ર તરીકે ઉપયોગમાં લેવાતા હતા અથવા બાંધકામમાં અન્ય સામગ્રી સાથે જોડાતા હતા. ઉષ્ણકટિબંધીય અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોની બહાર, કેળાંના પાંદડા એ કેળાંના છોડના ઓછા જાણીતા તત્વોમાંનું એક છે, પરંતુ તેઓ બહુહેતુક, કુદરતી અને પર્યાવરણને અનુકૂળ રાંધણ સાધન તરીકે કુખ્યાત અને લોકપ્રિયતામાં વધી રહ્યા છે.
પોષણ મૂલ્ય
કેળાંના પાન ખાવા યોગ્ય નથી કારણ કે તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે તેને પચવામાં ખૂબ જ મુશ્કેલ બનાવે છે. દક્ષિણપૂર્વ એશિયામાં, પાંદડાઓનો ઉપયોગ શરદી, ગરમીના સ્ટ્રોક અને ઉધરસ સાથે સંકળાયેલા લક્ષણોને સરળ બનાવવા માટે રસ, ચા અને વિવિધ ટિંકચર બનાવવા માટે થાય છે. કેળાંના પાંદડાઓનો ઉપયોગ ત્વચાની બળતરા ઘટાડવા માટે પણ કરવામાં આવે છે, અને પાંદડાને નાળિયેર તેલમાં લપેટીને ઘાના ડ્રેસિંગ તરીકે ફોલ્લાઓ પર મૂકવામાં આવે છે. રસ એ પોલિફીનોલ્સનો સ્ત્રોત છે, એન્ટીઑકિસડન્ટ જેવા ગુણધર્મો સાથે કુદરતી સંયોજનો જે કોષોને મુક્ત રેડિકલ અને ઓક્સિડેટીવ તણાવને કારણે થતા નુકસાનથી રક્ષણ આપે છે. એન્ટિઓક્સિડન્ટ્સમાં બળતરા વિરોધી ગુણધર્મો પણ હોય છે જે બળતરા અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે.
કેળના પાન પર ભોજન રાખીને જમવામાં આવે છે. પંકી એ ગુજરાત, ભારતમાં એક લોકપ્રિય વાનગી છે, જ્યાં ગરમાગરમ નાસ્તો બનાવવા માટે કેળાંના પાન પર બેટર શેકવામાં આવે છે.